Skip to main content

શોધવું , મળવું અને ફરી ખોવાઈ જવું ....

"ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ આઈ એમ ટોકિંગ ટુ માય ડેડ . ગીવ મી  સ્પેસ એન્ડ પ્લીઝ લીવ ફ્રોમ હિઅર ."- આંખો થઇ શકે એટલી મોટી કરીને , ફેસ પર ગુસ્સા નો લાલ રંગ થોપી ને, અવાજ ની પીચ એકદમ હાઈ કરીને મેં કહ્યું , ખખડાવ્યા એમને।।।
એમને એટલે - નામ શું ખબર ? લાસ્ટ 20 મીનીટસ થી હું ડેડ સાથે વાત કરવા એમની રાહ જોઉં છું અને આ  અજનબી ક્યારનો મને સ્ટેર કરી રહ્યો છે,  જાણું છું હું।
જો બીજી કોઈ જગા એ , બીજા કોઈ પ્રસંગે આ ગુસ્તાખી કોઈએ  કરી હોત , તો સુરતી શ્લોક કે એક ટાઈટ સ્લેપ થી જ જવાબ આપ્યો હોત!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"પપ્પા , કેટલું મોડું  કર્યું તમે ? "- કદાચ  ગુસ્સા નો પારો ઉપર જ હતો। પણ હવે પપ્પા આવી ગયા એટલે - હું ને મારા પ્રોબ્લેમ્સ બધું સોર્ટ થઇ જશે!
"મોડું કર્યું ? મને તો એમ કે તું કમ્પ્લેન કરવા આવી છે કે પપ્પા કેમ આટલી ઉતાવળ કરી? "- પપ્પા હસી રહ્યા, પેલી જલારામબાપા ની મૂર્તિ જેમ મંદ મંદ હસે છે ને  તેમ જ!
"હા એ કમ્પ્લેન તો આખી જિંદગી ની જ છે ! છેલ્લા 3 વર્ષ થી કરું છું , પણ તમે ક્યાં સાંભળો છો! આજે પણ આમ દાદાગીરી કરીને નાં બોલાવ્યા હોત તો ...." - કમ્પ્લેન પર કમ્પ્લેન કરતી હું , પાપા સાથેની કીમતી ક્ષણો વેડફી રહી છું એ સમઝાય એ પહેલા તો........
"એ પણ છે જ તો! પણ સમય નો અભાવ બેટા તને જ રહ્યો છે , પહેલા પણ અને અત્યારે પણ! જોને હું બીમાર હતો ત્યારે પણ તેં વેકેશન માં આવીશ નાં વાયદા કર્યા , અને તારા એ વાયદા તું પુરા કરે એ પહેલા મારી સફર શરુ થઇ ગઈ! અને મેં તો તને ત્યારે પણ કમ્લેન નથી જ કરી કે બેટા તું સહેજ જ લેઈટ થઇ ગઈ .... હું બસ જોઈ રહ્યો એ ખુલ્લા દરવાજા સામે , તું આવી પણ ખરી પણ .... "- હું અને પપ્પા જોઈ રહ્યા એકબીજાની સામે ...... આંસુ , શબ્દો અને ફરિયાદો પણ ક્યારેક કેટલા મીઠા લાગે છે !

"ચલ હવે આમ મોઢું ના ચઢાવ ... તારા જ મોઢું ચઢાવના ગુણ હીર માં પણ આવ્યા છે ! " - પપ્પા માથા માં હાથ ફેરવી મારા આંસુ ઓ ને નીચી નજરે ટોકી રહ્યા , એમની ગેર હાજરી માં અગણિત વાર મારી આંખો ને ભીની કરવા ...

"પપ્પા , તમે પણ? બધા જ મને આમ જ કહે છે , કે હીર માં મારા જ ગુણો આવ્યા છે ...પણ મને દિલ થી એવી ઈચ્છા છે કે હીર મારા જેવી બિલકુલ નાં જ થાય! "- પાપા ના ખભે માથું નાખી ને હું જાણે  8-10 વર્ષ ની વેલવેટ નું ઘૂંટણ સુધી નું ફ્રોક પહેરતી, કારણ વગર ચપ ચપ કરતી,  ગોલુ મોલુ, ભૂમિકા બની ગઈ!

"પપ્પા , ક્યાં ચાલ્યા ?" - પપ્પા જાણે સાચેજ ગુસ્સે થઇ ગયા હોય એમ, મારી જ સ્ટાઈલ માં છણકો કરી ઉભા થયા ...
"તારે આવી વાતો કરવી હોય તો મારે વાત નથી કરવી ... "- મારી સામે જોયા વગર જ બોલ્યા પપ્પા ... ખબર ને એમને કે મારી સામે જોઇલે, તો ગુસ્સો કરવાની એમની તાકાત જ નથી!
"મેં એવું કઈ તો નથી જ કીધું ને! " - હું રીવાઈન્ડ કરી રહી , મારા ને મારા શબ્દો ને , વાક્યો ને .... અને વિચારી રહી - કાશ આમ વીતેલી ક્ષણો - ગમતી પળો પણ રીવાઈન્ડ કરી  ને ફરી જીવી શકાતી હોત ... તો ...
" મારી સામે એમ બોલવાની તારી હિંમત જ કેમ થઇ કે- હીર ને મારે મારા જેવી નથી જ થવા દેવી ... તું જે છે , તને એ બનાવામાં મેં મારી જિંદગી , સપના અને સંવેદનાઓ સીંચ્યા છે ... તું આમ કહીને મારી માવજત અને પરવરીશ પર સવાલ કરે છે! "- પપ્પા મારા હાથ ને એમના હાથ માં લઇ , હાલ માં જ ભાખરી કરતા દાઝી ગઈ હતી ત્યાં પસવારી રહ્યા!
કદાચ ઘણા બધા ઘા માત્ર ને માત્ર પપ્પા ને જ દેખાય છે ,  છુપાવાના લાખ પ્રયત્નો પછી પણ!

"પપ્પા , મેં તમારા પેરેન્ટિંગ પર નહિ મારા પોતાના હોવાપણા પર સવાલ કર્યો છે! તમને આખી જિંદગી મારા પર ગર્વ રહ્યો છે ! પણ કદાચ દરેક પિતાને પોતાની દીકરી કે દીકરા માટે હોઈજ શકે એવી સાહજિક ફીલિંગ છે એ પપ્પા ... "-  આંખો નીચી કરી ને બોલાયેલા દરેક શબ્દો મારા દ્વારા બોલાયેલા "બીજા કોઈકના " જ શબ્દો છે - એવું પપ્પા ક્યાં નથી જાણતા!

"સારું એમ રાખ ...  હવે વાત કર કે હીર ને તારે તારા જેવી નહિ જ તો-કેવી બનાવવી છે ? " - પપ્પા જાણે મારો ઈન્ટરવ્યું લેતા હોય એમ પૂછી રહ્યા ...
"પપ્પા , મારી હીર ને એકદમ સામાન્ય છોકરી જેવી બનાવવી છે। જે ઢીંગલીઓ થી જ રમે .. જે એના ઘેર મેહમાન આવે તો હોમવર્ક કરવાનું બાજુ પર મૂકી ને પાણી નો ગ્લાસ ભરવા જાય .. જે સ્ટડીઝ,  પ્રોજેક્ટ વર્ક ને સાયંસ કોમ્પીટીશન કરતા કિચન, કુકરી શો અને રેસેપી કોમ્પીટીશન માં રસ વધુ લે ...
જે ઘરમાં બેસી વિવિધ સાહિત્યિક બુક્સ વાંચવામાં સમય નાં વેડફે  અને ઘરના ઓટલે બેસી કિચન પોલીટીક્સ ,  સોસાયટી સમાચાર અને ફેશન-બ્યુટી ટીપ્સ ને એન્જોય કરી શકે ..  જે પોતાનું દિમાગ માત્ર ને માત્ર પિતા, પતિ કે ઘરવાળા ની મરજી અને ઈચ્છા જેટલું જ ચલાવે અને જે સપના જોતા પહેલા પણ પરિવાર ની પરમીશન અચૂક લે - એવી ... ઇન શોર્ટ સુંદર, સુશીલ સંસ્કારી , ઘર રખ્ખું આદર્શ ભારતીય નારી  !  " - એક એક શબ્દ બોલતા સરી પડેલો એક એક આંસુ , એ એક એક એચીવમેન્ટ  હતી જે મેં રાત-દિવસ મહેનત અને ઉજાગરા કરીને મેળવ્યા હતા- અને જેના માટે પપ્પા ને આજીવન ગર્વ રહ્યું  ...
વહી ગયું સઘળું ... શબ્દો બની ને , આંસુ માં ..

"હા હા હા ..." - પપ્પા અણધાર્યું અટ્ટહાસ્ય કરીને બોલ્યા - " તું જેમ કહે છે એમ તો હીર ક્યારેય નાં જ બની શકે .. .તે કોઈ દિવસ ગુલાબ ના છોડમાં ધતુરા ના ફૂલ જોયા છે ? હીર જે બીબા માં પોષાઈ છે -જન્મતા પહેલા  અને પછી પણ , એ બીબા ની અસર અને આકાર તો તું કેમ છોડાવીશ ? અને સાચેજ તારા દિલ ને પૂછ - શું સાચે તને તારા ઉછેર કે તારા તું જે છે એવી હોવા પર એટલો સંકોચ છે ?  નાં જ હોઈ શકે, હું જાણું છું તને! આ માત્ર તારી જગ્દોજહેદ છે , તારા માં રહેલા એ "જુદા-નોખા " અસ્તિત્વ નો સરખા અને સ્વજનો નાં અસ્વીકાર સામે અને તને ગમતીએ સહેજ "જુદી દિશાઓ " માં જતી તને રોકવા , અને ઘેંટાઢાળ માં તને દોરવા ખેંચેલી સીમાઓ સામે!  "  પપ્પા નો બોલાયેલો  એક એક શબ્દ જાણે   બરફ   બનીને  એ બળતરા અને આક્રોશ ને ઠારી રહ્યો જે એમના જવા પછી જ કદાચ મારા પર હાવી થઇ શક્યો છે!
"જવા પછી ..... ? "  - કેટલાક શબ્દો વિચારવાથી પણ થાક લાગે, ભાર લાગે!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

" બેન , તમારી તબિયત તો ઠીક છે ને ? તમારી સાથે કોઈ છે , કોઈને બોલાવું ? "  - હજુ થોડી વાર પહેલા મેં જેને ડરાવી અને ખખડાવી ને ભગાવ્યો હતો એ જ ચોકીદાર એકદમ માયાળુ અવાજે કહી રહ્યો ... કદાચ એ પણ સમઝી ગયો કે ...

" ના, હું ઠીક છું . હા, હવે ઠીક છું કદાચ ... અને મારી સાથે કોઈ નથી હવે ... જે હતા એમને અહી જ તો ... " - મારા શબ્દો માં વર્તાતી સ્વસ્થતા કે મારા ચહેરા પર દેખાતી શાંતિ કદાચ એ ચોકીદાર ને મુંઝાવી ગઈ ...

બહાર નીકળતા - "વડી-વાડી સ્મશાન ગૃહ " - નામ વાંચી ને હું અનાયાસે હસી પડી।
કોણ જાણે હવે  વાર ક્યા શોધીશ તમને પપ્પા .....
કોણ જાણે  ક્યા સુધી આ -શોધવું , મળવું અને ફરી ખોવાઈ જવું ....Comments

Vidit Pathak said…
Have no words to express what I felt after reading your post on,
"શોધવું , મળવું અને ફરી ખોવાઈ જવું ...."
It was grt...
Vidit Pathak said…
Have no words to express what I felt after reading your post on,
"શોધવું , મળવું અને ફરી ખોવાઈ જવું ...."
It was grt...
Envy said…
Stunned to read this...
Anonymous said…
શબ્દે શબ્દે જાણે આંખ ભરાય જાય..જો વાંચવા વાળા ની આં હાલત હોય તો લખતી વખતે શું અનુભવ્યું હશે..દુનિયા મા,દુનિયા થી પરે આવા સંબંધો પણ હોય છે..
I hv read yr many of the blogs... n it's amaizing... much more lyk... keep it up...
હમમ... લગભગ સમાતર પ્રવાહ માં ચાલતી લાઇફ મા ફરક એટલો છે કે તમે અભિવ્યક્ત કરી લો છો અને મને હમણા હમણા તે માટે શબ્દો નથી મળતા. શુભકામના સહ.

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…