-- "હેય , કમ હિઅર , ઉઉહ લા લા સમ વન ઈઝ લુકિંગ ટુ હોટ ઇન ધીસ ચિલીંગ વિન્ટર ...."
-- "આહ , યુ આર ધેર ! થેન્ક્સ સ્વીટી , ઇટ્સ જસ્ટ માઈ ન્યુ હેર ડુ, યુ નો આઈ લવ ચેન્જીસ ... "
-- " યેહ , આઈ સરટેનલી નો યુ લવ ચેન્જીસ , યુ હેડ ૧૦ બોય ફ્રેન્ડસ ઇન લાસ્ટ સેમ હની... "
-- " નેવર માઈન્ડ! બાય ધ વે, હુ ઈઝ ધેટ મેન ઇન રેડ ? વ્હાઈ હી ઇસ નોટ ઇન માઈ લીસ્ટ ? "
-- " સ્ટોપ બર્ડ વોચીંગ યુ હોલી કાઉ.. હી ઈઝ ... ઉફ્ફ આઈ ફોરગોટ નેમ.. બટ આઈ નો ધ ડીટેલ્સ યુ આર લુકિંગ ફોર ... હી ઈઝ સન ઓફ ધીરુભાઈ ઝવેરી, નંબર ૧. જવેલર્સ અક્રોસ ગુજરાત, ઓન્લી સન સો સ્પોઈલ્ડ પોટેટો ! ડ્રાઈવ્સ બ્રાંડ ન્યુ યેલો બીટલ ધીસ સેમ.. એન્ડ હી અલ્સો લવ્સ ચેન્જીસ લાઈક યુ , સો કીપ્સ ઓન ચેન્જીંગ ગર્લ ફ્રેન્ડસ ફાસ્ટર ધેન યુ ચેન્જ યોઉર હેર સ્ટાઈલ ! "
-- " ઓહ .. આઈ એમ ઓલ રેડી ઇન લવ વિથ હિમ! "
સવાર સવાર માં કેન્ટીન માં સાંભળેલ ઉપર નો સંવાદ કોઈ હિન્દી પિક્ચર ના કેન્ટીન સીન જેવો જ જોઈ લો અદ્દલ!
--- જો તમે એમ વિચારો છો કે કોઈ મુવી ના ડાઈલોગ્સ છે , તો તમારે કોઈ કોલેજ માં આંટો મારવાની જરૂર છે!
પોતાની જાત ને હોટ ને હેપનિંગ બનાવાની રેસ માં આજનું યુથ જે હદે ભટકી રહ્યું છે એ વિષય પર કોઈ બોરિંગ લેકચર નથી આપવું, પણ ચિંતા છે માત્ર એમના બગડી રહેલા ઈમ્પોરટન્ટ કરિયર બિલ્ડીંગ યર્સ ની !
બાપ ના બીઝનેસ પર ગાદી તકિયે આસન જમાવાના કરિયર ફિક્સિંગ વાળા બાબલા ઓની વાત નથી પણ તેમના રવાડે ચઢી ગયેલા ઓ અંગે ની વ્યથા છે!
માં- બાપ એજ્યુકેશન લોન લઇ ને કે પછી આખી જિંદગી ભેગી કરેલી બચત ને સ્વાહા કરીને પણ એમના લાડલા - લાડલી ને સારી કોલેજ માં સારા ભણતર ની આશા એ એડમીશન કરાવે , અને એ જ કુળ દીપક/મીણબત્તી , "કુલ" બનવાની લ્હાય માં માં બાપ ના સપના ઓ ને ટ્રેન્ડસ અને ફ્રેન્ડસ ની ચડસા ચડસી માં હોમી દે..
- કોલેજ માં "સેન્ટર ઓફ એટરેક્શન" બનવા "ફૂલ" જાણે કેટ કેટલી વર "ફુલ" બને છે એ પણ છાતી ફુલાવીને!
- બધા લેકચર ભરતા અને નિયમિત લાઈબ્રેરી માં જતા પણ જાણે બીક લાગે છે કે ક્યાંક "બોરિંગ" કે પછી "ચતુર" [૩ ઇડીય્ટ્સ ફેમ] નું બિરુદ ના મળી જાય!
- અવનવા વિચિત્ર હેર કટ કરાવી ને ડીફરંત દેખાવથી જાણે "કુળ દીપક/મીણબત્તી" ને એમની સ્ક્રીપ્ટ ના ભાવ "ફેશન ને ફેમ બાઝાર" માં રાતો રાત ઉંચકાઈ જવાના હોય એવું એકસાઈટમેન્ટ રહે છે !
- સીટી ના ફેમસ હેર સ્ટાઈલીશ[ ડોન્ટ સે હેર ડ્રેસર ઈટ સાઉન્ડ્સ ટેકી! ] ની રેગ્યુલર એપોઇન્ત્મેન્ત સેમિસ્ટર એક્ઝામ ના શીડ્યુલ કરતા વધુ ઈમ્પોર્તંત બની જાય છે!
- ફેશનેબલ ક્લોથ્સ નું બજેટ સેમિસ્ટર બુક્સ ના બીલ થી હાવી થઇ જાય છે ને અંતે નેસેસીટી વિનસ ના ન્યાયે બુક્સ શેર જ થાય છે , ખરીદતી નથી!
- એક બોય/ગર્લ ફ્રેન્ડ રાખવાનું "મસ્ટ" બની જાય છે અને દર સેમિસ્ટર માં એ ચેન્જ કરવું તો વળી વધુ "મસ્ટ " થઇ જાય છે!
- ફાઈનલ યર ગ્રેસ અને એટી કેટી ના ધક્કે ધક્કે આવી તો જાય છે પણ ફૂલ ફ્રેન્ડસ , ફેશન, ને ફેમ ની હોડ માં જ બીઝી "કુળ દીપક/મીણબત્તી " ની આંખ નથી ઉઘડતી !
- ફાઈનલ રીઝલ્ટ માં પાસ/સેકંડ ક્લાસ નો ધબ્બો , જયારે કંપની ઈન્ટરવ્યું માં કે જોબ ફેર માટે "નોટ એલીજીબલ" નું ટેગ લગાવે છે ત્યારે "ફૂલ " ને "ફુલ" વચ્ચે નો એક અક્ષર નો ફર્ક સમજાય છે ...
સારી કોલેજ માં જતા "કુળ દીપક/મીણબત્તી" ને માં- બાપ , સારા કપડા , અદ્યતન ગેજેટ્સ , બ્રાંડ ન્યુ વેહિકલ અપાવી દે છે , પણ સારા મિત્ર બનાવાની સમજ ને શિખામણ એક રાત માં નથી રોપી શકાતી!
------------------------------ ------------------------------ ------------------------------ ----------------------------
Comments
We are very close to all such dialogues or situations as we pass most of our time in college..
But the parents should open their eyes towards their sons/daughters.. so that their Ladlo or Ladli gives more importance to study rather than all other timepass stuffs..
The dialogues represented in the article are very close to today's college scenario..
Really true...
Even same scenario in Engineering colleges also these days!
My point is not opposing freedom or enjoyment of students, but my issue is - how they spoil precious career years!
one should balance enjoyment and studies!
:)
4-5 years of college decides your path for next more then 40 years, so its necessary to act wise!
rightly said...
there are lots of factor on which we should think....i dont know how can i explain these thing.......