Skip to main content

ઉતાવળે આંબા પાકે ? - ના , માણસ પાકે!


"બૌ મોડું કર્યું ને કઈ પાછા આવતા ! બહેનબા એ બૌ આગતા-સ્વાગતા કરી લાગે છે ! બેબુ , ફિયા એ શું આપ્યું તને? "- ઘર ના ઉંબરે જ પગ અટકી ગયા . હા, દિલ અને દિમાગ જુદી જુદી દિશા માં ફંટાઈ રહ્યા! 
"ચુકેટ આપી ફિયા એ.. "- હજુ હમણા જ ખાધેલી ડેરી મિલ્ક સિલ્ક હજુ બેબુ ના ગુલાબી ચબ્બી ગાલો પર હાજર હતી! 

બેબુ  ની ફિયા એટલે મારી પિતરાઈ નણંદ- હની , મારા પતિદેવ નાં કાકા ની દીકરી.

"બસ ખાલી ચોકલેટ આપી ને જ પતાવી દીધું ? મેં કીધું હતું ને તને , બહુ પહોળા થવાની કોઈ જરૂર નહતી આપણે પણ! નમસ્કાર એટલાજ ચમત્કાર - આ કળયુગ માં ! "- મમ્મી કદાચ એમના  અનુભવે કહી રહ્યા પણ આમ સાવ જ સ્વીકારી લેવાનું પણ ક્યાં મારા સ્વાભાવ માં છે ! 

રસોડા માં બેબુ નું કોમ્પલાન અને મમ્મી-પાપા માટે દૂધ ગરમ કરતા જાણે  દિમાગ નું ટેમ્પરેચર પણ વધી રહ્યું .. 
" શું નાસ્તો કરાવ્યો નણંદબાએ ? બહારથી જ કઈ મંગાવ્યું હશે , ઘેર કઈ રાંધવા તો આજકાલ ની ભણેલી ગણેલી જોબ કરતી છોકરીઓ ના ઢેકા જ ક્યા નામે છે! " - ભીના વસાણ ને કોરા રૂમાલ થી લૂછતાં લુછતા મમ્મી મારા જવાબ ની રાહ જોઈ રહ્યા! 
અને જાણે ભીના વાસણ ને લૂછતાં રૂમાલ માં આવી ગયેલી ભીનાશ ઉતરી આવી મારા દિલો દિમાગ અને આંખો માં! 

દૂધ ના ઉભરા અને દિલ ના ઉભરા માં કદાચ આ જ ફર્ક હશે , કે એક દેખાય છે , જળવાય છે કેમકે મફત નથી , અને બીજું અવગણાય છે , ઠેબાય છે કેમકે ....કોણ જાણે ? 

" સુહા , તારું ધ્યાન ક્યા છે ? આ મેં ગેસ બંધ ના કર્યો હોત તો દૂધ ઉભરાઈ જ ગયું હોત! કયા લોક માં છે? મમ્મી તને કૈક પૂછે છે જવાબ આપ! "- મમ્મી એ સ્પેશિયલ પોતાના પુત્ર માટે બનાવેલ ચીકુ શેક પીતા પીતા સૌમિલ એ પણ મમ્મી ની અદાલત માં જમાવી. 

"કઈ નૈ એ તો. જરા.. મમ્મી અમે  પેસ્ટ્રી લઇ ગયા હતા, હની ને  બૌ ભાવે છે ને એટલે! તમને બૌ યાદ કરતી હતી. ઘર પણ સરસ રાખે છે , હજુ તો લગ્ન ને ૩-૪ મહિના થયા છે. ૯ થી ૭ ની જોબ અને ઘર સાચવવાનું , થોડું અઘરું પડતું હશે. પણ એકદમ ખુશ માં છે હની , જમાઈ બૌ ધ્યાન રાખે છે! " - સવાલ શું પૂછ્યો હતો એ ભૂલી ને શું પૂછવો જોઈતો હતો - એ ન્યાયે હું જવાબ આપી રહી!

" સુહા , મમ્મી એ હની કેવા જલસા કરે છે , કે એને કેટલી અગવડ પડે છે એ નહિ પણ એણે શું આવ-ભગત કરી એ પૂછે છે! ના રે મમ્મી , અમે જમી ને તરત જ તો ગયા હતા! એટલે નાશ્તા ની અમે જ નાં પાડી , અને કુમાર આઈસ્ક્રીમ નું  પુછતા હતા પણ અમે જ ચા બનાવવા નું સુચન કર્યું! હની એ સરસ આદુ ને ફૂદીના વાળી ચા બનાવી હતી! "-સૌમિલ પણ કદાચ એ જ નજરે પ્રશ્ન જોઈ રહ્યો , જેમ મેં જોયું હતું! 

" કેમ , તમે તો ફોન કરી ને ગયા હતા ને? ભાઈ પહેલી વાર ઘેર આવે તો કૈક તો નાસ્તો ધરાય ને! પહેલેથી જાણ કરી જ હતી તો કઈ નૈ તો બટાકા-પૌવા વઘારી દેવાય - અરે એમાં પણ જોર પડે તો સામે જ તો દુકાનો છે , કૈક ગરમ ફરસાણ લાવી ને પહેલેથી જ મૂકી નાં દઈએ! અમે ગયા ત્યારે પણ ચા માં જ પતાવ્યું હતું! આને કહેવાય ભણ્યા પણ ગણ્યા નહિ! આપણે ઘેર તો સોસયટી માંથી કોઈ એમ જ બેસવા આવે તો પણ કોરા મોઢે નાં  જ જાય! આટલી આવડત નાં હોય તો પૂળો મુકો તમારી ડીગ્રી ને! " - મમ્મી કદાચ સમઝવાના મૂડ માં જ નાં હતા!


" ના મમ્મી , હની એ નાશ્તા માટે પૂછ્યું હતું, અમે જ નાં પાડી , ઘર ના સામે કેવી ફોર્માલીટી ! એમ પણ એ નોકરી થી થાકી ને આવી હોય! અને હજુ તો એ નાની છે! ઘડાતા થોડો સમય ના લાગે? સાવ લગ્ન પછી તરત જોબ ના લીધે જુદી સીટી માં અલગ એકલા રહેવાનું! થોડું અઘરું પડે જ તો! ધીમે ધીમે શીખી  જશે! મને તો હજુ પણ એ નાની કીકલી જ લાગે! રાતો-રાત થોડું બધું આવડી જાય? અનુભવ થશે એમ એમ શીખશે!"-સૌમિલ મમ્મી ને સમઝાવવા મથી રહ્યો , અને મારી ભીની આંખો માં કદાચ જોઈ રહ્યા  એ ઘડાવાના , શીખવાના વર્ષો .... અને એ ઉતાવળે આંબા પકવવા મારા જહેન પર કરાએલો  મેંણા-ટોણા નો વરસાદ! 


કદાચ એટલે જ ઘણા આંબા પર કેરી આવતી જ નથી! - મારી જેમજ તો! 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"દાદી , દાદી ... જલ્દી અહી આઓ ને!  તમે મને ફોન પર તો એમ કહેતા હતા કે મને મેંગો બહુ ભાવે એટલે તમે આપણા ગાર્ડન માં મેન્ગો નો પ્લાન્ટ  ઉગાડ્યો છે ! ક્યા છે ? "- બેબુ ના અવાજ થી જ જાણે એકદમ બંધાઈ અને રૂંધાઈ ગયેલી હવા માં તાજગી આવી. 

હાશ .......
દિલ અને દિમાગ ને  થોડી રાહત મળી જાણે અપેક્ષાઓનું કરફ્યું હળવું થયું ! 

દાદી બેબુ ને ગાર્ડન માં લઇ જઈ જુદા જુદા ફ્લાવર્સ , ટ્રી ની ઓળખાણ આપી રહ્યા! 

"દાદી મને મેંગો ખાવું છે!  ટ્રી ને કહો જલ્દી મેંગો આપે! "- દાદા-દાદી પાસે જ દાદાગીરી કરાય એ ન્યાયે બેબુ એ ફરમાઇશ જાહેર કરી.

"બેબુ .. હજુ તો આ નાનો પ્લાન્ટ છે ! તારા જેવો ટબુકડો ! એને રોજ પાણી પાવું પડે, નિયમિત ખાતર આપવું પડે! એને માપસર સુર્યપ્રકાશ મળે એવી ગોઠવણ કરવી પડે! અને સૌથી મહત્વ નું - રાહ જોવી પડે! " - દાદી ની વાત ને એકધ્યાને સાંભળી રહી બેબુ , પણ એક વાર માં માની જાય તો મારી દીકરી જ નાં કહેવાય ને! 

"એમ થોડું ચાલે દાદી! મને તો હમણાં જ મેંગો ખાવી છે! ટ્રી ને કહો ઉતાવળ કરે. ચાલો આપણે બૌ બધું પાણી નાખીએ! બૌ બધું ખાતર નાખીએ અને એને તડકા માં મૂકી દઈએ ! ઝટ-પટ પ્લાન્ટ માંથી ટ્રી થઇ જાય ને ફટા -ફટ મને મેંગો આપે! "- બેબુ એ  બાળ-સહજ બુદ્ધિ પ્રમાણે તર્ક લગાવ્યો! 


" મારી પરી!  ઉતાવળે આંબા નાં પાકે! આપણે બૌ પાણી, ખાતર કે તડકો આપીએ તો પ્લાન્ટ સુકાઈ જાય! તું બૌ બધું એક સાથે ખાઈ લે તો કઈ રાતો રાત બીગ-ગર્લ થઇ જઈશ ? એવું જ આ પ્લાન્ટ ને પણ હોય ને? ધીમે ધીમે જેમ તું મોટી થશે , એમ આ પ્લાન્ટ પણ મોટો થશે અને સમય થશે ત્યારે જ એના પર મેંગો આવશે! સમઝ પડી ? "- કદાચ અનુભવ એ આનુ જ નામ!

સરળ કે કઠીન કોઈ પણ પ્રશ્ન ને એકદમ સાહજીક રીતે ઉકેલી શકાય! 

દાદી ની વાત બેબુ ને ગળે ઝટ ઉતરી ગઈ.

પણ બેબુ ના મમ્મી પાપા , હું અને સૌમિલ વિચારી રહ્યા ..

"હની કરતા તો આ આંબા નો છોડ વધુ નસીબદાર છે! "



Comments

Envy said…
"દૂધ ના ઉભરા અને દિલ ના ઉભરા માં કદાચ આ જ ફર્ક હશે , કે એક દેખાય છે , જળવાય છે કેમકે મફત નથી , અને બીજું અવગણાય છે , ઠેબાય છે કેમકે ....કોણ જાણે ?"
-
You got basin of flammable gases in you.
ઉતાવળે આંબા નાં પાકે.........
આટલું સમજાય તો તો ..........કોઈ પ્રશ્ન જ ના રહે.
..
....
.......અને ક્યારેક તો સાવ ના પણ પાકે,.....તે પણ સ્વીકારવું જ રહ્યું.
Hitesh Joshi said…
સુંદર અભીવ્યક્તી :)
Unknown said…
અમુક પ્રશ્નો ના જવાબો આપણે જાણતા હોવા છતા આપણે ઇચ્છીયે તેવા જ જવાબોની અપેક્ષા રાખીયે છીયે. બે અલગ અલગ સંદર્ભમાં એક જ જેવી પરિસ્થિતીમાં બે અલગ અલગ જવાબો ની અપેક્ષા એ અમુક લોકોની પ્રકૃતિ હોય છે. થોડા આં ઘણુ વિચાર કરાવતી પોસ્ટ.
hmmmnn .... lakhan kharekhar saras j che darek vakhat ni jem... ne as usual subject is really good..
Maestro said…
From where do you churn out such wonderful ideas..? It is fabulous observation and gifted narration style..

Once again, I am bowled over..

(:

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...