Skip to main content

જીન્દગી "આઈ","યુ " નહિ - "વી" ~ " શ્વાસ " સાથે જ જીવી શકાય !

"હેલો , કેન આઈ ટોક ટુ પ્રોફેસર શ્રીવાસ્તવ ? "- ફોન ના સામે છેડે થી એક સૌમ્ય અને મધુર પ્રશ્ન ડોકાય .
" પ્રોફેસર સાહેબ  લંચબ્રેક પર છે , કોલ કરતા પહેલા એક વાર ટાઈમ જોઈ લેતા હોવ તો ! એક મિનીટ ચાલુ રાખો." - અણગમા અને ગુસ્સો કદાચ સમા છેડે સ્પષ્ટ વર્તાઈ જ જાય એટલો વેધક.

" સંભાળો છો? તમારી કોઈ સગલી નો ફોન છે! બધા કાઠા- કબાડા ઓફીસ માં જ પતાવીને આવતા હોવ તો! કોણ જાણે કઈ નવી આફત છે, અંગ્રેજી તો જાણે આખી દુનિયા માં બીજા કોઈને આવડે જ નઈ !! " - પ્રોફેસર શ્રીવાસ્તવ ને ફોન આપતા આપતા એમના ધર્મ- પત્ની એ જાણી જોઈને જ મોટેથી આખી કથા કરી, કોલ કરનાર ને શરમિંદા કરવા જ તો કદાચ!

અને આટલું સાંભળ્યા પછી કોલ સામેથી કટ નાં થાય તો જ નવાઈ !

" હેલો , હેલો ... " - પ્રોફેસર શ્રીવાસ્તવ ક્ષોભ સાથે સામે છેડે  થી કોલર વોઇસ ની જગ્યા એ  સંભળાતી રીંગ થી એક વાર ફરી અકળાયા!

" શું મઝા આવે છે તને આમ મારા પ્રોફેશનલ રીલેશન બગડવાની ? તારે જે કહેવું હોય મને કહે, બીજા ની સામે કેમ આમ ભવાઈ કરે છે! તું કહે એમ , તું કહે એટલું જ જીવું છું - તો પણ કેમ વાતે વાતે આમ ગૂંગળાવે છે! "- રોજ રોજ ની બદસલૂકી થી ગૂંગળાયેલા પ્રોફેસર શ્રીવાસ્તવ જાણે કરગરી રહ્યા!

" રહેવા દો ને , મારું મોઢું નાં ખોલાવો, બધું ખબર છે મને! તમે ઓફીસ ના આડ માં શું કરો છો! તમારો મોબાઈલ રોજ જ હું ચેક કરું છુ ! તમારી કઈ કઈ સગલીઓ તમને એસ.એમ.એસ ને કોલ કરે છે એનું લીસ્ટ છે મારી પાસે , બહુ ચુ -ચા કરી ને તો ઘર માં બધા ને કહી દઈશ તમારા  કરતુત ! ઘેર રહું છું એટલે એમ નાં માનસો કે મેં દુનિયા નઈ જોઈ! "- મીસીસ શ્રીવાસ્વ ની માનસિકતા એમના શબ્દે શબ્દે ડોકાઈ રહી .

પ્રોફેસર શ્રીવાસ્તવ ગમ ખાઈ જાય છે , લંચ બ્રેક પતાવી ઓફીસ જતા રસ્તા માંથી નવો સસ્તો મોબાઈલ અને સીમ ખરીદે છે , પોતાના રિલેશન્સ પોતાની રીતે મેન્ટેઇન કરવા. જે મોબાઈલ ના બધા હિસાબ આપવા પડે છે જેનું રોજ સ્કેનીંગ થાય છે , એનો યુઝ લીમીટેડ કરી દે  છે! ઘેર આવે ત્યારે બીજા મોબાઈલ ને ઓફીસ માં રાખી ને આવે છે .

પોતાની પત્ની થી કૈક છુપાવવાનું ગીલ્ટ એમને ધરાર નથી , શા માટે હોવું જોઈએ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

" એસ.એમ.એસ " -  નિરાંતે ટીવી જોઈ રહેલા મિસ્ટર પટેલ ઘડિયાળ તરફ નજર નાખે છે અને એક આંચકા સાથે ઉભા થઇ પત્ની નો મોબાઈલ હાથ માં લે છે.

" રશ્મી ,  ક્યા ગઈ? રસોડા માં ઉંઘી નથી ગઈ ને? જ્યાં જાય તારો આ મોબાઈલ ગળે લટકાવી ને જ ફર તું! તારા ચાહકો રાતે ૧૧ વાગે પણ તને યાદ કાર્ય કરે છે . મને કોઈ વાંધો નથી પણ મને ડીસ્ટર્બ થાય છે! તારા આ લફડે બાજ મિત્રો ને કહી ને આવતી હોય તો કે તું  ઘેર પહોંચે એટલે તો એમનો પ્રેમાલાપ બંધ કરે! " - મિસ્ટર પટેલ ની વાત સાંભળી ને ઘડીભર તો વિચાર આવે કે કેટલી આઝાદ કે સ્વતંત્ર મિજાજ ની હશે એમની પત્ની ...

" કોનો , કોનો એસ.એમ.એસ છે ? હું તો કોઈને એસ.એમ.એસ કરતી જ નથી. તમને ખબર તો છે, મને ક્યા એવી નવરાશ મળે છે ? સહેજ તો બોલતી વખતે ધ્યાન રાખો , બાજુના રૂમ માં મમ્મી પપ્પા હજુ જાગતા હશે! "- એકદમ સંકોચ સાથે રશ્મી પોતાનો મોબાઈલ હાથ માં લે , અને ઇન્બોક્ષ્ ચેક કરે છે . કોઈ અજાણ્યા નંબર પરથી કોઈ ફોર્વર્ડેડ એસ.એમ.એસ જોઈ એના પેટ માં જાણે ફાળ જ પડે!

" કોણ છે આ નવો આશિક? નંબર હજુ સ્ટોર નથી કર્યો ને? કે હજુ વિચાર્યું નથી કે કઈ વાર્તા બનાવાની છે એના નામ ની ? આ મોબાઈલ તને તારી નોકરી પર વહેલું મોડું થાય , ટીંકુ ની સ્કુલ માં કઈ કામ હોય કે મમ્મી પાપા ને કઈ કામ હોય તો તારા સંપર્ક માં રહી શકે એ માટે અપાવ્યો છે - આમ લફડાબાજી  કરવા નહિ! " - મિસ્ટર પટેલ ની અસ્લખિત વાણી ની પીચ મોટી થતી ગઈ, બાજુ ના રૂમ માંથી મમ્મી પાપા પણ બહાર આવી આ ભાવાઈ ની મઝા લઇ રહ્યા!

" મને ... મને નથી ખબર. સાચે , નથી ખબર . કોનો નમ્બર છે , મને નથી ખબર , ભૂલ માં કોઈનાથી મોકલાઈ ગયો હશે. સાચું કહું છું .. મને.. "- શબ્દો જાણે ધીમે ધીમે ગેર હજાર થતા ગયા  , અને એમની અવેજી પુરવા આંસુઓ દોડી આવ્યા!

"અમને તો કોઈ ધોળા દિવસે પણ ભૂલ માં કોલ કે મેસેજ નથી કરતુ! બધા તને જ કેમ કરે છે ? કાલ સુધી માં મને જવાબ જોઈએ - નામ-ઠામ  જોઈએ , આ આશિક નું! "-ટીવી નું રીમોટ પછાડી , ન્યુઝ પેપર નો છુટો ઘા કરી મિસ્ટર પટેલ ધમ ધમ પગ પછાડતા બેડ રૂમ તરફ જી રહ્યા..
અને રશ્મી ...

અને રશ્મી વિચારી રહી- કાશ કોઈ હોત, સાચે જ કોઈ હોત તો .. હાલ , હમણાં જ..
આ રોજ રોજની અકારણ ગાળો ખાવા કરતા - સાચે જ કોઈ ...

આંસુ ઓ જાણે શબ્દો સાથે વિચારો ને પણ ગળી રહ્યા અને નિશ્ચેત રશ્મી પતિ ના શર્ટ માં બટન ટાંકી રહી! આજે સોઈ વાગવાથી પણ કોઈ ઉન્હ્કારો નથી નીકળ્યો , હા સોઈ ની જગાએ કરવાત નાં હોવાનું દુખ જરૂર અનુભવાયું!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"હની , આઈ નીડ યોર ફેસબુક એન્ડ ઈ-મેઈલ પાસવર્ડ. "
"શ્યોર, બટ વ્હોટ ઇસ ધ રીઝન ? "

" માય કલીગ સેય્ડ હી ઇઝ ગોઈંગ સ્ટેડી  વિથ સમ ગર્લ , શી ઇઝ મેરીડ લાઈક યુ , વર્કસ ઇન સેમ કંપની એઝ યુ , એન્ડ હેઝ સેમ હોબીઝ એઝ યુ ... એન્ડ ફ્રોમ હિઝ ડીસ્ક્રીપશ્ન  આઈ ડાઉટ - યુ! "

" હેવ યુ ગોટ મેડ ? વિ આર મેરીડ સીન્સ ૧૨ યર્સ ! ગેટ સમ લાઈફ ઓર ગો  ટુ હેલ! "

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

આજે સવારે મેં લંચ માં ઇદડા બનાવ્યા , ગેસ સમયસર બંધ કરવાનું ભૂલી ગઈ, કે "નિષ્કાળજી"  રાખી , અને ઇદડા થોડા વધુ સોલીડ સ્ટેટ માં કન્વર્ટ થઇ ગયા!
 - એનો સ્વાદ જાણે એની "મજબુતાઈ" માં ખોવાઈ ગયો!

-- ક્યારે આપણે સંબંધ પ્રત્યે નિષ્કાળજી છોડી, શંકા અને  અને ગુસ્સા ના તાપ માં લાગણીઓ ને બરછટ અને નિર્જીવ બનાવાનું બંધ કરી શકીશું ?

કોલેજ આવતા , મારી  પ્રિય ભીલાડ ના પ્રવાસ માં - ઉનાળો ધરાહાર વર્તાઈ રહ્યો! વેકેશન માં પિયર જતી નસીબદાર ફીમેલ્સ સાથે મન્ડે-બ્લુસ માં ઓફીસ જતા અમારા જેવા.... - કમપાર્ટમેન્ટ એકદમ "હોટ " લાગ્યું! અને એક કોલેજીયન, નવી સવી અપડાઉન કરતી છોકરી ને સહેજ ચક્કર આવતા રહેવાયું નહિ , કહેવાઈ જ ગયું - " યાર બારી ખોલો , તડકો આવશે પણ સાથે તાજી હવા પણ લાવશે આને અંદર નો ઉકળાટ બહાર કાઢશે! "

--ક્યારે આપણે નિશ્ચિંત રહીને બારી ખોલતા શીખીશું ? 

"સ્પેસ " જરૂરી છે જીવવા , કદાચ ઓક્સિજન જેટલી જ જરૂરી ! 

જીન્દગી "આઈ"~શ્વાસ [ માત્ર મારા શ્વાસ લેવાથી]   ,  "યુ "~"શ્વાસ" [ માત્ર તારા શ્વાસ લેવાથી]   નહિ - "વી" ~ " શ્વાસ " [ આપણા  એક બીજા સાથે  , એકબીજાની હુંફ માં રહેવાથી ] સાથે જ જીવી શકાય ! 

Comments

agreed thodi to space jaruri j chhe... jo I nahi rahe to WE no koi meaning j nahi rahe..
Unknown said…
એકદમ સાચી વાત, પણ બન્ને તરફ વાતાવરણ એવું મેઇન્ટેન થવું જોયે કે જેથી પરસ્પર વિશ્વાષ નો સંચાર થાય. દુધીયા કાચ ની અંદર શું ચાલે છે તે જોવાનો સૌથી વધુ પ્રયત્ન થતો હોય છે. આ વાતાવરણ લગ્નજીવનના શરૂવાતના વર્ષોમાં ઉભુ થઈ ગયુ તો થઈ ગયુ બાકી જય શ્રી કૃષ્ણ આખ્ખી જીંદગી ગાડુ ખડબચડા રસ્તે જ ચાલવાનું.
લગ્નજીવન નું ૧૦મુ વર્ષ ચાલે છે, આ ૧૦ વર્ષના અનુભવ પર થી કહી શકુ કે જેટલા પારદર્શક તમે હશો તેટલી જ પારદર્શકતાની અપેક્ષા પાર્ટનર પાસે રાખી શકશો.
Hitz said…
ભઈ લાઈફના આ બધા કોમ્પ્લેક્સ ડેટા સ્ટ્રકચર્સ સમજવાના હજુ બાકી છે...ને એમા થોડી વાર એય છે...બાકી, છેલ્લી લાઈનો, એકદમ અફલાતુન !!
Envy said…
ટુકડે ટુકડે પણ અસ્ખલિત....
#
તમારા કી-બોર્ડ માંથી એસીટીલીન ની જ્વાળા નીકળે છે...વહેવા દો આમજ
bhumika said…
@krishna
હા યાર, એકદમ સાચું , આઈ અને યુ એકલા હોય એના કરતા હમ બને એમાં જ મઝા છે!
bhumika said…
@જાગ્રત
તમે કહો છો એવી વાતો ઘણી બધી ફિલોસોફી ની બુક્સ માં વાંચી છે!
દુનિયા એટલી સરળ નથી કે નથી માણસો એટલા સીધા કે અમુક તમુક વર્ષો ની સમઝન આખી જીન્દગી ખેંચાય!

શક કે અવિશ્વાસ કોઈ પણ ઉમરે ને ગમે એટલી ઇન્તીમ્સી પછી પણ થઇ શકે છે! અને ભલભલા સંબંધ ને હચમચાવી શકે છે!

મારી લખેલી વાતો કોણ જાણે કેટલા જીવતા હશે , પૂરું નહિ ટો અંશત્હ , પણ એ સ્વીકારવાની તાકાત કદાચ એટલી સરળતા થી આવતી નથી કેમકે એમ કરતા આપની સુષ્ટુ સુષ્ટુ રીલેશનશીપ કે એકદમ સ્વસ્થ સંબંધો ની સારી ખરાબ બાબતો જગ જાહેર થાય છે!
:)

મારી વાત માત્ર એટલી જ છે કે, બૌ મીઠું પણ સ્વાદ બગાડે છે , એમ એક અંતર રીલેશનશીપ ને હુંફાળી રાખવા જરૂરી છે!

કાજલ ઓઝા વૈદ્ય કહે છે એમ, પૃથ્વી ને સુર્ય એક બીજાથી બૌ નજીક આવે કે દુર જાય તો પણ જીવન શક્ય નથી ~ આ બંને ને એક અંતરે એકબીજાની આસ પાસ ફરતા રહેવાનું છે! આ અંતર ની વાત હું પણ કરું છું!
bhumika said…
@હિત્ઝ

ભગવાન કરે આવી કોમ્પ્લેક્સીતી તમારી લાઈફ માં આવે જ નહિ!

:)

વાંચવા માટે આભાર !
bhumika said…
@એન્વી

હા કદાચ, શું થાય - ખોટું સહન જ નથી થતું!
મારી લાઈફ હોય કે મારી આજુ બાજુ કોઈની , ક્યાંક કઈક ખોટું થાય તો બહુ બળે છે!

અને અહી લખી જાય છે , એ વિચારે કે જો કોઈ ૧-૨ પણ આ વાંચીને કૈક ગ્રહણ કરશે તો મારી પોસ્ટ સાર્થક છે! :)

વાંચવા માટે આભાર!
Atit said…
Flawless, nicely composed and superbly written.

Think something superior than blogging,

stay a month in hibernation and you could write a Book.
Harsh Pandya said…
હું રીલેશનને જુદી રીતે કહું છુ-Acceptance બસ આવી ગયું આમાં...
સાવ અઘરું નથી હંમેશ એકબીજાની સાથે રહેવું 'દર્શિત'
બસ, થોડી સમજણ રાખવી અને ઘણું સમજતા રહેવું.

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...