Skip to main content

"જાહેર નોટીસ" ની ટીસ ....

જાહેર નોટીસ ::


ઉપરની નોટીસ વાંચીને સૌથી પહેલો શું વિચાર આવે ?
-- આપણું નામ નથી ને એમાં - એ જોવાનો! { જવાબ પુરો! } 

દર બીજા કે ત્રીજા દિવસે જાહેર નોટીસ ના નામે છપાતી આવી સંબંધો ની હરાજી - જોઈને લાંબા સમયથી કૈક લખવાની ઈચ્છા થઇ હતી ....
-- તો હવે ભોગવો! 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જાહેર નોટીસ ::


અમો એડવોકેટ નહિ એવા { અહી કોઈ ડોક્ટર કે ઈન્જીનીયર ને સી.એ થી આગળ ક્યા કોઈ કઈ બનવા દે છે યાર! } - મતદાન ની ઉમર વિતાવ્યે પણ મુ. ને કુ. એવા - તમારા સુપુત્ર / સુપુત્રી , રહે - તમારી નીગરાની  માં ૨૪ કલાક , ની સૂચના અને માહિતી અન્વયે આ જાહેર નોટીસ થી તાકીદ કરવાની કે અમારા બાજુના ફોટોવાળા માતા/પિતા નામે - પૂજ્ય પપ્પા /મમ્મી  તેઓએ અમારી સંમતિ સિવાય અમારી  સાયન્સ/કોમર્સ લાઈન ની પસંદગી , કેરિયર , અમારી ફ્યુચર જોબ , અમારા રોજ પહેરવાના કપડા થી લઈને આજીવન સાથે જ રાખવા પડતા જીવન સાથી ની પસંદગી કરતા રહ્યા છે અને તેમના આ આપખુદ વર્તન અને દખલગીરી થી ગૂંગળાઈને અમે એમને આમારા "વાલીપણા" માંથી બેદખલ કરીએ છે! જેથી અમારા વાલીઓ ની સાથે કોઈ પણ પ્રકારના નાણાકીય કે સમાજીક વ્યહવાર કરવા નહિ અને જે કોઈ વ્યક્તિ કે સંસ્થા કરશે તો એમાં અમારી જવાબદારી રહેશે નહિ- જેની જાહેર જનતા એ નોંધ લેવી. 

{
આવી નોટીસ ટૂંક સમય માં વાંચવા મળે તો નવાઈ પામવી નહિ! 
}
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

હવે કઈ નોટીસ વધુ સત્ય અને વિચાર પ્રેરક લાગી?

આ પોસ્ટ લખવા પાછળ નો કોઈ હેતુ - માતા / પિતા કે વડીલો ને દુખ પહોંચાડવા નો ધરાર નથી!

પણ લગભગ રોજ ની એક ની ગણતરી એ છપાતી આવી જાહેર- નોટીસ ની "ટીસ " હવે દિલ ને ચચરે છે!

લવ-મેરેજ હોય કે નાણાકીય ગૂંચવણ , જ્યારે પણ કુટુંબ પરિવાર પોતાના સંતાનો/સ્નેહીઓ  ના જોગે આવી "જાહેર નોટીસ" છાપે ચઢાવે છે ત્યારે માત્ર એક જ પ્રશ્ન થાય છે કે -

શું આવી નોટીસ છાપવાથી સાચે જ સંબંધો ના છુટા-છેડા થતા હશે ?

જો હા ,
તો તો આવી નોટીસો છાપવા અલાયદા છાપા શરુ કરવા પડે એટલા પ્રશ્નો ઘેર-ઘેર મળશે !

અને જો ના,
તો ... પોતાના સ્નેહી કે સંતાન ના આમ ગામ વચ્ચે કપડા ઉતારી ને આપણે એમના નામની "નોટીસ" છપાવી કે "આપણી " બુદ્ધિ ની ?

જો ક્યાંક કોઈ સંબંધ તૂટે છે , કોઈ લાગણી ને ઠેસ પહોંચે છે કે કોઈ ઈગો હર્ટ થાય છે , તો એના  "દર્દે ડિસ્કો " - ટાઈપ ના  ગીતડા ગામ વચ્ચે ગાવાથી કોઈ સુકુન મહેસુસ નથી જ થવાનું , પણ હા, એ તૂટવું, દુખવું ને દાઝવાને સહેજ સાઈડ પર મૂકી એ સ્નેહી સાથે વિતાવેલી અમુલ્ય પલો જો માત્ર એક ક્ષણ માટે પણ સાંભરી જશે તો કદાચ ......

છેલ્લે :
ક્યાંક ડાયવોર્સ વિષય પર શાહરુખ ખાન ના વ્યુઝ વાંચ્યા હતા ..
" મતભેદ કે મનભેદ તો આપણા માતા-પિતા , ભાઈ બહેન કે સંતાનો સાથે પણ થાય છે - જેમને આપણે ડાયવોર્સ આપતા નથી , તો પત્ની ને શા માટે ? "

---

લો કરો વાત , હવે તો દરેક સંબંધ માં ડાયવોર્સ છે !

તમારે કોની સાથે કયો ભેદ છે ?

ચઢાવો મિથ્યાભિમાન ની રીસ અને ...
આપી દો - જાહેર નોટીસ !!!! 

Comments

Prasham Trivedi said…
કાશ આવી નોટીસ આપવા થી શાંતિ મળતી હોત. સાલાઓ આપણને જરૂર હોય ત્યારે આશ્વાસન ના બે શબ્દો કહેવાની ઈચ્છા ન રાખતા હોય. પણ જયારે આપણે નિરત જીવે કોઈ ઉજવણી કરતા હોઈએ ત્યારે ગામ વસ્યું ન હોય અને ભીખ માંગવા આવી જાય છે. ખરેખર આવી નોટીસો આપતી હોત તો સારું હતું. માવતર થી કમાવતર થવાય, પણ છોરું થી કછોરું ન થવાય

જયભારત.
Envy said…
આથી જાહેર જનતા જોગ નિવેદન કે, ઉપરોક્ત બ્લોગ ના લેખિકા કોઈ વાચકના કહ્યા માં નથી તો કોઈએ એમના બ્લોગ ઉપર કોમેન્ટ કરવી હોય તો પોતાના જોખમે કરવી, પાછળથી તકરાર ચાલશે નહિ ;)
Sakshar said…
ચઢાવો મિથ્યાભિમાન ની રીસ અને ... આપી દો - જાહેર નોટીસ !!!!
:) Nice article.
Harsh Pandya said…
આથી લાગેલા વળગેલા તમામ લોકોને આ સાથે જાહેર નોટીસ આપવામાં આવે છે કે પ્રસ્તુત બ્લોગ કે બ્લોગ લેખિકા પર કોઈ પણ જાતનો હક્ક,હિસ્સો,બોજો હોય તોય એની માંગણી કરતી કે દાવો કરતી અરજી સ્વીકારવામાં આવશે નહિ કેમકે સદરહુ બ્લોગ અમારા અસીલ ભૂમિકા કેયુર શાહ ના નામે છે જેના દસ્તાવેજી પુરાવા આ સાથે નામદાર રીડર્સ કોર્ટમાં જોડેલ છે.એટલે વિચારો અલગ હોવાની માંગણી કે PIL ફાઈલ કરવી નહિ.તેમ છતાંય જો કોઈ કરશે તો એ પોતાના ખર્ચે અને જોખમે કરશે....

અમારા અસીલની સુચના થી...

સહી અવાચ્ય... ;)
Harsh Pandya said…
hehehehe...

એવું તો હજીય ચાલે,પણ આજના જ પેપરમાં એક નોટીસ એવી જોઈ કે અમારા કહ્યામાં નથી...

અલ્યા,કહ્યામાં નહોતી તો ફેસબુક પર શેર કરવું હતું ને,વધુ દાઝ ઓલવી શકાત....
niravsays said…
ડાય ( બંને ) વોર્સ ( યુદ્ધ ) / બંને વચ્ચે થતું લીગલ યુદ્ધ , કે જે બે માણા ( પતિ પત્ની ) મા જ થતું હતું , એ હવે સાર્વત્રિક થઇ રહ્યું છે . . so the word is family wars .

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…