લાઈફ સફારી-૧૦, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન- ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર LINK :: http://gujaratguardian.in/E-Paper/02-19-2013Suppliment/index.html *** આખો દિવસ મોબાઈલમાં ચોંટેલો રહે છે, કોઈક દિવસ તો ચોપડા હાથમાં લે! ટીવી, મુવી, ફ્રેન્ડઝ સાથે રખડપટ્ટી અને બાકી હોય એમ આ મોબાઈલ અને ઇન્ટરનેટ! એક બિલ ભરતા પણ જો આવડે કે બેંકનું કામ કરતા પણ આવડે તો તારો જન્મારો સફળ! કાલ ઉઠીને લગન થશે, બે છોકરાનો બાપ થઈશ તો એમની સ્કુલની ફી ભરવા તારી માને મોકલશે? એક પણ સારો ગુણ હોય કુંવરજીમા તો તામ્રપત્ર પર લખાવી ડ્રોઈંગ રૂમમા લટકાવું. આવા ને આવા લખ્ખણ રહશે તો કઈ છોકરી પરણશે અને સંઘરશે તને? થોડું ભણતા શીખો, થોડા સંસ્કાર શીખો અને ફેમીલી માં હળતા-મળતા શીખો તો સારી છોકરી મળશે, નહીતો માથે જ પડીશ અમારા આખી જીન્દગી- પથરાની જેમ! “- ગુસ્સામાં મમ્મી ત્રાટક્યા અને કુંવરજી ની આંખો ભરાઈ આવી! રમવા- ભમવાનું છોડી સંસ્કાર શીખવા પડશે, ભણવું પડશે અને કુટુંબ પ્રત્યેની જવાબદારીઓ નિભાવવી પડશેએ વિચારથી કુંવરજી હતાશ થઇ ગયા! ઉપરનો ડાયલોગ ભૂલમા પણ ક્યાય સાંભળવામાં આવ્યો છે? જો હા, તો ગીનીઝ્બુકમાં ઉપરના ડાયલોગ બોલનાર...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)