સીન - ૧ ::
૩ વર્ષ પહેલા , એક રીલેટીવ ના ઘેર સીમંત [ નવા કોડ માં બેબી શાવર કેવાય તે જ તો! ] નો પ્રસંગ ...
"ભૂમિકા , તું અંદર લેડીઝ સેક્શન માં બેસવાને બદલે અહી બહાર હિંચકે કેમ બેઠી છું ? તારે તો આજે બધી વિધિ ડીટેલ માં જોવી તી ને શું થયું ? " - ચા નો કપ મારા હાથ માં પકડાવી કેયુરે પૂછ્યું ... એ પ્રશ્ન જેનો જવાબ મારે એને નતો આપવો ...પણ મારી આંખો કદાચ મારા શબ્દો કરતા જલ્દી ને વધુ જ બોલે છે!
"કઈ ની, એ તો માસી એ મને એમ કીધું કે અંદર સફોકેશન છે ને ભીડ વધારે છે તો તું બહાર હિંચકે બેસ શાંતિ થી ! એટલે ! " - મેં નીચું જોઇને જવાબ આપ્યો.. મારી આંખો જવાબ આપતા ઢળી જાય એટલે ક્યાંક તો એ આંસુ છુપવાતા હોય, ક્યાંક તો કૈક જુઠ્ઠું બોલાઈ ગયું હોય!
ને અચાનક એક વાર્તાલાપ અમારે કાને પડ્યો ...
" ભૂમિકા ક્યાં ગઈ ? હમણાં તો જોઈ હતી એને , અંદર દેખાતી નથી ને "
"એને મેં બહાર બેસાડી છે , બા ના પડતા તા , એનો ૪ વર્ષ થી ખોળો કોરો છે તો આવા પ્રસંગે એને.... મને પણ ખરાબ તો લાગ્યું પણ હવે... "
"હુમ્મ , મેં જોયું હમણાં જ ૪-૫ જણા ને માસી સફોકેટેડ ભીડ માં આગ્રહ કરી કરી ને લઇ ગયા! ને આ બેકગ્રાઉન્ડ ટોક પણ સાંભળી . .ધે આર સીક , એન્ડ થે નીડ ટ્રીટમેન્ટ ! લેટ્સ ગો હોમ ! " - કારણ જાણી ને કેયુર અકળાયો!
ને અત્યાર સુધી આંખ માં અટવાઈ રહેલા બધા આંસુ એકસાથે બહાર આવી ગયા...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સીન-૨ ::
૩-૪ મહિના પહેલા , અગેન એક રીલેટીવ ના ઘેર માતાજી તેડવા ને સીમંત નો પ્રસંગ ...
"કાકી , હું ખોળો નહિ ભરું ... " - મેં મારા કાકીજી ને રીક્વેસ્ટ કરી ..
"કેમ ? મેં તારી મમ્મી ને પણ કીધું જ છે ! ને કોઈ બહાના નહિ ખોળો તારે જ ભરવાનો છે! " કાકી જી એ પ્રેમથી મારા માથે હાથ ફેરવી ને કીધું !
વિધિ ના સમયે બ્રાહ્મણના કહેવા પ્રમાણે હું મારી દેરાણી સાથે ગોઠવાઈ ગઈ.. આખા ઘર માં આનંદ ને ઉત્સાહ નું વાતાવરણ તો મારું મન કેમ આટલું અશાંત ?
"ખોળો કોણ ભરવાનું છે ? "
"ભૂમિકા ભરવાની છે! "
"પણ એને તો બેબી છે તો ... તમારે ના ના પડાય ? "
" અરે મેં તો પહેલા જ કીધું - કે--- પાણો ભરશે તો પાણો જ આવશે -- પણ જેવી એમની મરજી ... "
પાછળ ચાલતો વાર્તાલાપ સાંભળી ને ૨ ઘડી મગજ બંધ થઇ ગયું ... મગજ માં એક જ વાક્ય ઘૂમરાવા લાગ્યું .. " પાણો ભરશે તો પાણો જ આવશે ! " ...
"પ્રસંગ ના બગડવો જોઈએ .... કંટ્રોલ યોરસેલ્ફ ... " કેયુરે દરવાજા પાસેથી ઈશારો કર્યો..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" ભૂમિકા , સમાચાર મળ્યા તને ? તારું મહેણું ભાંગી ગયું .. તારા દિયરને ત્યાં બાબો આવ્યો ! " - કેયુરે ખુશી ખુશી સમાચાર આપ્યા!
"હાશ ભગવાન... આટલી પ્રાર્થના તો મેં મારા કીડ માટે પણ નથી કરી .. જેટલી આ વખતે... " - બોલતા બોલતા ગળે ડૂમો ભરાઈ ગયો ...અને આંખો ભરાઈ આવી!
....................................................................
"પાણો ભરે તો પાણો જ આવશે ! " -- મગજ વિચારી રહ્યું ..
આ પાણો એટલે ?
અને તો પછી હું કોણ છું ?
અને એક માં બન્યા વગર શું મારી કોઈ જ ઓળખ નથી ?
ને જો સ્નેહી ને સંબંધી અને સમાજ જો આવા જ હોય - પાછળથી સંભળાવા ને ટોણામારવા વાળા ને લાગણી વિહીન , તો મારી એકલતા મને મુબારક!
Comments
ane ek kahevat gujarati ma chhe "GAAM NA MODHE GARNU BANDHVA NA JAVAY"
I know , i also dont bother much about what all says...
but this ALL were part of my FAMILY ...
so...
i have slowly learned to ignore such persons n comments, though momentarily it pains!
and why i shared this on blog? - just to let others know - such behavior hurts, and should be avoided as far as possible!
Excellent presentation of disgusting domestic rituals n beliefs...
I got your link from Bhushan's blog. Just read this blog of yours first. Do keep writing.
I am not sure if I should or should not say it, but I beleive that the problem that we nurture in our society for females is that we give them their identity in relationship to another person.
દરેક વ્યક્તિ નુ પોતાનુ ઍક વ્યક્તિત્વ હોય છે. અને માણસ ની પેહલી ઓડખાણ, માઁ, દીકરી કે પત્ની ના હોવી જોઈયે પણ પોતાની ઓડખણ હોવી જોઇઍ. I know many families jemne tya pehlu baadak 7-8 varshe aavyu tu, and that too fantastic kids. પણ મારુ માનવુ છે, લોકોના મેહણા ઍટલા પણ મંન પર નહી લેતા કે તમે તમારી ઓડખ ઍ ઍક ઝંખના સાથે જોડી દો. તમે તમારા "ખુદ" મા પણ પૂર્ણ છો.
તમારા બીજા બ્લોગ્સ પણ વાચ્યા. Do keep writing. Its a wonderful and unfair world that we live in. There is a lot to say, and people who can put it well has a duty of saying that.
-Jay
Do check this blog of mine. You might like it. http://happykehappythoughts.blogspot.com/
Bija pan blog che , pan this one is special, its for "Happy" :)
Gujju families ma ..this is one of the most common scenes when ppl meet up for some function...
Why smone is not getting married k pachi why someone is not having kids !!
Whatever to them!
keep writing :)
I was surfing on facebook... from there I came to know about this blog...
I read one... then 2nd...3rd... I can not stop myself..
Your writing is fabulous...
I like the way you write...
At first you write some conversations..(come close to the heart of reader)
Then you put your main point...(directly stab into reader's heart..!!)
No one can escape..!!!
thanks for such nice blog...keep on writing..