***
સવાર, બપોર, સાંજ. આમ જ રૂટીન ચાલતું રહે
છે. ક્યારેક દિલ ગાઈ ઉઠે છે- “એક અકેલા ઇસ શહેર મેં, રાત મેં યા દોપહેર મેં..” તો
ક્યારેક દિલ ગણગણે છે-“યે લમ્હા ફિલહાલ જી લેને દે..”
દિલ અને દિમાગ બાયોલોજીકલ અને સાયકોલોજીકલ
સાયકલ પ્રમાણે ચાલતા રહે છે, છતાં અંદર કૈક અટકી ગયું હોય એમ મહેસુસ થાય છે.
સવારથી ઘડિયાળની ટીક ટીક સાથે ચાલુ થતો દિવસ તો આથમી જાય છે, પણ અંદર કૈક ચાલતું
રહે છે-દિવસ-રાત. હું પહેલાની જેમ જ હસું છું, ખુબ બધું બોલું છું, પરિવાર સાથે
આનંદ કરું છું, જોમ અને જુસ્સાથી જોબ કરું છું, નવું શીખું છું- બધું જ સામાન્ય
છે- પહેલાની જેમ જ!
મહિનો, બે મહિના, ત્રણ મહિના થયા- હું
જીવું છું, ખુશ પણ છું- પણ ક્યાંક અધૂરી છું. અને એ અધુરપ છે મારા શબ્દોની. એક
બ્લોગર કે કોલમિસ્ટ રૂપે મેં લખેલા એક એક શબ્દને હું પૂર્ણ પણે જીવી છું. મારા
કીબોર્ડથી સર્જાયેલા એક એક શબ્દ સાથે એક અજબ તાદામ્ય મેં અનુભવ્યું છે અને દરેક
બ્લોગ પોસ્ટ કે આર્ટીકલને પબ્લીશ કરતા પહેલા બાળકને જન્મ આપવા જેવી લાગણી પણ
અનુભવી છે.
અને અચાનક, ક્યાંક કૈક ખોરવાઈ ગયું.
શબ્દ-શ્વાસ રૂંધાઈ ગયા, મારા શબ્દ-બાળનાં ધબકારા જાણે ગર્ભમાં જ ઘૂંટાઈ ગયા અને..
અને ક્યાંક મારું લખવાનું છૂટી ગયું, છૂટતું ગયું. ક્યાંક જવાબદારીઓ-પ્રાયોરીટી
વચ્ચેના સમતોલનમાં તો ક્યાંક પરફેક્શનના
સ્વ-આગ્રહમાં ઘણું બધું ખોરવાતું ગયું અને... અને એક સપનું મને-કમને પાછળ છૂટી
ગયું-છોડી દીધું.
દિલ અને દિમાગ એકબીજાને કન્વિન્સ કરતા
રહ્યા કે- સપના તો સપના જ હોય, હકીકત ના બને એમાં શું દુખ!
બધું સામાન્યપણે ચાલતું રહ્યું, જીવાતું
રહ્યું.
અને કૈક એવું થયું કે જેણે દિલ અને દિમાગ
ને ફરીથી એ સપનાઓ જીવતા કરી દીધા...
હું, તમે આપણે સૌ- નાના-મોટા, ખુબ બધા
સપનાઓ જોઈએ છે. એ સપનાઓને પુરા કરવા પણ દિલોજાન થી પ્રયાસો કરીએ છે, પરંતુ કેટલીકે
વાર નિષ્ફળતા સપનાઓ પર હાવી થઇ જાય છે. રેશનલ-પ્રેક્ટીકલ વિચારો, ધૂની-તરંગી-રંગીન
સપનાઓને તોડી નાખે છે. અને એ તૂટેલા સપનાઓને દિલના એક ખૂણામાં સંતાડીને, છાના
છાપના એના પર એક-બે આંસુઓ સારીને આપણે શ્વાસ લેતા રહીએ છે.
એક અધુરપ સાથે આનંદ અને સંતોષનો
પ્રેક્ટીકલ મુખોટા પહેરીને આપણે સૌ “જીવવા”નો ડોળ કરીએ છે. કરીએ છે, હેં ને?
આંખ બંધ કરીને એક મીનીટ માટે જાત સાથે
પ્રમાણિક થઈને એ એક સપનું યાદ કરો કે જે તમારું અસ્તિત્વ પૂરું કરે છે. {એ સપનું
કઈ પણ હોઈ શકે છે- ગમતો જીવનસાથી, સિંગર બનવું, નોવેલ લખવી, મલ્ટીનેશનલ કંપનીમાં
જોબ કરવી, વર્લ્ડ-ટુર પર જવું... - ઈલ્લોજીક્લ, ધૂની છતાં રંગબેરંગી સપનું. } અને
હવે આંખો ખોલીને વિચારો કે આ સપનાને પૂરું કરવા તમે શું કરી શકો છો? શું કરી રહ્યા
છો?
બેશક એક જ મીનીટમાં દિમાગ દસ લોજીકલ
રીઝ્ન્સ આપશે-એ સપનાને ચેઝ નાં કરવાના અને પ્રેક્ટીકલી-સેફ લાઈફ જીવનારા આપણે તરત
આપણા કમ્ફર્ટ ઝોનમાં ઘુસી જઈશું.
બોસ્સ, આવું ગાંડપણ તો કઈ કરતુ હશે? હવે
આપણે મોટા થયા, સપના નહિ હકીકતમાં જીવતા શીખો! અને એ ખુબ કીમતી અને વ્હાલા સપનાને
જાતે જ ટુકડે-ટુકડા કરીને દિલના એક ખૂણે કોઈ ના જુવે એમ સંતાડી દઈશું- બરાબર ને?
ચાલો આજે વાત કરું એવી હસ્તીઓની જેમણે
સપનાઓ જોયા, જીવ્યા, નિષ્ફળતા પચાવી અને સફળતા ધરાર મેળવી.
***
આપણે વાત કરવાના છે એક સાધારણ છતાં
અસાધારણ એવા એન્જીનીયરીંગના વિદ્યાર્થીની. એક સાધારણ ઈન્જીનીયરીંગનો વિદ્યાર્થી
એટલે- કે જે કોલેજના ક્લાસરૂમ કરતા કેન્ટીન અને લાઈબ્રેરીમાં વધુ હાજરી આપતો હોય,
જેને આખું સેમિસ્ટર ભલે પ્રોફેસર ભણાવે એમાં કોઈ ગતાગમ નાં જ પડે- છતાં એક્ઝામના
એક દિવસ પહેલા તો એનો સિલેબસ કાયમ પુરો થઇ જ જતો હોય, જે સપના તો બિલ ગેટ્સ કે
આઈનસ્ટાઇન બનવાના જોતો હોય પણ છેલે રેશનલ બનીને નવથી સાતની મલ્ટીનેશનલ કંપનીની
કેદમાં પુરાઈ જતો હોય!
અને આ જ ઈન્જીનીયરીંગનો વિદ્યાર્થી જ્યારે
પોતાના સપનાઓ તરફ નાના છતાં મક્કમ પગલાઓ ભરવાના શરુ કરે ત્યારે અસાધારણ બની જાય
છે. આપણે વાત કરી રહ્યા છે “ગૌરવ મુંજાલ”ની. એનએમઆઈએમએસ-મુંબઈથી બીટેકની ડીગ્રી
મેળવી એક સાધારણ ઈન્જીનીયરમાંથી એક યુથ આઇકોન બની જનાર “ગૌરવ મુંજાલ”ની. બાળપણથી
જાત-જાતના સપનાઓ જોતા ગૌરવ, પોતાના સપનાઓને પ્રેક્ટીકાલીટી/રેશનાલીટીથી તોલવા અને
તોડવાની જગ્યાએ એમને પુરા કરવાના રસ્તાઓ બનાવતા રહેતા, ધીમા પણ મક્કમ પ્રયાસોથી.
હેરી પોટર અને શાહરુખ ખાનના ફેન એવા ગૌરવ ઈન્જીનીયરીંગમાં ભણતા ભણતા પોતાના સપનાઓ
તરફના રસ્તા પણ ચણે છે, સપના કૈક નવું કરવાના, પોતાનો નવતર વ્યવસાય શરુ કરી નવો
ચીલો ચાતરવાના. કોલેજમાં ભણતા ભણતા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની અગવડ અનુભવતા
ગૌરવને એક નવો જ વિચાર આવે છે. ગૌરવ અનુભવે છે કે ઘણી ખરી કોલેજીસમાં માર્યાદિત
હોસ્ટેલ વ્યવસ્થા હોય છે તો ઘણા શહેરોની કોલેજીસમાં તો હોસ્ટેલની વ્યવસ્થા હોતી જ
નથી. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પેઈંગગેસ્ટ તરીકે રહે છે અથવા તો સહાધ્યાયીઓ સાથે
ફ્લેટ શેર કરે છે. મોટેભાગે બંને રસ્તાઓ એકંદરે ખર્ચાળ પુરવાર થાય છે. અને આ
પ્રોબ્લેમનું સોલ્યુશન ગૌરવની સ્ટાઈલમાં બને છે-
www.flat.to વેબસાઈટ. “ફ્લેટ.ટુ”~ એક એવી સુવિધા છે વેબસાઈટ તેમન
એપ્લીકેશન(ફ્લેટ ચેટ) બંને રૂપે મળે છે. આ સુવિધા દેશના આઠ વિવિધ શહેરોમાં ઉપલબ્ધ
છે, જેની મદદથી તમે જે-તે શહેરના ગમતા એરિયામાં શેરિંગમાં ફ્લેટ કે ફ્લેટમેટ
પોતાના બજેટમાં શોધી શકો છો. કોલેજમાં ભણતા-ભણતાજ ગૌરવ આ સાહસ શરુ કરે છે પરંતુ-
બે વર્ષની અથાગ મહેનત છતાં મળે છે માત્ર નિષ્ફળતા. છતાં ગૌરવ પોતાના સપનાને તૂટવા
દેતા નથી જ. ગૌરવ આ નિષ્ફળતાને પચાવીને
બનતા પ્રયાસો ચાલુ રાખે છે અને નવા સપનાઓ તરફની નવી દિશાઓ ખોલતા જાય છે. કોલેજમાં
ભણતા ટ્રેડીશનલ એજ્યુકેશન સિસ્ટમથી નાખુશ એવા ગૌરવને ભણવાની ખુબ ધગશ છે, પરંતુ એક
શિક્ષક એક જ સ્પીડથી અખા ક્લાસના અલગ અલગ બુદ્ધિમત્તાવાળા વિદ્યાર્થીઓને ભણાવે એ
વાત ગૌરવને ખટકે છે. ગૌરવ પોતાના મિત્રોને પોતાને આવડતા વિષયો શીખવાડતા-શીખવાડતા
વિચારે છે કે જો આનો વિડીયો ઉતરી લેવામ આવે તો કેટલી સરળતા રહે. પોતે વિડીયોમાં
જે-તે ટોપિક સમઝાવે અને મિત્રો પોતાની સુવિધાએ પોતાની સ્પીડથી, જેમ સમઝણ પડે એ
રીતે એને રીવાઈન્ડ કરીને જોઈ શકે. અને જન્મ્યું એક નવું સપનું-“અનએકેડમી”. યુટ્યુબ
દ્વારા હાલમાં વખણાયેલ અને આખી દુનિયામાં સ્વીકારાયેલી આ “અનએકેડમી”ની શરૂઆત એક
નિષ્ફળતાથી જ થઇ હતી. કોલેજમાં ભણતા ભણતા જ ગૌરવ “અનએકેડમી”ની શરૂઆત કરે છે અને
શરૂઆતના બે વર્ષ એને ઘોર નિષ્ફળતા મળે છે, જેમાં મહિને જેમતેમ એક વિડીયો અપલોડ થાય
છે. “અનએકેડમી”નો નવતર વિચાર ફેઈલ થાય છે પરંતુ ગૌરવની હિંમત તૂટતી નથી. ગૌરવ
“અનએકેડમી”ને નિષ્ફળતાઓમાં પણ આશા સાથે મહેનત અને ધગશથી આગળ ચલાવતો રહે છે.
“ફ્લેટ.ટુ” અને “અનએકેડમી”ની નિષ્ફળતાઓ છતાં ગૌરવ નવા સપનાઓ જોતો જ રહે છે અને એની
ડ્રીમ કંપની-ગુગલને સમકક્ષ “ડાયરેક્ટઆઈ” નામક વિખ્યાત આઈટી કંપનીમાં જોબ મેળવે છે.
મલ્ટીનેશનલ કંપનીમાં જોબ, આકર્ષક સેલરી અને આરામદાયક લાઈફ મેળવીને પણ ગૌરવ પોતાના
સપનાઓને ભૂલતો નથી. મલ્ટીનેશનલના સુપર બીઝી વર્ક શિડ્યુલમાંથી સમય ના જ મળતો છતાં ગૌરવ
વીક-એન્ડમાં પોતાના સપનાઓ પર મહેનત કરતો રહે છે. અને આખરે નિષ્ફળતાઓ છતાં દિલથી
કરેલા પ્રયત્નો અને મહેનત દ્વારા ગૌરવ પોતાના સપનાઓ પુરા કરી શકે છે. એજ્યુકેશન
સિસ્ટમને બદલવાનું ગૌરવનું સપનું એટલે કે “અનએકેડમી”- શિક્ષણની દુનિયામાં નવો ચીલો
ચાતરે છે. “અનએકેડમી” એક યુટ્યુબ ચેનલ છે જેના પર ઈન્જીનીયરીંગથી લઈને યુપીએસસી
સુધીના બહોળા વિષયોના ૨૭૬થી વધુ રસસ્પ્રદ એજ્યુકેશનલ વિડીયોઝ અવેલેબલ છે અને જેના
૧૭,૦૦૦થી વધુ સબસક્રીપ્શ્નસ છે. આકર્ષક પગાર અને આરામદાયક લાઈફ આપતી મલ્ટીનેશનલની
જોબ છોડીને આખરે ગૌરવ ફૂલટાઈમ “ફેલ્ટ.ટુ”ને સાકાર કરવામાં મચી પડે છે અને અંતે દેશના
મોટા આઠ શહેરોમાં ઉપલબ્ધ આ સુવિધા રીયલ એસ્ટેટનું સક્સેસફૂલ ઇનોવેશન સાબિત થાય છે.
દેશ-વિદેશનું પ્રિન્ટ અને ટીવીમીડિયા “ફ્લેટ.ટુ”ના નવતર વિચારને આવકારે છે અને
ગૌરવનું એક બીજું સપનું નિષ્ફળતાઓના કપરા રસ્તે ચાલીને સફળતાઓ પામે છે.
ગૌરવ મુંજાલ પોતાના સપનાઓની આ જર્નીનું
કન્ક્લુંઝ્ન આપતા કહે છે કે-“તમે આંખ બંધ કરીને તમારા સપનાઓનું એક લીસ્ટ બનાવો અને
એને પુરા કરવા દિલો-જાન લગાવી દો. ખાલી શ્વાસ લેવાનું નામ જ જીવવું નથી! ગૌરવ કહે
છે કે જે પળે તમે તમારા સપનાઓ પુરા કરવા નો વિચાર સુધ્ધા કરશો તમારું દીમાગ તુરંત
તમને દસ કારણો આપશે-તમને ગમે છે, કરવું છે એ ના કરવાના. પણ મક્કમ રહીને તમારે એ
કારણોને પ્રતિ-પ્રશ્ન કરવો જોઈએ. કેમકે સપનાઓ પુરા કરવા પ્રયાસ કરતા નિષ્ફળતા મળી
શકે છે પરંતુ પ્રયાસ જ નાં કરવો એ તો પૂરી નિષ્ફળતા જ છે! સપનાઓ પુરા કરવા જે
રસ્તાઓ પર ચાલવું પડે એ દુર્ગમ હશે , ઘણી વર પડી જવાશે, વાગશે પણ. પરંતુ નાના નાના
છતાં મક્કમ પગલાઓ તમને તમારા સપના સુધી અચૂક લઇ જશે. મિત્રો, પરિવાર, જીવનસાથી,
સ્નેહી-સ્વજન ભલે તમરા સપનો પર હસે, તમને એ પુરા ના કરવા સમઝાવે, પરંતુ
કમ્ફર્ટઝોનની બહાર જશો તો જ સફળતા મળશે!”
***
અને ગૌરવ મુંજાલના જાદુઈ શબ્દો મારા દિલને
સ્પર્શી જાય છે. અને હું આંખ બંધ કરું છું. અને મને દેખાય છે શબ્દો. હું જે જીવું
છું - હું જેને શ્વાસમાં ભરું છું-જેના વગર મારું અસ્તિત્વ અધૂરું છે-એ શબ્દો.
અને હું નિર્ધાર કરું છું-“મારા શબ્દોને
પ્રેમ કરતા રહેવાનો, લખતા રહેવાનો અને સપનાનું માવજત કરવાનો! અને હું હાજર છું
મારી લાઈફ સફારીની સફર સાથે!”
આંખ બંધ કરીને જુઓ તો – તમને કયું
મોંઘેરું અને નાજુક સપનું દેખાય છે?
Comments