"બૌ મોડું કર્યું ને કઈ પાછા આવતા ! બહેનબા એ બૌ આગતા-સ્વાગતા કરી લાગે છે ! બેબુ , ફિયા એ શું આપ્યું તને? "- ઘર ના ઉંબરે જ પગ અટકી ગયા . હા, દિલ અને દિમાગ જુદી જુદી દિશા માં ફંટાઈ રહ્યા!
"ચુકેટ આપી ફિયા એ.. "- હજુ હમણા જ ખાધેલી ડેરી મિલ્ક સિલ્ક હજુ બેબુ ના ગુલાબી ચબ્બી ગાલો પર હાજર હતી!
બેબુ ની ફિયા એટલે મારી પિતરાઈ નણંદ- હની , મારા પતિદેવ નાં કાકા ની દીકરી.
"બસ ખાલી ચોકલેટ આપી ને જ પતાવી દીધું ? મેં કીધું હતું ને તને , બહુ પહોળા થવાની કોઈ જરૂર નહતી આપણે પણ! નમસ્કાર એટલાજ ચમત્કાર - આ કળયુગ માં ! "- મમ્મી કદાચ એમના અનુભવે કહી રહ્યા પણ આમ સાવ જ સ્વીકારી લેવાનું પણ ક્યાં મારા સ્વાભાવ માં છે !
રસોડા માં બેબુ નું કોમ્પલાન અને મમ્મી-પાપા માટે દૂધ ગરમ કરતા જાણે દિમાગ નું ટેમ્પરેચર પણ વધી રહ્યું ..
" શું નાસ્તો કરાવ્યો નણંદબાએ ? બહારથી જ કઈ મંગાવ્યું હશે , ઘેર કઈ રાંધવા તો આજકાલ ની ભણેલી ગણેલી જોબ કરતી છોકરીઓ ના ઢેકા જ ક્યા નામે છે! " - ભીના વસાણ ને કોરા રૂમાલ થી લૂછતાં લુછતા મમ્મી મારા જવાબ ની રાહ જોઈ રહ્યા!
અને જાણે ભીના વાસણ ને લૂછતાં રૂમાલ માં આવી ગયેલી ભીનાશ ઉતરી આવી મારા દિલો દિમાગ અને આંખો માં!
દૂધ ના ઉભરા અને દિલ ના ઉભરા માં કદાચ આ જ ફર્ક હશે , કે એક દેખાય છે , જળવાય છે કેમકે મફત નથી , અને બીજું અવગણાય છે , ઠેબાય છે કેમકે ....કોણ જાણે ?
" સુહા , તારું ધ્યાન ક્યા છે ? આ મેં ગેસ બંધ ના કર્યો હોત તો દૂધ ઉભરાઈ જ ગયું હોત! કયા લોક માં છે? મમ્મી તને કૈક પૂછે છે જવાબ આપ! "- મમ્મી એ સ્પેશિયલ પોતાના પુત્ર માટે બનાવેલ ચીકુ શેક પીતા પીતા સૌમિલ એ પણ મમ્મી ની અદાલત માં જમાવી.
"કઈ નૈ એ તો. જરા.. મમ્મી અમે પેસ્ટ્રી લઇ ગયા હતા, હની ને બૌ ભાવે છે ને એટલે! તમને બૌ યાદ કરતી હતી. ઘર પણ સરસ રાખે છે , હજુ તો લગ્ન ને ૩-૪ મહિના થયા છે. ૯ થી ૭ ની જોબ અને ઘર સાચવવાનું , થોડું અઘરું પડતું હશે. પણ એકદમ ખુશ માં છે હની , જમાઈ બૌ ધ્યાન રાખે છે! " - સવાલ શું પૂછ્યો હતો એ ભૂલી ને શું પૂછવો જોઈતો હતો - એ ન્યાયે હું જવાબ આપી રહી!
" સુહા , મમ્મી એ હની કેવા જલસા કરે છે , કે એને કેટલી અગવડ પડે છે એ નહિ પણ એણે શું આવ-ભગત કરી એ પૂછે છે! ના રે મમ્મી , અમે જમી ને તરત જ તો ગયા હતા! એટલે નાશ્તા ની અમે જ નાં પાડી , અને કુમાર આઈસ્ક્રીમ નું પુછતા હતા પણ અમે જ ચા બનાવવા નું સુચન કર્યું! હની એ સરસ આદુ ને ફૂદીના વાળી ચા બનાવી હતી! "-સૌમિલ પણ કદાચ એ જ નજરે પ્રશ્ન જોઈ રહ્યો , જેમ મેં જોયું હતું!
" કેમ , તમે તો ફોન કરી ને ગયા હતા ને? ભાઈ પહેલી વાર ઘેર આવે તો કૈક તો નાસ્તો ધરાય ને! પહેલેથી જાણ કરી જ હતી તો કઈ નૈ તો બટાકા-પૌવા વઘારી દેવાય - અરે એમાં પણ જોર પડે તો સામે જ તો દુકાનો છે , કૈક ગરમ ફરસાણ લાવી ને પહેલેથી જ મૂકી નાં દઈએ! અમે ગયા ત્યારે પણ ચા માં જ પતાવ્યું હતું! આને કહેવાય ભણ્યા પણ ગણ્યા નહિ! આપણે ઘેર તો સોસયટી માંથી કોઈ એમ જ બેસવા આવે તો પણ કોરા મોઢે નાં જ જાય! આટલી આવડત નાં હોય તો પૂળો મુકો તમારી ડીગ્રી ને! " - મમ્મી કદાચ સમઝવાના મૂડ માં જ નાં હતા!
" ના મમ્મી , હની એ નાશ્તા માટે પૂછ્યું હતું, અમે જ નાં પાડી , ઘર ના સામે કેવી ફોર્માલીટી ! એમ પણ એ નોકરી થી થાકી ને આવી હોય! અને હજુ તો એ નાની છે! ઘડાતા થોડો સમય ના લાગે? સાવ લગ્ન પછી તરત જોબ ના લીધે જુદી સીટી માં અલગ એકલા રહેવાનું! થોડું અઘરું પડે જ તો! ધીમે ધીમે શીખી જશે! મને તો હજુ પણ એ નાની કીકલી જ લાગે! રાતો-રાત થોડું બધું આવડી જાય? અનુભવ થશે એમ એમ શીખશે!"-સૌમિલ મમ્મી ને સમઝાવવા મથી રહ્યો , અને મારી ભીની આંખો માં કદાચ જોઈ રહ્યા એ ઘડાવાના , શીખવાના વર્ષો .... અને એ ઉતાવળે આંબા પકવવા મારા જહેન પર કરાએલો મેંણા-ટોણા નો વરસાદ!
કદાચ એટલે જ ઘણા આંબા પર કેરી આવતી જ નથી! - મારી જેમજ તો!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"દાદી , દાદી ... જલ્દી અહી આઓ ને! તમે મને ફોન પર તો એમ કહેતા હતા કે મને મેંગો બહુ ભાવે એટલે તમે આપણા ગાર્ડન માં મેન્ગો નો પ્લાન્ટ ઉગાડ્યો છે ! ક્યા છે ? "- બેબુ ના અવાજ થી જ જાણે એકદમ બંધાઈ અને રૂંધાઈ ગયેલી હવા માં તાજગી આવી.
હાશ .......
દિલ અને દિમાગ ને થોડી રાહત મળી જાણે અપેક્ષાઓનું કરફ્યું હળવું થયું !
દાદી બેબુ ને ગાર્ડન માં લઇ જઈ જુદા જુદા ફ્લાવર્સ , ટ્રી ની ઓળખાણ આપી રહ્યા!
"દાદી મને મેંગો ખાવું છે! ટ્રી ને કહો જલ્દી મેંગો આપે! "- દાદા-દાદી પાસે જ દાદાગીરી કરાય એ ન્યાયે બેબુ એ ફરમાઇશ જાહેર કરી.
"બેબુ .. હજુ તો આ નાનો પ્લાન્ટ છે ! તારા જેવો ટબુકડો ! એને રોજ પાણી પાવું પડે, નિયમિત ખાતર આપવું પડે! એને માપસર સુર્યપ્રકાશ મળે એવી ગોઠવણ કરવી પડે! અને સૌથી મહત્વ નું - રાહ જોવી પડે! " - દાદી ની વાત ને એકધ્યાને સાંભળી રહી બેબુ , પણ એક વાર માં માની જાય તો મારી દીકરી જ નાં કહેવાય ને!
"એમ થોડું ચાલે દાદી! મને તો હમણાં જ મેંગો ખાવી છે! ટ્રી ને કહો ઉતાવળ કરે. ચાલો આપણે બૌ બધું પાણી નાખીએ! બૌ બધું ખાતર નાખીએ અને એને તડકા માં મૂકી દઈએ ! ઝટ-પટ પ્લાન્ટ માંથી ટ્રી થઇ જાય ને ફટા -ફટ મને મેંગો આપે! "- બેબુ એ બાળ-સહજ બુદ્ધિ પ્રમાણે તર્ક લગાવ્યો!
" મારી પરી! ઉતાવળે આંબા નાં પાકે! આપણે બૌ પાણી, ખાતર કે તડકો આપીએ તો પ્લાન્ટ સુકાઈ જાય! તું બૌ બધું એક સાથે ખાઈ લે તો કઈ રાતો રાત બીગ-ગર્લ થઇ જઈશ ? એવું જ આ પ્લાન્ટ ને પણ હોય ને? ધીમે ધીમે જેમ તું મોટી થશે , એમ આ પ્લાન્ટ પણ મોટો થશે અને સમય થશે ત્યારે જ એના પર મેંગો આવશે! સમઝ પડી ? "- કદાચ અનુભવ એ આનુ જ નામ!
સરળ કે કઠીન કોઈ પણ પ્રશ્ન ને એકદમ સાહજીક રીતે ઉકેલી શકાય!
સરળ કે કઠીન કોઈ પણ પ્રશ્ન ને એકદમ સાહજીક રીતે ઉકેલી શકાય!
દાદી ની વાત બેબુ ને ગળે ઝટ ઉતરી ગઈ.
પણ બેબુ ના મમ્મી પાપા , હું અને સૌમિલ વિચારી રહ્યા ..
"હની કરતા તો આ આંબા નો છોડ વધુ નસીબદાર છે! "
Comments
-
You got basin of flammable gases in you.
આટલું સમજાય તો તો ..........કોઈ પ્રશ્ન જ ના રહે.
..
....
.......અને ક્યારેક તો સાવ ના પણ પાકે,.....તે પણ સ્વીકારવું જ રહ્યું.
Once again, I am bowled over..
(: