જાહેર નોટીસ ::
ઉપરની નોટીસ વાંચીને સૌથી પહેલો શું વિચાર આવે ?
-- આપણું નામ નથી ને એમાં - એ જોવાનો! { જવાબ પુરો! }
દર બીજા કે ત્રીજા દિવસે જાહેર નોટીસ ના નામે છપાતી આવી સંબંધો ની હરાજી - જોઈને લાંબા સમયથી કૈક લખવાની ઈચ્છા થઇ હતી ....
-- તો હવે ભોગવો!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
જાહેર નોટીસ ::
અમો એડવોકેટ નહિ એવા { અહી કોઈ ડોક્ટર કે ઈન્જીનીયર ને સી.એ થી આગળ ક્યા કોઈ કઈ બનવા દે છે યાર! } - મતદાન ની ઉમર વિતાવ્યે પણ મુ. ને કુ. એવા - તમારા સુપુત્ર / સુપુત્રી , રહે - તમારી નીગરાની માં ૨૪ કલાક , ની સૂચના અને માહિતી અન્વયે આ જાહેર નોટીસ થી તાકીદ કરવાની કે અમારા બાજુના ફોટોવાળા માતા/પિતા નામે - પૂજ્ય પપ્પા /મમ્મી તેઓએ અમારી સંમતિ સિવાય અમારી સાયન્સ/કોમર્સ લાઈન ની પસંદગી , કેરિયર , અમારી ફ્યુચર જોબ , અમારા રોજ પહેરવાના કપડા થી લઈને આજીવન સાથે જ રાખવા પડતા જીવન સાથી ની પસંદગી કરતા રહ્યા છે અને તેમના આ આપખુદ વર્તન અને દખલગીરી થી ગૂંગળાઈને અમે એમને આમારા "વાલીપણા" માંથી બેદખલ કરીએ છે! જેથી અમારા વાલીઓ ની સાથે કોઈ પણ પ્રકારના નાણાકીય કે સમાજીક વ્યહવાર કરવા નહિ અને જે કોઈ વ્યક્તિ કે સંસ્થા કરશે તો એમાં અમારી જવાબદારી રહેશે નહિ- જેની જાહેર જનતા એ નોંધ લેવી.
{
આવી નોટીસ ટૂંક સમય માં વાંચવા મળે તો નવાઈ પામવી નહિ!
}
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
હવે કઈ નોટીસ વધુ સત્ય અને વિચાર પ્રેરક લાગી?
આ પોસ્ટ લખવા પાછળ નો કોઈ હેતુ - માતા / પિતા કે વડીલો ને દુખ પહોંચાડવા નો ધરાર નથી!
પણ લગભગ રોજ ની એક ની ગણતરી એ છપાતી આવી જાહેર- નોટીસ ની "ટીસ " હવે દિલ ને ચચરે છે!
લવ-મેરેજ હોય કે નાણાકીય ગૂંચવણ , જ્યારે પણ કુટુંબ પરિવાર પોતાના સંતાનો/સ્નેહીઓ ના જોગે આવી "જાહેર નોટીસ" છાપે ચઢાવે છે ત્યારે માત્ર એક જ પ્રશ્ન થાય છે કે -
શું આવી નોટીસ છાપવાથી સાચે જ સંબંધો ના છુટા-છેડા થતા હશે ?
જો હા ,
તો તો આવી નોટીસો છાપવા અલાયદા છાપા શરુ કરવા પડે એટલા પ્રશ્નો ઘેર-ઘેર મળશે !
અને જો ના,
તો ... પોતાના સ્નેહી કે સંતાન ના આમ ગામ વચ્ચે કપડા ઉતારી ને આપણે એમના નામની "નોટીસ" છપાવી કે "આપણી " બુદ્ધિ ની ?
જો ક્યાંક કોઈ સંબંધ તૂટે છે , કોઈ લાગણી ને ઠેસ પહોંચે છે કે કોઈ ઈગો હર્ટ થાય છે , તો એના "દર્દે ડિસ્કો " - ટાઈપ ના ગીતડા ગામ વચ્ચે ગાવાથી કોઈ સુકુન મહેસુસ નથી જ થવાનું , પણ હા, એ તૂટવું, દુખવું ને દાઝવાને સહેજ સાઈડ પર મૂકી એ સ્નેહી સાથે વિતાવેલી અમુલ્ય પલો જો માત્ર એક ક્ષણ માટે પણ સાંભરી જશે તો કદાચ ......
છેલ્લે :
ક્યાંક ડાયવોર્સ વિષય પર શાહરુખ ખાન ના વ્યુઝ વાંચ્યા હતા ..
" મતભેદ કે મનભેદ તો આપણા માતા-પિતા , ભાઈ બહેન કે સંતાનો સાથે પણ થાય છે - જેમને આપણે ડાયવોર્સ આપતા નથી , તો પત્ની ને શા માટે ? "
---
લો કરો વાત , હવે તો દરેક સંબંધ માં ડાયવોર્સ છે !
તમારે કોની સાથે કયો ભેદ છે ?
ચઢાવો મિથ્યાભિમાન ની રીસ અને ...
આપી દો - જાહેર નોટીસ !!!!
Comments
જયભારત.
:) Nice article.
અમારા અસીલની સુચના થી...
સહી અવાચ્ય... ;)
એવું તો હજીય ચાલે,પણ આજના જ પેપરમાં એક નોટીસ એવી જોઈ કે અમારા કહ્યામાં નથી...
અલ્યા,કહ્યામાં નહોતી તો ફેસબુક પર શેર કરવું હતું ને,વધુ દાઝ ઓલવી શકાત....