Skip to main content

બાપ ના પૈસે લીલા લ્હેર : કુળ દીપક / મીણબત્તીઓ ની વ્યથા કથા ...


-- "હેય , કમ હિઅર , ઉઉહ લા લા સમ વન ઈઝ લુકિંગ ટુ હોટ ઇન ધીસ ચિલીંગ વિન્ટર ...."
-- "આહ , યુ આર ધેર ! થેન્ક્સ સ્વીટી , ઇટ્સ જસ્ટ માઈ ન્યુ હેર ડુ, યુ નો આઈ લવ ચેન્જીસ ... "
-- " યેહ , આઈ સરટેનલી નો યુ લવ ચેન્જીસ , યુ હેડ ૧૦ બોય ફ્રેન્ડસ ઇન લાસ્ટ સેમ હની... "
-- " નેવર માઈન્ડ! બાય ધ વે, હુ ઈઝ ધેટ મેન ઇન રેડ ? વ્હાઈ હી ઇસ નોટ ઇન માઈ લીસ્ટ ? "
-- " સ્ટોપ બર્ડ વોચીંગ યુ હોલી કાઉ.. હી ઈઝ ... ઉફ્ફ આઈ ફોરગોટ નેમ.. બટ આઈ નો ધ ડીટેલ્સ યુ આર લુકિંગ ફોર ... હી ઈઝ સન ઓફ ધીરુભાઈ ઝવેરી, નંબર ૧. જવેલર્સ અક્રોસ ગુજરાત, ઓન્લી સન  સો સ્પોઈલ્ડ પોટેટો ! ડ્રાઈવ્સ બ્રાંડ ન્યુ યેલો બીટલ ધીસ સેમ.. એન્ડ હી અલ્સો લવ્સ ચેન્જીસ લાઈક યુ , સો કીપ્સ ઓન ચેન્જીંગ ગર્લ ફ્રેન્ડસ ફાસ્ટર ધેન યુ ચેન્જ યોઉર હેર સ્ટાઈલ ! "
-- " ઓહ .. આઈ એમ ઓલ રેડી ઇન લવ વિથ હિમ! " 

સવાર સવાર માં કેન્ટીન માં સાંભળેલ ઉપર નો સંવાદ કોઈ હિન્દી પિક્ચર ના કેન્ટીન સીન જેવો જ જોઈ લો અદ્દલ! 
--- જો તમે એમ વિચારો છો કે કોઈ મુવી ના ડાઈલોગ્સ  છે , તો તમારે કોઈ કોલેજ માં આંટો મારવાની જરૂર છે! 
પોતાની જાત ને હોટ ને હેપનિંગ બનાવાની રેસ માં આજનું યુથ જે હદે ભટકી રહ્યું છે એ વિષય પર કોઈ બોરિંગ લેકચર નથી આપવું, પણ ચિંતા છે માત્ર એમના બગડી રહેલા ઈમ્પોરટન્ટ કરિયર બિલ્ડીંગ યર્સ ની ! 

બાપ ના બીઝનેસ પર ગાદી તકિયે આસન જમાવાના કરિયર ફિક્સિંગ વાળા બાબલા ઓની વાત નથી પણ તેમના રવાડે ચઢી ગયેલા ઓ અંગે ની  વ્યથા છે! 

માં- બાપ એજ્યુકેશન લોન લઇ ને કે પછી આખી જિંદગી ભેગી કરેલી બચત ને સ્વાહા કરીને પણ એમના લાડલા - લાડલી ને સારી કોલેજ માં સારા ભણતર ની આશા એ એડમીશન કરાવે , અને એ જ કુળ દીપક/મીણબત્તી  , "કુલ" બનવાની લ્હાય માં માં બાપ ના સપના ઓ ને ટ્રેન્ડસ અને ફ્રેન્ડસ ની ચડસા ચડસી માં હોમી દે..

  • કોલેજ માં "સેન્ટર ઓફ એટરેક્શન" બનવા "ફૂલ" જાણે કેટ કેટલી વર "ફુલ" બને છે એ પણ છાતી ફુલાવીને! 
  • બધા લેકચર ભરતા અને નિયમિત લાઈબ્રેરી માં જતા પણ જાણે બીક લાગે છે કે ક્યાંક "બોરિંગ" કે પછી "ચતુર" [૩ ઇડીય્ટ્સ ફેમ] નું બિરુદ ના મળી જાય! 
  • અવનવા વિચિત્ર હેર કટ કરાવી ને ડીફરંત દેખાવથી જાણે "કુળ દીપક/મીણબત્તી" ને   એમની સ્ક્રીપ્ટ ના ભાવ "ફેશન ને ફેમ બાઝાર" માં  રાતો રાત ઉંચકાઈ જવાના હોય એવું એકસાઈટમેન્ટ  રહે છે !  
  • સીટી ના ફેમસ હેર સ્ટાઈલીશ[ ડોન્ટ સે હેર ડ્રેસર ઈટ સાઉન્ડ્સ ટેકી! ]  ની રેગ્યુલર એપોઇન્ત્મેન્ત સેમિસ્ટર એક્ઝામ ના શીડ્યુલ કરતા વધુ ઈમ્પોર્તંત બની જાય છે! 
  • ફેશનેબલ ક્લોથ્સ નું  બજેટ સેમિસ્ટર બુક્સ ના બીલ થી હાવી થઇ જાય છે ને અંતે નેસેસીટી વિનસ ના ન્યાયે બુક્સ શેર જ થાય છે , ખરીદતી નથી! 
  • એક બોય/ગર્લ ફ્રેન્ડ રાખવાનું "મસ્ટ" બની જાય છે અને દર સેમિસ્ટર માં એ ચેન્જ કરવું તો વળી વધુ "મસ્ટ " થઇ જાય છે! 
  • ફાઈનલ યર ગ્રેસ અને એટી કેટી ના ધક્કે ધક્કે આવી તો જાય છે પણ ફૂલ ફ્રેન્ડસ , ફેશન, ને  ફેમ ની હોડ માં જ બીઝી "કુળ દીપક/મીણબત્તી " ની આંખ નથી ઉઘડતી ! 
  • ફાઈનલ રીઝલ્ટ માં પાસ/સેકંડ ક્લાસ નો ધબ્બો , જયારે કંપની ઈન્ટરવ્યું માં કે જોબ ફેર માટે "નોટ એલીજીબલ" નું ટેગ લગાવે છે ત્યારે "ફૂલ " ને "ફુલ" વચ્ચે નો એક અક્ષર નો ફર્ક સમજાય છે  ...   
 સારી કોલેજ માં જતા "કુળ દીપક/મીણબત્તી"  ને  માં- બાપ , સારા  કપડા , અદ્યતન ગેજેટ્સ , બ્રાંડ ન્યુ વેહિકલ અપાવી દે છે , પણ સારા મિત્ર બનાવાની સમજ ને શિખામણ એક રાત માં નથી રોપી શકાતી! 
----------------------------------------------------------------------------------------------------------------------

Comments

Anonymous said…
A real Scenario of College life is represented..Not for our Engg. or Medical Students..but for other Colleges.

We are very close to all such dialogues or situations as we pass most of our time in college..

But the parents should open their eyes towards their sons/daughters.. so that their Ladlo or Ladli gives more importance to study rather than all other timepass stuffs..

The dialogues represented in the article are very close to today's college scenario..
Bhumika said…
@Snehal
Really true...
Even same scenario in Engineering colleges also these days!

My point is not opposing freedom or enjoyment of students, but my issue is - how they spoil precious career years!
one should balance enjoyment and studies!
:)
4-5 years of college decides your path for next more then 40 years, so its necessary to act wise!
Harsh Pandya said…
ફાઈનલ રીઝલ્ટ માં પાસ/સેકંડ ક્લાસ નો ધબ્બો , જયારે કંપની ઈન્ટરવ્યું માં કે જોબ ફેર માટે "નોટ એલીજીબલ" નું ટેગ લગાવે છે ત્યારે "ફૂલ " ને "ફુલ" વચ્ચે નો એક અક્ષર નો ફર્ક સમજાય છે ...

rightly said...
Parth said…
Its one of those things which could only be realized and not taught. At best one can set students thinking. thought has to come from within else it would fade soon
Bhavin sangoi said…
આમાં સૌથી મોટી ભુલ તો આજના મોડર્ન ગણાતા માં બાપની છે જે પોતાના સંતાનોને દરેક વસ્તુ માંગતા પહેલા જ આપી દે છે. બધું સહેલાઈથી મળી જાય છે એટલે કોઈ વસ્તુની કીમત નથી સમજાતી. એવું નથી કે બાળકોને મીલીટરી ડીસીપ્લીનમાં રાખવા જોઈએ પણ સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે અતિશય લાડ લડાવીને કે બધી ઈચ્છાઓ પૂરી કરીને બગડી ના મુકવા જોઈએ.
ashish gadhiya said…
u said almost truth of what is going on right now but thing which should be noticed here is that its not only parent's problem its also about lack of wisdom(student's)........we cannot blame on only one person.....the system of education in which we are studying or in institutes are not enough good.
there are lots of factor on which we should think....i dont know how can i explain these thing.......

Popular posts from this blog

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

“નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે, જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગેઅને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે? સીન-૨:
"હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે, તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
મારા દિમાગને જાણે ક…

લાઈફ સફારી~૪૮: “સંબંધ એટલે શું?”

“મોટી, યુ શુડ સ્ટોપ રાઈટીંગ. રાઈટીંગ શુડ બી ડન બાય વાઈસ એન્ડ બોલ્ડ પર્સન. તારા જેવા સેન્ટી-મેન્ટલ અને મેસ્ડઅપ આત્માઓએ લખવું ના જ જોઈએ. સંબંધોમાં ઓલમોસ્ટ સિફર રહેલી તું, સાચા સંબંધ કે એ સાચવવાની સલાહ કઈ રીતે આપી શકે રીડર્સને?”-મારા રૂટીન ગુસ્સા અને અકળામણના રિએક્શનમાં મારા દિલોજાન દોસ્તએ ફ્રીની એડવાઈઝ આપી. “આઈ ડીફર. મારા જેવા ઇમોશનલ ફુલ અને દિલથી ડફર લોકોજ લાગણીઓના લોચા અને સંબંધોના સાંધા સહેલાઈથી સમઝી અને સહેજી શકે. જ્યાં સુધી જાતે જોયુ, અનુભવ્યું કે મહેસુસ કર્યું ના હોય ત્યાં સુધી કઈ લખવું શક્ય જ નથી! મારા માટે લખવું એટલે જાત સાથે પ્રમાણિક પણે વાત કરવી છે- ભલે વાત પોતે જોયેલી સ્નેહી-સ્વજનના દર્દની હોય કે જાતે નોતરેલા કોઈ પ્રોબ્લેમની! હા, હું ઘણા સંબંધોમાં લાગણીઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છું, પરંતુ આ નિષ્ફળતા એ જ મને સંબંધોના એ પાઠ શીખવ્યા છે જે કોઈ સુફિયાણી રીલેશનશીપ-મેનેજમેન્ટની વર્કશોપ કે સો કોલ્ડ બેસ્ટ સેલર સંબંધ બચાવ-બુક વડે મળવા શક્ય નથી! લખવા માટે વાઈસ હોવું નહિ, થોડું ક્રેક- ક્રેઝી હોવું જરૂરી છે, તો જ એ પારદર્શકતા અને ઓનેસ્ટી આવે લખાણમાં જે સત્ય કહેવા અને સ્વીકારવા જરૂરી છે!”- મ…

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.
આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.
અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી…