Skip to main content

Posts

Showing posts from 2012

લાઈફ સફારી ~3 : મત દાન” V/S “મતિ-દાન...

“મત દાન” V/S “મતિ-દાન”    “બેબુ, જલ્દી તૈયાર થઇ જા, આજે બધાને રજા છે તો મેં અને તારા પાપાએ મુવી નો પ્લાન બનાવ્યો છે!”- ડાયનીંગ ટેબલ પર નાસ્તો સર્વ કરતા મમ્માએ હોલીડે નો હોલી પ્લાન પ્રેઝન્ટ કર્યો!   " મોમ , ડેડ  .... આજે   કેમ રજા   છે   ખબર   છે   ને  ? આજે   તો   આપણે   વોટીંગ   કરવા   જઈશુંને ?  આઈ   એમ   એક્સાઈટેડ  , હું   ફર્સ્ટ   ટાઈમ વોટ કરીશ એટલે ... એન્ડ પાપા તમે કોને વોટ આપવાના ? મેં તો બધાજ કેન્ડીડેટસ ના   પાસ્ટ   પર્ફોરમંસ   અને   ફ્યુચર   કમીટમેન્ટ ની   રીસર્ચ   કરીને   જ   નક્કી   કર્યું   છે   કે   હું   કોને   વોટ   આપીશ .. અને હા , આ વખતે   મોમ   ને   પણ   વોટીંગ   કરવા   લઇ   જઈશ  ... " -  દીકરી   ની વાત સાંભળી ન્યુઝ પેપર નાં કોઈક પેજ માં ખોવાઈ ગયેઆ પપ્પા જાણે જાગી ઉઠ્યા .. " તને   પોલીટીક્સ માં શું   ખબર ...

લાઈફ સફારી~ 2 : “ અસ્તિત્વની ખોજ માં ખોવાઈ જતી નારી ..."

“ અસ્તિત્વની ખોજ માં ખોવાઈ જતી નારી ..."   " ભૂલો ભલે બીજું બધું માં-બાપ ને ભૂલશો નહિ... અગણિત છે ઉપકાર એના એહ વિસરશો નહિ ..." ટીવી પર લોકલ ચેનલ ની પ્રભાત ભક્તિ પ્રોગ્રામ માં સુમધુર ભજન વાગી રહ્યું અને ... બેક-ગ્રાઉન્ડ માં .... " આ નવી પેઢી ના નવા તાયફા બધા.વર્ષો થી ચાલી આવતી પરંપરા છે કે લગ્ન કરી ને સાસરે જાય એટલે સ્ત્રી ને જ એડજસ્ટ કરવું પડે. “બીજાના” ઘર માં રહેવાનું અને પાછી ચરબી બતાવવાની!   ગમશે , ચાલશે , ફાવશે પર તો સ્ત્રી નો સંસાર ચાલવો જોઈએ અને પતિ અને કુટુંબ ની ઈચ્છા ને સેવા માટે તો સ્ત્રી નો જન્મ છે! સ્ત્રી ને તો કેવી સ્પેસ , મોકળાશ ને મિત્ર ? પુરુષને તો પચ્ચીસ લફડા ને કામ હોય , ઘર ને વર ને સાંભળી ને બેસે   એ જ સન્નારી !” નાં રે, અહી કોઈ નારી સ્વતંત્રતા ની સુફીયાણી વાતો નથી કરવી, માત્ર બતાવવો   છે અરીસો – ડબલ સ્ટાન્ડર્ડ ની સ્ટાન્ડર્ડ મિસાલ એવા તમારા ને મારા થી જ બનતા સો કોલ્ડ સમાજ ને!   સીન ૧: " આ ઉનાળે ક્યાં જવાનો પ્રોગ્રામ છે પ્રભુ ? "   " મથુરા વ્હાલા ના સાક્ષાત્કાર કરવા જવું છે , ચાલો આવવાના ? " " ના રે , અમારે તો...

"લાઈફ સફારી "- મારી રખડપટ્ટી ,લાઈફ ના દરેક પેજ પર ....

લાઇફ સફારી - એટલે લાઈફ ને જીવી લેવું દરેક છેડે થી કચકચાવીને .. ભટકતા , રખડતા , ક્યારેક શરીફ તો કયારેક ઇનસેન બની જીવી લેવાની ખુમારી!  આવો  મારી આ રખડપટ્ટી માં , મારી નજર માણો દુનિયા - લાઈફ  સફારી ના સથવારે! "લાઈફ સફારી "- એટલે ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર ની મંગળવાર ની સપ્લીમેન્ટ - વુમન ગાર્ડિયન નાં પેજ -3 પર શરુ થયેલી મારી કોલમ! તો કરો સહન ... મારા અલ્લડ  અને ફ્યુઝડ-કન્ફયુઝડ વિચારો હવે નિયમિત ... લાઈફ સફારી - 1 :: લગ્ન, મેરેજ, લવ મેરેજ , એરેન્જડ મેરેજ,  એરેન્જડ લવ મેરેજ  ... એક્સેત્રા.... ઉપરના બધા શબ્દો માં સૌથી ડેન્જર ને છતાં સૌથી લોભામણો શબ્દ છે "એરેન્જડ લવ મેરેજ"... કોઈ પણ બે વિરુદ્ધ પ્રકૃતિ ને મિક્સ કરતા જે લોચો [ સુરતી લોચો ની રે.. ]  થાય એવો ભયંકર લોચો  એટલે "એરેન્જડ લવ મેરેજ" .. માનવામાં નથી આવતું .. તો સાંભળો .. ના રે વાંચો થોડા સંવાદો ,  પ્રેમ ને માતા પિતા ની મરજી નો થપ્પો લગાવી ને લગ્ન કરવા ઉત્સુક વધૂ ને એના માતા પિતા  વચ્ચે ના !  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~...