Skip to main content

આ પાણો એટલે ???

સીન - ૧ :: 
૩ વર્ષ પહેલા , એક રીલેટીવ ના ઘેર સીમંત [ નવા કોડ  માં બેબી શાવર કેવાય તે જ તો! ] નો પ્રસંગ ...

"ભૂમિકા , તું અંદર લેડીઝ સેક્શન માં બેસવાને બદલે અહી બહાર હિંચકે કેમ બેઠી છું ? તારે તો આજે બધી વિધિ ડીટેલ માં જોવી તી ને શું  થયું ? " - ચા નો કપ મારા હાથ માં પકડાવી કેયુરે પૂછ્યું ... એ  પ્રશ્ન જેનો જવાબ મારે એને નતો આપવો ...પણ મારી આંખો કદાચ મારા શબ્દો કરતા જલ્દી ને વધુ જ બોલે છે! 

"કઈ ની, એ તો માસી એ મને એમ કીધું કે અંદર સફોકેશન છે ને ભીડ વધારે છે તો તું બહાર હિંચકે બેસ શાંતિ થી ! એટલે ! " - મેં નીચું જોઇને જવાબ આપ્યો.. મારી આંખો  જવાબ આપતા ઢળી જાય એટલે ક્યાંક તો એ આંસુ છુપવાતા  હોય, ક્યાંક તો કૈક જુઠ્ઠું બોલાઈ  ગયું હોય! 

 ને અચાનક એક વાર્તાલાપ અમારે કાને  પડ્યો ... 
" ભૂમિકા ક્યાં ગઈ ? હમણાં તો જોઈ હતી એને , અંદર દેખાતી નથી ને  " 
"એને મેં બહાર બેસાડી છે , બા  ના પડતા તા , એનો ૪ વર્ષ થી ખોળો કોરો છે તો આવા પ્રસંગે એને.... મને પણ ખરાબ તો લાગ્યું પણ હવે... "

"હુમ્મ , મેં જોયું હમણાં જ ૪-૫ જણા ને માસી  સફોકેટેડ ભીડ માં  આગ્રહ કરી કરી ને લઇ ગયા! ને આ બેકગ્રાઉન્ડ ટોક પણ સાંભળી . .ધે આર સીક , એન્ડ થે નીડ ટ્રીટમેન્ટ !   લેટ્સ ગો હોમ ! " - કારણ જાણી ને કેયુર અકળાયો!
ને અત્યાર સુધી આંખ માં અટવાઈ રહેલા બધા આંસુ એકસાથે બહાર આવી ગયા... 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સીન-૨ :: 
૩-૪ મહિના પહેલા , અગેન એક રીલેટીવ ના ઘેર માતાજી તેડવા ને સીમંત નો પ્રસંગ ...

"કાકી , હું ખોળો નહિ ભરું ... " - મેં મારા કાકીજી ને રીક્વેસ્ટ કરી ..
"કેમ ? મેં તારી મમ્મી ને પણ કીધું જ છે ! ને કોઈ બહાના નહિ ખોળો તારે જ ભરવાનો છે! " કાકી જી એ પ્રેમથી મારા માથે હાથ ફેરવી ને કીધું ! 

વિધિ ના સમયે બ્રાહ્મણના કહેવા પ્રમાણે હું મારી દેરાણી સાથે ગોઠવાઈ ગઈ.. આખા ઘર માં આનંદ ને ઉત્સાહ નું વાતાવરણ  તો મારું મન કેમ આટલું અશાંત ? 

"ખોળો કોણ ભરવાનું છે ? "
"ભૂમિકા ભરવાની છે! "
"પણ એને તો બેબી છે તો ... તમારે ના ના પડાય ? " 
" અરે મેં તો પહેલા જ કીધું - કે---  પાણો  ભરશે તો પાણો જ આવશે -- પણ જેવી એમની મરજી ... " 

પાછળ ચાલતો વાર્તાલાપ સાંભળી ને  ૨ ઘડી મગજ બંધ થઇ ગયું ... મગજ માં એક જ વાક્ય ઘૂમરાવા લાગ્યું .. " પાણો ભરશે તો પાણો જ આવશે ! " ... 
"પ્રસંગ ના બગડવો જોઈએ .... કંટ્રોલ યોરસેલ્ફ ...  " કેયુરે દરવાજા પાસેથી ઈશારો કર્યો.. 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" ભૂમિકા , સમાચાર મળ્યા તને ? તારું મહેણું ભાંગી ગયું .. તારા દિયરને ત્યાં  બાબો આવ્યો  ! "  - કેયુરે ખુશી ખુશી સમાચાર આપ્યા! 
"હાશ ભગવાન... આટલી પ્રાર્થના તો મેં મારા કીડ માટે પણ નથી કરી .. જેટલી આ વખતે... " - બોલતા બોલતા ગળે ડૂમો ભરાઈ ગયો ...અને આંખો ભરાઈ આવી! 
....................................................................
"પાણો ભરે તો પાણો જ આવશે ! " -- મગજ વિચારી રહ્યું ..
આ પાણો એટલે ?  
અને તો પછી હું કોણ છું ? 
અને એક માં બન્યા વગર શું મારી કોઈ જ ઓળખ નથી ? 
ને જો સ્નેહી ને સંબંધી અને સમાજ જો આવા જ હોય - પાછળથી સંભળાવા   ને ટોણામારવા વાળા ને લાગણી વિહીન ,  તો મારી એકલતા મને મુબારક! 

Comments

again you came with strong point..but someone has just taught me tht we never ever have to listen anybody except our close or loved one

ane ek kahevat gujarati ma chhe "GAAM NA MODHE GARNU BANDHVA NA JAVAY"
Bhumika said…
@krishna
I know , i also dont bother much about what all says...
but this ALL were part of my FAMILY ...
so...
i have slowly learned to ignore such persons n comments, though momentarily it pains!

and why i shared this on blog? - just to let others know - such behavior hurts, and should be avoided as far as possible!
The Man said…
Hates off to u, Bhumika...
Excellent presentation of disgusting domestic rituals n beliefs...
Harsh Pandya said…
તકલીફ એ છે કે આપણે ડગલે ને પગલે થતા આવા ઝીણા ઝીણા અન્યાયો સામે અવાજ નથી ઉઠાવતા...પરિણામે સમાજ આખો શાહમૃગ વૃત્તિ વાળો બની જાય છે.કોઈ અવાજ ઉઠાવે તો સાલો આખો સમાજ જાણે એને પાડી દેવા માટે જ એક થતો હોય છે.બાકી સમાજ આંધળી ધાર્મિકતા અને બહેરી રીતરસમોમાં લૂલો-લંગડો બની ગયો છે.આવું લખવા માટે પણ તાકાત જોઈએ...એટલે જ તો સેલ્યુટ છે ભુમ્સ...
sanket said…
agree with harsh, ghani vakhat evu bantu hoy chhe k ghana lokone au nathi pan gamtu hotu pan badha ekbijani rah jovama besi rahe chhe. pariname avi sthitio sudharata ghano samay lage chhe...
Atit said…
ખરેખર સમાજ લાગણી વિહીન છે, એમાં પણ મોટા . કોઈ પણ પ્રસંગ હોય , એમના રીતી રીવાજો થી સાદી ભાષા માં કૌ તો મગજ નો ત્રાસ કરી મૂકે છે, પણ હું એમ માનું છું કે આજના મોર્ડનાઇઝેશન ના જમાના માં મમ્મી ઓ સ્માર્ટ છે અને આવનારી પેઢી સમજદાર છે , ૫ ૧૦ વર્ષ પછી આવા બધા રીવાજો અને માન્યતા ઓ અભેરાઈ એ ચઢાવી દેવાય તો નવાઈ નહિ .
Jay said…
Hi Bhumika,

I got your link from Bhushan's blog. Just read this blog of yours first. Do keep writing.

I am not sure if I should or should not say it, but I beleive that the problem that we nurture in our society for females is that we give them their identity in relationship to another person.

દરેક વ્યક્તિ નુ પોતાનુ ઍક વ્યક્તિત્વ હોય છે. અને માણસ ની પેહલી ઓડખાણ, માઁ, દીકરી કે પત્ની ના હોવી જોઈયે પણ પોતાની ઓડખણ હોવી જોઇઍ. I know many families jemne tya pehlu baadak 7-8 varshe aavyu tu, and that too fantastic kids. પણ મારુ માનવુ છે, લોકોના મેહણા ઍટલા પણ મંન પર નહી લેતા કે તમે તમારી ઓડખ ઍ ઍક ઝંખના સાથે જોડી દો. તમે તમારા "ખુદ" મા પણ પૂર્ણ છો.

તમારા બીજા બ્લોગ્સ પણ વાચ્યા. Do keep writing. Its a wonderful and unfair world that we live in. There is a lot to say, and people who can put it well has a duty of saying that.

-Jay
Jay said…
I did not see the timelines in this blog of yours. Congratulations for Heer :). Hope my views werent offending in any form.

Do check this blog of mine. You might like it. http://happykehappythoughts.blogspot.com/

Bija pan blog che , pan this one is special, its for "Happy" :)
Apara said…
Very good one !! Substantial ...
Gujju families ma ..this is one of the most common scenes when ppl meet up for some function...
Why smone is not getting married k pachi why someone is not having kids !!
Whatever to them!

keep writing :)
Tejas said…
Again heart touching point...

I was surfing on facebook... from there I came to know about this blog...
I read one... then 2nd...3rd... I can not stop myself..

Your writing is fabulous...
I like the way you write...
At first you write some conversations..(come close to the heart of reader)
Then you put your main point...(directly stab into reader's heart..!!)
No one can escape..!!!

thanks for such nice blog...keep on writing..

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...