લાઈફ સફારી, પેજ ૩, વુમન ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર
સીન-૧:
|
“ નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું
મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" –
એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા.
મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની
જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગે અને એના આશીર્વાદ
લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે
કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં આમ બધાના શરીરોમાં ફરવા નીકળે?
સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે કોઈએ મુઠ મારી દીધી હોય એવું ફીલ થયું,તો પણ વિચાર આવ્યો- હદ છે આ તો... કોઈ તમારી જાણ બહાર તમારા શરીરને કંટ્રોલ કરે, તમારી સિસ્ટમમાં પ્રોબ્લેમ્સ કરે, એ પણ સાયન્ટીફીકલી નહિ! માત્ર ધૂણીને, થોડા આડા-અવળા મંત્રો ફૂંકીને, કોઈના પુતળા પર એના કપડાનું ચીંથરું કે એનો નાનો વાળ લગાવીને! અરે, આમ જ જો કોઈને બરબાદ કરી શકાતું હોય તો આપણે આટ-આટલા વર્ષોથી પાકિસ્તાન સાથે ખોટી લડાઈઓ કરીએ છે. ૧૦-૧૨ ભુવા/ઓઝાઓ ની ફોજ બેસાડી પાકિસ્તાન પર મુંઠ મારવો, કાળો-પીળો-લાલ કલરનો જાદુ કરાવો - એટલે કામ પત્યું!!! શું કહો છો?
સીન-૩:
"તમે બૌ વિજ્ઞાનવાળા, તે અમારું કહ્યું ના માનો. હું કહું છું ને તમારા જ ઘરના કોઈએ તમારા પર બંધન કર્યું છે. લગ્નના પાંચ વર્ષ થયા અને હજુ ઘરમાં પગલીનો પડનારો નથી. બીજું કઈ નથી, આ કોઈએ કુખબંધન કર્યું લાગે છે! દવા લેવાથી ના મટે! આ તો તોડાવવું પડે! વિધિ કરાવવી પડે, અમાસની વિધિ! એક વાર વિધિ કરાવો પછી ૨ મહિનામાં જ રીઝલ્ટ!"
મારી વિચાર શક્તિ વગર વિધિએ જાણે બીમાર થઇ ગઈ-- હે ભગવાન, આ લોકો ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર્સનો ધંધો બંધ કરાવીને જ રહેશે! જો સંતાન નાં થાય તો બાબા/ ઓઝાની વિધિ કરાવો અને કુખબંધન તોડાવો! ઓહહ... હવે આમને કોણ સમજાવે કે સંતાન પેદા થાય એ માટે આદમ-ઈવના જમાનાથી એક જ રીત-પ્રોસેસ છે! સંતાન નાં થતા હોય તો ભુવા/ ઓઝા પાસે ના જવાય ભયલા, નહિ તો એમની કૃપાથી તો સંતાન પણ મંત્ર બોલતું જ પેદા થાય- તો ધ્યાન રાખવું!

સીન-૪:
"અમને તો એક પછી એક બાધા-સંકટ આવે જ રાખે છે! એક સાંધે ત્યાં તેર તૂટે! જ્યોતિષને બતાવ્યું- કહે છે પિતૃદોષ છે. કોઈ પિતૃની આત્મા સંતાપમાં છે, કોઈ કારણથી! હવે ચાણોદ વિધિ કારાવવા જવાનું છે. આખા કુટુંબને ભેગું જવાનું છે. આ વિધિ પતશે, પિતૃઆત્મા તૃપ્ત થશે -તો જ ઘરમાં કંઈ શાંતિ થશે એમ કહે છે!"
મારી આત્મા વગર વિધિએ તપ્ત(ગરમ) થઇ ગઈ અને કહી રહી– અલ્યા, તને પિતૃ ના નડે. તું પિતૃઓને જ નહિ ગામ આખાને નડે છે! તું અહી ધરતી પર જેમને જેમને નડેલો એ બધા ઉકલીને, તારો બદલો તારા પિતૃઓ(ડોહા/ડોહી) પાસે લે છે! ભલા માણસ તારા વડીલોએ પુત્ર-દોષની વિધિ કરાવવી જોઈએ- તારાથી લોકોને બચાવવા! છતાં પણ આ પિતૃદોષની વિધિ કરવામાં એક સારો પોઈન્ટ મને એ લાગે છે કે- ભલે પિતૃઓની છેલ્લી ઘડીએ એમનું મોઢું જોવા કે ગંગાજળ પીવડાવવા આખું કુટુંબ નવરું ના પડ્યું હોય, ભયથી વિધિ કરાવવા તો બધા જ ભેગા થાય!

સીન-૫:
"આ ટીકુનાં લગ્નમાંથી પાછી આવી ત્યારથી તબિયત સારી જ નથી રહેતી. તમારા ભાઈને કેટલી વાર કીધું શનેશ્વર જઈ આવીએ, અને ત્યાનો કાળો દોરો બનાવી લાવીએ મારા માટે. મને તો ઝટ દેતા નજર લાગી જાય. બેન શું કહું? મીઠી નજર પણ લાગેને! અને તમારા ભાઈ તો કહે છે કે હું બિલકુલ કંગના રાણાવત જેવી લાગુ છું! "
દિમાગની બધી જ સર્કિટો જાણે મીઠી અને તીખી નજરોથી ફ્યુઝ થઇ ગઈ અને વિચાર આવ્યો- હા, તમે અમારા ભાઈને કંગના જેવા લાગો પણ અમારા ભાઈ મનમાં બોલ્યા હશે કે "રાઝ-૨ – ધ મિસ્ટ્રી ક્નટીન્યુઝ " નાં એન્ડવાળી કંગનાં એટલે કે ભૂત જેવી! એટલે તમને મીઠી/તીખી/ખાટી/મોળી કોઈ નજર નાં જ લાગે! મને તો એ નથી સમજાતું કે કોઈની નજર આંખમાં થી નીકળીને બીજાને જઈને કેવી રીતે લાગે? પેલું કાર્ટુનમાં બતાવે એમ આંખો માં સ્પ્રિંગ હોય, કે તે કઈ સારું જોય એટલે બહાર આવી જાય?

સીન-૬:
“હે
ભગવાન, ભણ્યા પણ મારા રોયા ગણ્યા નહિ! ટાપ-ટીપમાં જ હોશિયાર આજની મમ્મીઓ,
સંસ્કારના નામે મીંડું! એ છોરી, તારી માંએ તને શીખવાડ્યું નથી કે હનુમાનદાદાના
મંદિરમાં સ્ત્રીઓથી નાં જવાય? સીધી મોઢું ઊંચું કરીને ઘુસી ગઈ.. જા બહાર ઊભી રહીને
દર્શન કર!”
હીરની
સાથે આજકાલની અસંસ્કારી મમ્મી એટલે કે મારી આંખો પણ ભીની થઇ અને પૂછી રહી-
હનુમાનદાદા એટલે હીરના “હનુદાદા”, એના બેસ્ટફ્રેન્ડ! એમના બાળ-હનુમાન
સ્વરૂપ(કાર્ટુનમાં આવે એજ તો!) પાસે તો હીર આખા ગામની બહાદુરી અને ડહાપણ શીખી છે!
એમનાં મંદિરમાં જવું એટલે હીર માટે તો ફ્રેન્ડને મળવા જવા જેટલી સહજ અને ખુશીની
વાત. સંસ્કારી દાદીમાંને કોણ સમઝાવે કે હનુમાનદાદાના મંદિરમાં સ્ત્રીઓથી નાં જવાય
પરંતુ હીર તો બાળક છે! અને મંદિરમાં જવામાં પણ કેવો આ જેન્ડરબેઝ્ડ બાયસ- આવી કેવી
અંધશ્રદ્ધા?
***
આ તો માત્ર જુજ ઉદાહરણ છે! આવા ઘણા બધા લોકો, પ્રસંગો રોજ-બરોજ આપણી સાથે આપણી આજુ-બાજુ બનતા રહે છે!
પણ શું આપણે આ અંધશ્રદ્ધાને દુર કરવા પ્રયાસ કરીએ છે?
ના, આપણે ભણેલા-ગણેલા, શિક્ષિત, સો કોલ્ડ સિવિલાઈઝડ લોકો બીજાના ફટામાં ટાંગ નથી અડાવતા! જેને જે માનવું હોય એ માને – કોઈની ધાર્મિક માન્યતાઓ દુભાવવાની નહિ- એવું ન્યુટ્રલ આપણું સ્ટેન્ડ!
આ
શ્રદ્ધા/અંધશ્રદ્ધા તો વર્ષોથી ચાલી આવે છે- તો કૈક તો સત્ય હશે જ ને? રખેને સાચું
નીકળે અને આપણને નુકશાન થાય-એના કરતા માનવામાં શું જાય છે? – જેવા ઘટિયા બહાના હેઠળ
માનતા રહીએ છે સદીઓની સડેલી અને ગળેલી માન્યતાઓ- અંધ્શ્રધ્ધાઓ!
માત્ર
હસી ને, અવગણીને,ભૂલી
જઈએ છે આ આંધળા અનુકરણની સાઈડ ઈફેક્ટસને ...
અને
આશા રાખીએ છીએ કે સમાજ બદલાય! લોકો સુધરે! વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારે!
પણ આ દ્રષ્ટિકોણ બદલશે કોણ? શરૂઆત કોણ કરશે?

ખોલો પોતાની આંખો
અને મદદ કરો બીજાને પણ સ્પષ્ટ અને વૈજ્ઞાનિક વિચારસરણીથી જોતા અને સમઝતા! શ્રદ્ધા
અને અંધ-શ્રદ્ધા વચ્ચેના સુક્ષ્મભેદને સમઝો અને સમઝાવો.
Comments