Skip to main content

"વ્હાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ ?... ઈટ્સ નોટ અ સીન ~... પિરિઅડ. "


" બીટ્ટુ , બેટા , પાની દીજીયે ના .. પ્યાસ કે મારે ગલા સુખ રહા હે.. " ... છેલા અડધા કલાક થી તરસી માં રાહ જોતી હતી કે ક્યારે ઘેર બીટ્ટુ કે બિન્ની આવે અને એને પાની આપે.. કેમકે આજે એમને રસોડે  નથી અડવાનું ...
"માં , મેં હોમવર્ક કર રહા હું , આપ ખુદ કયું નહિ લે લેતે ? સુબહ સે બાત બાત મેં મુજે બુલા રહે હો .. બીટ્ટુ પાની ચાહિયે, બીટ્ટુ અલમારી સે કપડે નીકલો , બીટ્ટુ દીદી કા ટીફીન ઉસકે બસ્તે મેં રખ દો ! મેં પઢાઈ કબ કરું ? ફિર કમ નંબર આયેનગે  તો આપ હી ચિલ્લાઓગે ... " - બિચારા બીટ્ટુ એ સવારથી ચાલતી માતૃ સેવા નો ઉભરો ઠાલવ્યો!
"બેટા , મેરી તબીયત ઠીક નહિ હે , ઇસ લીયે.. તું તો મેરા રાજા બેટા હે... " - હવે નવો પ્રશ્ન કયો આવશે , એ વિચાર થી માં અકળાઈ રહી ...
" તબિયત ઠીક નહિ હે તો ડોક્ટર કે પાસ કયું નહિ જતી ???   " - દર મહિને મમ્મી ને બહેન ની આ રસોડે નહિ અડવાની ભેદી બીમારી થી બીટ્ટુ ને અકળામણ થતી..
" નહિ બેટા એસી કોઈ બીમારી નહિ હે , વો તો  મુજે આજ "કૌવા છું ગયા હે" ઇસ લીયે કુછ દિનો તક મેં રસોઈ નહિ છું સકતી ... " - બિચારી માં એ પોતે નાનપણ માં સાંભળેલા તુક્કાબાજી  થી બીટ્ટુ ને સમજવાનો પ્રયાસ કર્યો...
" કૌવા કેસે છું ગયા ? આપ તો સુબહ સે કહી બહાર ભી નહિ ગયે ... યે  હર મહિને આપ કો ઓર દીદી કો કૌવા આકે છું જતા હે, ઔર સારા કામ આપ લોગ મુજસે કરવાતે હો... જાઓ આજ મુજે ભી કૌવા છું ગયા હે ... મેં પાની નહિ દે સકતા.. " - બીટ્ટુ એ ભોળાભાવે ગુસ્સો ઠાલવ્યો ...

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"સોનું , આજ થી તારે બહાર રમવા જવાનું બધ .. આખો દિવસ ભટકી ખાય છે , ઘરકામ ને ભણવામાં જીવ લગાવ.. હવે તું મોટી થઇ ... " - દીકરી ને કેમ કરી ને સમજાવવું,  શું સમજાવવું  અને આ કલયુગ માં હવે એને કેમ કરી ને સાચવવી એ દીધ્રા માં માં એ  દીકરી ને રાતો રાત મોટી બનાવી દીધી ...
" મોમ , આજે મારી બેડમિન્ટન ટુર્નામેન્ટ છે .. હું ટોપ ફાઈવ માં  સિલેક્ટ થઇ છું , પ્લીઝ લેટ મેં ગો... " - એક તો તબિયત ખરાબ ને ઉપરથી મમ્મી ની જોહુકમી , જાણે આખી કાયનાત નારાજ છે બિચારી નવી સવી મોટી થઇ ગયેલી સોનું ઉપર..
"ના, જરાય નહિ..  હવે આ બધી ટુર્નામેન્ટ ને એવું બધું બંધ. સ્કુલ ને ટ્યુશન સિવાય ઘર ની બહાર નઈ જવાનું . ને જો કંટાળો આવે તો ઘરકામ કરવાનું .. " - મમ્મી કેમ આજે આમ  હિટલરી બીહેવ કરે છે એ બિચારી સોનું ને કોન સમજાવે?
"મોમ , તો હું બાજુમાં કિટ્ટી ને ઘેર જાઉં ? " - લગભગ રડમસ થઇ ગયેલી સોનું ને અકળામણ વધી ...પોતે અચાનક આમ કેમ મોટી થઇ ગઈ ને આટલી બધી પાબંદીઓ કેમ લાગી ગઈ એ નાની સી સોનું માટે નવું હતું ..હમણાં થોડા દિવસ થી એને કમર ને પેટ માં બહુ દુખતું તું , પણ મમ્મી ડોક્ટર પાસે ના જ લઇ ગઈ..
ગઈ કાલે તો લોહી પણ નીકળ્યું.. ને મમ્મી ને કીધુ તો મમ્મી કેવી અકળાઈ ગઈ.. ચોક્કસ મેં જ કઈ ખોટું કે ખરાબ કર્યું હશે ...  મમ્મી પણ હવે કેવી ધમકાવે છે મને , જાણે મેં કઈ... અને એક ડૂસકું નીકળી ગયું...
"કિટ્ટી ના ઘેર હવેથી રમવા નઈ જવાનું .. કિટ્ટી ને રમવું હોય તો આવે આપડા ઘેર.. ચંદા ના ઘેર જવું હોય તો જા .. " - રાતોરાત જે બહેનપણીઓ ના ભાઈ હોય એ મમ્મી ના હીટ લીસ્ટ માં આવી ગઈ ...
"મમ્મી કિટ્ટી ના ઘેર ના જવાય અને ચંદા ના ઘેર જવાય એવું કેમ? "- હવે આવું નવું મમ્મી નું લોજીક સમજવા સોનું કદાચ બૌ નાની હતી ક્યાં મમ્મી ની સમજાવટ ટૂંકી હતી...
" તને ના સમજાય , કિટ્ટી ને ભાઈ છે, હવે તારે બોયસ થી દુર રહેવાનું , સમજી? હવે તું મોટી થઇ..."  - મમ્મી એ  ગોળગોળ સમજાવી ને સોનું નું મગજ ચકરાવે ચઢાવી દીધું ...

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"વીનું . સ્મિતા ને સમજાવી દેજે કે એના ઘેર જે ચાલતું હોય તે .. આપડા  ઘેર આમ નહિ ચાલે.. "- હજુ તો વિનય ઘર માં પગ મુકે એ પહેલા મમ્મી ના આજતક ન્યુઝ ચાલુ થઇ ગયા અને આજની તાઝા ખબર છે સ્મિતા નું કોઈ નવું પરાક્રમ ...
" મમ્મી શું થયું ? હવે સિમ્મી એ શું કર્યું ? "- સિમ્મી નો વીનું ગભરાયો ...
" જો આપડું તો મરજાદી કુટુંબ, લાલજી ની રોજ સેવા થાય ને એ પાળે નહિ તો મારા માથે પાપ ચઢે ! સમજાવી દેજે એને .. કે ૭ દિવસ તો પાળવું જ પડશે , રાતે હું કાથી ની પથારી કરી આપીશ , એના પર જ સુવાનું , એના આ ૭- ૮- દિવસ ના કપડા જુદા રાખવાના , અને આ કપડા જાતે જ ધોવાના , એના વાસણો  જુદા રાખવાના , અને કોઈને અડવાનું નઈ... " - મમ્મી નું લીસ્ટ તો અટકવાનું નામ જ નું લેતું અને વીનું ની મગજ ની નસો ખેંચાઈ ...
સિમ્મી ઉર્ફે સ્મિતા ને જો આ લીસ્ટ પોતે ગણાવે તો ઝાંસી ની રાની તો શું લડી હતી , એનાથી મોટી લડાઈ છેડાઈ જાય..
"મમ્મી , તને તો ખબર છે, સિમ્મી નોકરી કરે છે , આ બધું કેમ ફાવે એમાં? હવે જમાનો બદલાયો છે , ..." - વીનું હજી વાક્ય પુરુ કરે એ પહેલા તો નવી સવી સાસુ બનેલી મમ્મી નું સાસુપણું ત્રાટક્યું ....
"હા , લગ્ન થયા એટલે હવે તારા માટે બધા ને બદલાવાનું ? જમાનો બદલાઈ ગયો હશે  , પણ ધર્મ  અને  ભગવાન ની ભક્તિ તો શાશ્વત છે! એની સાથે તું પણ પાપ નો  ભાગીદાર ના બન એને છાવરી ને! તારી મોટી ભાભી-સ્નેહા  નથી પાળતી ? જો સ્નેહા બધું પાળી શકે તો તારી સિમ્મી કઈ કાચની ઢીંગલી છે ? "
"લે આ સિમ્મી પણ આવી ગઈ , એને જ કહી દે જે કહેવું હોય એ ..."- સિમ્મી જોબ પર થી આવતાની સાથે જ સાસુમાં ની અદાલત નું સમન્સ મળી ગયું ..
" હા , મમ્મીજી , શું થયું ? " - આખા દિવસ ની થાકેલી ને પરસેવે રેબઝેબ સિમ્મી , ઘરમાં આવતા જ સમજી ગઈ કે કયો કેસ ચાલે છે!
"  ... સવારે જે મેં તને સમજાવેલું એજ વીનું ને કહું છું! આ ઘર ના થોડા કાયદા ને નિયમો છે ..  તું તો અમારી વાત સાંભળે નહિ, એટલે વીનું ને સમજાવું છું ... " - મમ્મીજી નો  કટાક્ષ ક્યાંક ઊંડે ઉતારી ગયો સિમ્મી ને..
" મમ્મી , આ પીરીયડસ માં ૭ દિવસ પાળવાનું  , કોઈ ને નઈ અડવાનું , રસોડે નઈ જવાનું એ ની પાછળ સાયન્ટીફીક રીઝન છે , જેને આપડે જ રીતી રીવાજ માં ઢાળી દીધા છે ... અને... "
" બેટા આ સાયન્સ ના પુંછડા ને લેક્ચર તમારે કોલેજ માં જ મૂકી ને આવવા ... અહી ઘર માં એજ થશે જે પહેલેથી થાય છે! " - અજીબ કોર્ટ છે આ જ્યાં સફાઈ રજુ કરવાનું કે પ્રતિ દલીલ કરવાનું પરવાનગી પણ નથી, સાંભળવાનો છે માત્ર ચુકાદો ...
"સિમ્મી , બી અ સ્પોટ.. તારે સારું જ છે ને .. એ બહાને આરામ થશે.. " - મમ્મી ને સિમ્મી વચ્ચેની સેન્ડવીચ માં બટાકા ની જેમ બફાઈ ગયેલો બિચારા વીનું એ પરીસ્થીતી સાંભળવાનો વાંઝિયો પ્રયાસ કર્યો..
" સોરી મમ્મીજી , જે વસ્તુ ખોટી છે એ મારાથી નહિ થાય.. અને વીનું કેવો આરામ? આતો સગવડિયા નીયમો છે . .રસોડે નહિ અડવાનું , પણ વાસણ ને કપડા કરવાના , જેમાં છેલે મમ્મીજી કે ભાભી સહેજ પાણી  છાંટી દે  એટલે બધું મારા અડવાથી અભાડાયેલું શુદ્ધ થઇ જાય .. આ કેવો આરામ - જેં રસોઈ ના થાય પણ કપડા- વાસણ તો કરવા પડે? અને સૌથી હોરિબલ એ છે કે હું સેનેટરી પેડ વાપરું તો પણ તમારી પરંપરા ને નિયમો ખરડાય છે! આઈ જસ્ટ કાન્ટ યુઝ ક્લોથ, ઇટ સ્પ્રેડસ ઇન્ફેક્શન ! સ્નેહાભાભી કપડું વાપરે છે એટલે મારા માટે પણ સેફ જ છે ? અને જે દિવસો માં કમર તુટતી હોય , પગ દુખતા હોય કાથી પર સુવાનું એન્ડ ઓલ...  મારાથી  નહિ થાય ... "
મમ્મી ને સિમ્મી ની પ્રશ્નાર્થ ભરી નજરો વીનું ને અકળાવી રહી ...
દિલ ને દિમાગ એક અવાજે સંમત હતા સિમ્મી સાથે પણ ..... નિયમો , ધર્મ , ભક્તિ, પાળવાનું ને એવું બધું ...
"સિમ્મી , ટ્રાય તો કર.. મમ્મી ને ભાભી થી થાય તો તારાથી કેમ ના થાય? " - વીનું અટકતા , કચવાતા બોલ્યો...

ને સીમ્મીની આંખો બોલી રહી એ શબ્દો જે બોલવાની એની જીભ ને પરવાનગી નથી!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


સદીયો ને દાયકાઓ પૂર્વે  આપડા  બુદ્ધિમાન , દુરંદેશી પૂર્વજો એ જે રૂઢી ને રીવાજ બનાવ્યા એ જે-તે સમજની જરૂરિયાત હતી...  એને વૈજ્ઞાનિક અભિગમ થી અપનાવવું જરૂરી છે,  આમ આંધળું અનુકરણ તો માત્ર અંધેર જ પ્રસરાવે - સમાજમાં અને સંબંધો માં  ...
સમય બદલાય , એ સાથે બદલાય એજ ધર્મ ને પ્રથા ટકી  રહે છે , નહિ તો એ તૂટે એ જ જરૂરી છે ! 


મેન્સીસ , પીરીયડસ , ઋતુ સ્ત્રાવ ને એવું બધું ...
કેટલી માં પોતાની દીકરી ને સમજાવે છે વૈજ્ઞાનિક ઢબે ?  અને કેટલું પોતે સમજે છે , રીવાજો ને રૂઢીઓ ને સાઈડ પર મૂકી, નવા- વૈજ્ઞાનિક અભિગમ થી ?


જે  સમયમાં દીકરી પોતાના માનસિક ને શારીરિક ફેરફારો થી કન્ફ્યુઝ્ડ છે ત્યારે એના પર પાબંદીઓ લાદવી કેટલી વ્યાજબી છે?
આ પાબંદી ઓ લદવાની જાગે જો એને સાચી સમજણ , સાચા સમયે આપાય તો કદાચ એને સમય પહેલા મોટી બનતા અટકાવી શકાય!
જો એજ્યુકેશન જરૂરી છે બાળક ના વિકાસ માટે , તો આ જાતિગત - સેક્સ એજ્યુકેશન તો અનિવાર્ય છે! 

સ્ત્રી શરીર માં એક પ્રોસેસ જે દર મહિને થાય છે , જેને ઋતુ ચક્ર કે મેન્સીસ કહે છે ... એ જ કદાચ સ્ત્રી ને એક નવા જીવ ને જન્મ આપવા સક્ષમ બનાવે છે , ભગવાન ની કક્ષા એ પહોંચાડે છે.. આ એ દિવસો છે જયારે સ્ત્રી ભગવાન ની સૌથી નજીક છે , પવિત્ર છે ,  સર્જનક્ષમતા ગ્રહી ને ..
તો આ દિવસો માં કેવી આભડછેડ ? 


"વ્હાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ ?...  ઈટ્સ નોટ અ સીન ~... પિરિઅડ. "



Comments

good...something really beyond the topic we can say its off topic post... but yes jo aa badhij vato ne nanpan ma sari rite samjavama ave ane kharekhar vaignyanik dhabe levama ave to bhagwan ne advu e pan paap nathi... pan ha evu kya koi samje chhe???

8divas palo,ema ek kapda ni gadi par sui jao,vasan glass ne pani badhu alag rakho, tamara kapda alag raho ne emay pachhu amuk dharma ma koi j paper nahi advanu job par ke tame je kam kari rahya chho e kam nahi karvanu ne gharmaj ek khune rehvanu axaro avta hoy e kashu na aday ane sav tuchha vartan hoy i cant bare it really... i hate it most...
hi, good written. Mam, our thoughts are almost same, I read mostly all articles of your blog. Keep it up.

now a days girls like us not like & believe in all this but I heard some ladies to say that in this way we can take rest from house hold work & some lady says that at our 'piyar' we don;t believe in all this so every month I can go over there for 4-5 days. So. its good to continue in this ridiculous matter.
Haresh said…
I'm too sick of these, and other stupid customs, discriminated against women, in the name of religion and customs.
Madhav/Harshad said…
I was reading some blogpost and i saw your blog link named "Bhumika Shah" At that time i remind my college days and COMPUTER department HOD. And when i saw your profile. . . Its You Madam !!

Superb Blog and Superb Writing Style. Worth Reading.

going to Bookmark your blog Madam.
bhumika said…
@madhav/harshad
Thanks a lot for reading :)

nothing so great, as u guys are working out at ur blog..

i am just posting my thoughts and things happening around me day-to-day! :)

Keep in touch. and god bless u!

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...