ખાસ નોંધ.. લેખિકા નું પત્ર કાલ્પનિક છે જેમાં મારા અને મારા જેવા ઘણા સર્જકો ની મનોવેદના ના શેડ્સ છે.. [ સર્જકો માં કૃપયા જેન્ડર બાયસ ના ગણવું! ] આ થી સમઝવું કે - નીચેની પોસ્ટ વાસ્તવિક+કાલ્પનિક છે! લગતા વળગતા એ બંધ બેસતી પાઘડી પહેરવાની છૂટ છે .. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ શુભેચ્છક ૧ : " બુક નું મુખપૃષ્ઠ સુંદર છે .. ખુબ ખુબ અભિનંદન .. અમને તો બૌ આનંદ થયો , કે તારી ક્રિએટીવીટી ને પાંખો મળશે ! આમ જ લખતી રહેજે .. અને બુક ની કોપી નઈ મોકલવાની અમને? " -"હા જરૂર, કુરિયર કરી દઈસ , શુભેચ્છાબદલ આભાર.."... { ક્યારેય એક છાપું પણ જાતે ખરીદતા હશે કે કેમ? ને બુક ની કોપી લઇ ને શું કરશે એ પ્રાણ પ્રશ્ન! } શુભેચ્છક ૨ : " મુબારક હો! જોયું ને મેં તો ૬-૮ મહિના પહેલા જ કીધું તુ , તારા માં કઈ ક છે જ! આજે સવારે જ બુક લઇ આવ્યો! લેયઆઉટ સારું છે , પણ એમ નથી લાગતું કે થોડું લાઉડ છે! અને પેજીસ પણ થોડા રફ નથી ? આમ તો ઠીક જ લાગે છે , પણ થોડી મહેનત કરી હોત તો કોઈ સારા રેપ્યુંટેડ પબ્લી...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)