*** “ મોમ , કેન યુ ડ્રોપ એટ માય હોમ એટ ઈવ ? આઈ મીન , ઓફીસ પતાવીને જો મારા ઘરે અવાય તો .. કંઈ અરજન્ટ નથી .. પણ ..”- તમારી દીકરીનો ટેન્સડ અવાજ સાંભળીને તમે સહેજ ગભરાયા . “ હા બેટા , હું આવી જઈશ . ડોન્ટ વરી ..”- તમે શક્ય એટલું સ્વસ્થ થતા કહ્યું . “ મોમ ... આઈ વોન્ના સે સમથીંગ ... મમ્મા આઈ લવ યુ એન્ડ આઈ નીડ યુ ..”- એકદમ લાગણીભર્યા અવાજથી બેબુએ કહ્યું . “ સ્વીટ્સ આઈ લવ યુ ટુ ... સ્લીપ ફોર સમ ટાઈમ અને તું ઉઠીશ ત્યારે આઈ વિલ બી ધેર . “- તમે ફોન મૂકી ફટાફટ કામ પતાવી બોસને મેઈલ કર્યો કે આજે તમે જલ્દી ઘેર જવાના છો . કામ પતાવતા પતાવતા તમે બેબુ વિષે વિચારી રહ્યા છો . તમે એક ટ્રેડીશનલ મધર ક્યારેય નથી બની શક્યા અને એથીજ બેબુ એકદમ ઈન્ડીપેન્ડન્ટ અને સ્ટ્રોંગ બની શકી છે . *** ઘરનો ડોરબેલ હજુ તમે વગાડ્યો ત્યાજ તરત બેબુએ દરવાજો ખોલ્યો . જાણે તમારી જ રાહ જોઇને બેઠી છે . બેબુની લાલ ઘૂમ આંખો , વિખરાયેલા વાળ અને ચિંતાતુર ચહેરો જોઇને તમે એક - બે ધબકારા ચુકી ગયા . “ બેબુ ...” તમે ઘરની અંદર આવીને કઈ બોલવા જાઓ છો એ પહેલા તો બેબુ તમને એક ટાઈટ હગ આપે છે . “ બેબુ . કામ ડાઉન . શું હાલ કર્યા...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)