Skip to main content

Posts

Showing posts from 2014

લાઈફ સફારી~૮૯: સપનાના વાવેતર-નિષ્ફળતાના માર્ગે સફળતાની પ્રાપ્તિ

*** સવાર, બપોર, સાંજ. આમ જ રૂટીન ચાલતું રહે છે. ક્યારેક દિલ ગાઈ ઉઠે છે- “એક અકેલા ઇસ શહેર મેં, રાત મેં યા દોપહેર મેં..” તો ક્યારેક દિલ ગણગણે છે-“યે લમ્હા ફિલહાલ જી લેને દે..” દિલ અને દિમાગ બાયોલોજીકલ અને સાયકોલોજીકલ સાયકલ પ્રમાણે ચાલતા રહે છે, છતાં અંદર કૈક અટકી ગયું હોય એમ મહેસુસ થાય છે. સવારથી ઘડિયાળની ટીક ટીક સાથે ચાલુ થતો દિવસ તો આથમી જાય છે, પણ અંદર કૈક ચાલતું રહે છે-દિવસ-રાત. હું પહેલાની જેમ જ હસું છું, ખુબ બધું બોલું છું, પરિવાર સાથે આનંદ કરું છું, જોમ અને જુસ્સાથી જોબ કરું છું, નવું શીખું છું- બધું જ સામાન્ય છે- પહેલાની જેમ જ! મહિનો, બે મહિના, ત્રણ મહિના થયા- હું જીવું છું, ખુશ પણ છું- પણ ક્યાંક અધૂરી છું. અને એ અધુરપ છે મારા શબ્દોની. એક બ્લોગર કે કોલમિસ્ટ રૂપે મેં લખેલા એક એક શબ્દને હું પૂર્ણ પણે જીવી છું. મારા કીબોર્ડથી સર્જાયેલા એક એક શબ્દ સાથે એક અજબ તાદામ્ય મેં અનુભવ્યું છે અને દરેક બ્લોગ પોસ્ટ કે આર્ટીકલને પબ્લીશ કરતા પહેલા બાળકને જન્મ આપવા જેવી લાગણી પણ અનુભવી છે. અને અચાનક, ક્યાંક કૈક ખોરવાઈ ગયું. શબ્દ-શ્વાસ રૂંધાઈ ગયા, મારા શબ્દ-બાળનાં ધબકારા જાણે ગર્ભમ...

લાઈફ સફારી~૮૮: આતંકવાદીના પુત્રની કહાની

*** ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ - માણસજાતનાં ઇતિહાસનો એવો દિવસ કે જેણે માણસાઈને લાગેલું આતંકવાદનું ગ્રહણ દુનિયાની સામે આક્રમક રીતે રજુ કર્યું . ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧નાં રોજ અલ - કાયદાના ૧૯ આત્મઘાતી આતંકીઓએ ચાર વિમાનો હાઇજેક કર્યા . જેમાંથી બે વિમાનોએ ન્યુયોર્ક સ્થિત વર્લ્ડ - ટ્રેડ - સેન્ટરના ટાવર પર આત્મઘાતી હુમલો કર્યો , એક વિમાને વોશિંગટન ડી . સી . ના પેન્ટાગોન ખાતે હુમલો કર્યો અને ચોથું વિમાન પેનીસીલ્વેનિયામાં ક્રેશ થઇ ગયું . લગભગ ૩૦૦૦ જેટલા લોકોના મૃત્યુ અને હજારો ઘાયલોની પીડાના નુકશાન સાથે લગભગ ૧૦ બિલિયન ડોલરની પ્રોપર્ટીનું પણ નુકશાન થયું . અને જાન - માલના નુકશાનથી વધુ નુકશાન માનવતા , વિશ્વાસ અને ધર્મના પાયાઓને થયું ! અચાનક આખું વિશ્વ “આતંકવાદ”ના સળગતા પ્રશ્ન સામે જાગી ઉઠ્યું ! જોકે આપણો દેશ તો વર્ષોથી આતંકનો ભોગ બનતો જ આવ્યો છે પણ આ વખતે વાત હતી સુપર - પાવર એવા અમેરિકાને આતંકથી પીડિત કરવાની ! અને એટલેજ આખા વિશ્વમાંથી આ ૯ / ૧૧ના નામે જાણીતા આતંકી હુમલાના વિરોધમાં આકરા પ્રત્યાઘાતો આવ્યા ! હમણાં જ ૧૧મી સપ્ટેમ્બરે આ ગોઝારી ઘટનાને ૧૩ વર્ષ પુરા થયા ત્યારે વિશ્વ - પરિ...

લાઈફ સફારી~૮૭: “પ” થી પીરીઅડ્સ અને પેઈન કે પોઝીટીવીટી અને પ્લેઝર?

*** “તે સામા પાંચમ કરી છે?” – પ્રશ્ન “ના.”- જવાબ “શું? તે સામા પાંચમ નથી કરી?”-પ્રતિપ્રશ્ન ૧. “તે સાચ્ચે જ સામા પાંચમ નથી કરી?”-પ્રતિ પ્રશ્ન ૨. “તે કેમ સામા પાંચમ નથી કરી?”- પ્રતિ પ્રશ્ન ૩. “!@!#!$#$#%^%(*”-જવાબ. ૩૦ ઓગસ્ટ એટલેકે શનિવારે હાલમાં જ ઋષિ પંચમી ગઈ. આપણી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે “સામા-પાંચમ”નું વ્રત પણ ઉજવાય છે. અને આગળ ઉપર લખેલ સંવાદ લગભગ દર વર્ષે મારી સાથે રીપીટ થાય છે. અને દર વર્ષે મને કૈક અલગ અને વિચિત્ર પ્રશ્નો થાય છે- જેનો જવાબ આખરે આ વર્ષે મારે જાતને અને મારા જેવા આવા પ્રશ્નો વિચારતા સૌને જ આપવો છે! વાત અહી કોઈની ધાર્મિક માન્યતા દુભાવવાની કે ધર્મ-રીતી-રીવાજનો વિરોધ કરવાની નથી! વાત છે માત્ર લોજીકલ-વૈજ્ઞાનિક-ધાર્મિક કારણ શોધી એની આજના સમયમાં યોગ્યતા ચકાસવાની! સૌથી પહેલા “સામા પાંચમ”ના વ્રત અંગે ગુગલદેવને પૂછ્યું તો આવો જવાબ મળ્યો-  પિરિઅડ્સ દરમિયાન – પહેલા દિવસે છોકરી ચાંડાલીની, બીજા દિવસે ડાકણ, ત્રીજા દિવસે ધોબણ સમાન છે અને ચોથા દિવસ પછી ન્હાયા અને માથું ધોયા પછી જ એ પવિત્ર થાય છે!  અને આ અપવિત્ર દિવસોમાં પરિવારમાં કોઈને અડવાથી, રસોઈ...

લાઈફ સફારી~૮૬: શિક્ષણની સાચી મશાલો અને મિસાલો

*** ૫મી સપ્ટેમ્બર એટલે  શિક્ષક દિવસ. એક દિવસ માટે આખા દેશમાં માસ્તર-શિક્ષક એટલેકે ટીચરનો મહિગાન કરવાનો દિવસ એટલે શિક્ષક દિન. હવા,પાણી,ખોરાક જેટલી જ આપણી મૂળભૂત જરૂરીયાત છે એજ્યુકેશન એટલેકે શિક્ષણ. અને આ મૂળભૂત જરૂરીયાત મોટે ભાગે આપણને સરળતાથી મળી રહી છે એટલે આપણે એનું મહત્વ સમઝતા જ નથી! પરંતુ વિશ્વમાં એક બહોળો વર્ગ એવો છે જેમને શિક્ષણ નસીબ નથી! હું તમને શિક્ષક કે શિક્ષણના મહત્વ પર કોઈ પ્રકારનું ભાષણ નહિ જ આપું. મારે તો આજે તમને ત્રણ વાર્તાઓ કહેવી છે. શિક્ષક દિન અને શિક્ષણની યથાર્થતા ઉજાગર કરતી વાર્તાઓ. *** પહેલી વાત છે પાકિસ્તાનના સ્વાત જીલ્લાની. ઇસ્લામિક રૂઢીચુસ્ત એવા આ વિસ્તારના સુન્ની મુસલમાન પરિવારમાં ૧૨ જુલાઈ, ૧૯૯૭ના રોજ એક દીકરીનો જન્મ થાય છે. જે રૂઢીચુસ્ત પરિવારોમાં દીકરીનો જન્મ અભિશાપ ગણવામાં આવે છે ત્યાં પિતા ઝીયાઉદ્દીન યુસુફ્ઝાઈ ખુબ લાડકોડ અને પ્રેમથી દીકરીને મોટી કરે છે. રૂઢીચુસ્ત મુસ્લિમ પરિવારોમાં જ્યાં દીકરીને બોલવા,ભણવા કે સપના જોવા સુધ્ધાની નથી ત્યાં ઝીયાઉદ્દીન પોતાની દીકરીને દીકરાની જેમજ ઉછેરે છે. ઝીયાઉદ્દીન પોતાની દીકરીને સંસ્કારની સાથે શિક્ષણ અને અ...

લાઈફ સફારી~૮૫: એડોપ્શન એટલે પ્રેમ, લાગણીઓ અને ખુશીઓને દત્તક લેવું!

બાળકને “એડોપ્ટ કરવું” અર્થાત “દત્તક લેવું”- શું વિચારો છે તમારા એ વિષે? બે એકદમ વિરોધાભાસી વિચારધારાઓ-પક્ષ/પ્રતિપક્ષ સંકળાયેલા છે આ પ્રશ્ન સાથે. એક દલીલ સામાજિક અને કૌટુંબિક પ્રશ્નો સાથે સંકળાયેલી છે. આ દલીલ અનુસાર બાળકના જન્મજાત ગુણો અને માં-બાપમાંથી આવતા આનુવાંશિક લક્ષણો આ-જીન્દગીના પાલન-પોષણ બાદ પણ બદલાતા નથી! એક બાળકને કાયદાકીય રીતે તમે કુટુંબનો ભાગ બનાવી જ શકો છો પરંતુ વહેલા-મોડા હકીકત જાણી જતું એ બાળક ક્યારેય દિલથી પરિવારનો ભાગ નથી જ બનતું. અંતે તો બિચારું બાળક જ ઈર્ષ્યા, સરખામણી, મહેણાં વિગેરેનો ભોગ બને છે અને દુખી થાય છે! બીજી તદ્દન વિપરીત દલીલ અનુસાર એક બાળકને દત્તક લેવું એ પુણ્યનું કામ છે. એક નિરાધાર-અનાથ બાળકની ઝિન્દગી ફરી પાટે ચઢાવવું એટલે એ બાળક માટે દેવદુત-ફરિશ્તા કે ભગવાન બનવું. જો નાણાકીય સામર્થ્ય હોય અને પરિવારની મંજૂરી હોય તો બાળકને દત્તક લઈને એક ભલાઈનું કામ જરૂર કરવું જોઈએ. સુષ્મિતા સેન, રવિના ટંડન, કુનાલ કોહલી, નિખીલ અડવાની, સુભાષ ઘાઈ, સલીમ ખાન- જેવી કેટલીયે ભારતીય સેલીબ્રીટીઝ બાળકને દત્તક લઈને માનવતાનો દાખલો બેસાડી ચુકી છે. મારો પ્રશ્ન અહી આ બંને એક્સ...