Skip to main content

હસના મના હે !

દિવસ - ૧ :: 
"સર, મેં તમને કાલે પણ કહ્યું હતું , મને મેડીકલ ફિલ્ડ માં કઈ જ ના ખબર પડે... " - મારો  કન્વીન્સીંગ પાવર સારો છે પણ પ્રોફેશનલી મોટેભાગે હું જાતે જલ્દી કન્વીન્સ થઇ જાઉં છું! મેં મેડીકલ કોલેજ ના દિન ને રીક્વેસ્ટ કરી , આ મારી ચોથી નિષ્ફળ રીક્વેસ્ટ હતી! 

" અરે, કઈ વાંધો ની મેડમ, તમે ખાલી એક વાર સોફ્ટવેર જોઇને ઓકે કરી દો તો અમે એ ડીઝાઈનર નું પેમેન્ટ કરી દઈએ ! " - મેડીકલ ના ડીન  આજે મને કોઈ પણ ભોગે હલાલ કરવાના મુડ માં હતા ! 

" પણ સર તમારે કેવી રીક્વાયાર્મેન્ત હોય, કેવા કન્સટ્રેન  ચેક કરવાના હોય મને ના ખબર પડે! તમે મારી સાથે કોઈ ડોક્ટર ને પણ મોકલો ! " - મેં છેલો પ્રયાસ કર્યો! 

" અરે ડોકટરો તો હજુ કાલે આવશે! " - ડીન અટવાઈ ને બોલ્યા! 

"અરે હું તમારા હોસ્પિટલ ના ડોક્ટર્સ ની વાત કરું છે! કાલે કોણ આવાનું છે? કાલે તો ઇન્સ્પેકશન નથી ? " - હું થોડી મૂંઝાઈ  ગઈ! 

"તમે એ બધું જવા દો , ગેસ્ટ હાઉસ માં તમને લઇ જવા ગાડી બહાર આવી ગઈ છે , તમે એક વાર ઓકે કહો તો વાત પતે! " - ડીન મને ને વાત બંને ને પતવાની ફીરક માં હતા! 

હું કમને ઉભી થઇ , બહારમારી રાહ જોઈ રહેલી પોશ ગાડી માં બેસી ને ગેસ્ટ હાઉસ પર એક અણગમતું કામ કરવા પહોંચી !

સોફ્ટવેર થોડું ધારણા કરતા વધુ વિચિત્ર ને બાલીશ હતું.. એટલે કામ જલ્દી પત્યું ! ને મેં ડીન સાહેબ ને ફોન લગાવ્યો...
" સર, સાવ જ વાહિયાત સોફ્ટવેર છે! ના જ ખરીદાય..  એ માણસ ને કોડીંગ નો સી પણ નથી આવડતો ને એ સોફ્ટવેર માં "ઈએકસી "   ફાઈલ જેવું કશુજ નથી તો એક એક ફોર્મ ખોલી ને રન કરવાનું ! આના કરતા સારું સોફ્ટવેર તો મારા સ્ટુડનટ્સ બનાવે છે! " - એક સામટો મારો ગુસ્સો ઠલવાઈ ગયો પછી સમજાયું સામે વાળા ને પણ ક્યાં "કોડીંગ"  નો "સી", "સોફ્ટવેર" નો "એસ" કે "ઇએકસી" નો "ઈ" આવડે છે ! 

"મેડમ , આમ "ના" ના  કહો ,  આપડે અડધું પેમેન્ટ કરી દીધું છે , તમે ખાલી સાઇન કરી દો ને! બાકી બધું હું સંભાળી લઈશ ! " - ડીન સાહેબે ઉલ્લુ બનાવાની શરૂઆત મારાથી જ કરી! 

" ના સર, હું સાઇન ની કરું ! સોરી! કાલે હું આઈટી સપોર્ટ માટે સવારે ૧૦ વાગે આવી જઈશ! " - વધુ નકામી વાતો થી બચવા હું જલ્દી નીકળી! 

એકદમ સુમસાન ફ્રન્ટ હોલ , નામ માત્ર નો એક પણ દર્દી, ડોક્ટર કે સ્ટાફ નહિ.. કોણ માને કે કાલે અહી મેડીકલ ઇન્સ્પેકશન છે! 
આટલી મોટી હોસ્પિટલ ને છતાં ખાલી ખમ્મ ! 

દિવસ - ૨ ::
" અરે ૧૦:૧૦ થઇ ગઈ , મોડું થઇ ગયું ... " - વિચારો માં ખોવાયેલી હું જેવી હોસ્પિટલ માં પ્રવેશી  , એક આંચકા  સાથે બહાર પણ આવી ગઈ! બહાર આવી ને હોસ્પિટલ નું નામ વાંચ્યું! ને વિચાર્યું , હોસ્પિટલ તો આજ છે ...

આજુ બાજુ ના કોઈ ગામ માં કોઈ રોગ ચાળો ફાટ્યો કે પછી કોઈ કુદરતી આફતઆવી હશે ? એવી બીક લાગી ! 

આંચકો એ વાત નો હતો કે ગઈ કાલે જ્યાં સ્મશાન જેવી શાંતિ હતી ત્યાં આજે દર્દી અને ડોક્ટર્સ નો રાફડો ફાટ્યો હતો! 
અમદાવાદ સિવિલ માં પણ આવો સનસનીખેજ સીન ના જોવા મળે એમ વિચારી ને હસવું આવી ગયું! 

ફ્રન્ટ હોલ માં આવતાની સાથે જ વાતાવરણ ની ગડબડ મહેસુસ થવા લાગી! 

સામે એક  દર્દી પગે મોટ્ટા ફ્રેકચર ના પાટા સાથે પણ જલસા થી મસ્ત ચાલી ને જતો હતો  તો બીજી બાજુ થી એક પ્રેગનેન્ટ બહેને આવી ને માને "તમે અહી? " એમ પૂછ્યું ને મને યાદ આવ્યું કે આ તો સામે ની ચા ની રેંકડી વાળા માસી ની બેબી , જેના લગ્ન પણ નથી થયા ને કાલ સુધી ફિગર પણ ઠીક જ હતું! 

"ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે .... " ગીત ગણગણતા હું જેવી ડીન ની ઓફીસ પાસે પહોંચી , એક ડોક્ટર { વ્હાઈટ કોટ વાળો એટલે ડોક્ટર એમ સમજવું ! } મારી પાસે આવી ને પૂછવા લાગ્યો - "  તમને ખબર છે પીડિયા વોર્ડ  ક્યાં છે ? "
" વ્હાઈટ કોટ કોણે પહેર્યો છે ? મેં કે તમે ? એને ખબર હોવી જોઈએ કયો વોર્ડ ક્યાં છે !   " - મારો  જવાબ સંભાળી ને વ્હાઈટ કોટધારી ગભરાઈ ગયો! 

સહેજ આગળ ગઈ ત્યાં એક વ્હીસલ વાગી જોરથી [ પોલીસ વાળા જેવી ] ને એ પછી એક બુમ સાંભળી " સાવધાન... " 
અને મારા આશ્ચર્ય વચ્ચે ૫ મિનીટ માટે નાસ ભાગ મચી ગઈ અને છઠ્ઠી મીનીટે દર્દીઓ ને ડોક્ટર્સ જે તે વોર્ડ માં ભરાઈ ગયા ! 

અને મને સમજાયું કે ઇન્સ્પેકશન ની ટીમ આવી એનું એ સિગ્નલ હતું ... ને બધા ભાડુતી ડોક્ટર્સ કામે વળગી ગયા ને ભાડુતી દર્દી ઓ બેડ પર લંબાવી ગયા! 

ઇન્સ્પેકશન ની ટીમ એક એક વસ્તુ ની બારીકાઈથી નિરીક્ષણ કરી રહી હતી! અંદર ખાને એમને પણ આ ઝોલ ઝાલ ની ખબર હતી જ ને એમ ને આ ઝોલઝાલ ચલાવી લેવા સારો એવો પ્રસાદ પણ અપાયો હતો એવા સમાચાર પણ મળ્યા હતા! 

" ઉપર ઓર્થો વોર્ડ માં દર્દી ખૂટે છે ... કઈ કરો " - એક ભાડુતી ડોકટરે ડીન ના કાન માં ધીમે થી વાત નાખી ! 
ડીને એમના એક ફન્ટર  ને  સમજાવ્યું - " નીચે પહેલા વોર્ડ માંથી હમણાં કામ પત્યું ત્યાના થોડા સેમ્પલ ઉપર હાડકા ના વિભાગ માં  મેકપ કરી ને ગોઠવી દે! 
સેમ્પલ ને મેક અપ સબ્દો સંભાળી હાસ્ય વગર ના રહેવાયું ! 

ટીમ ઇન્સ્પેકશન કરતી કરતી ડીન ના શબ્દો માં કહીએ તો "હાડકા ના વિભાગ માં "  પહોંચી ...
ટીમ લીડર એવા કડક મેડમ તાડૂક્યા - આ ૩ પેશન્ટ્સ ને તો આઈ સી યુ માં જોયા હતા , અહી ક્યાંથી ?

જવાબ કોણ આપે ? 

માહોલ થી કંટાળી હું બાજુના ઓપરેશન થીયેટર માં ઘુસી જ્યાં મારી ઉમર ના થોડા ઇન્ટર્ન ડોક્ટર્સ ઇન્સ્પેકશન ની તૈયારી માં પઢેલાપોપટ ની જેમ ગોઠવાયેલા હતા! 

એમની સાથે ઓપચારિક વાતો પતાવી કુતુહલવશ સામે પડેલી એક બરણી બતાવી મેં પૂછ્યું - " આ કયું ઓર્ગન છે ? "   
"ગર્ભાશય " - પહેલો પોપટ બોલ્યો..
"ના રે આંતરડું  છે !" - બીજા પોપટે પોતાની હોશિયારી બતાવી! 
" તમે બંને ખોટા એ તો સ્વાદુપિંડ છે ! " - ત્રીજા પોપટ પોતે રહી જશે એમ સમજી વાત માં કુદી જ પડ્યો! 

હું આશ્ચર્ય થી એ ૩ પોપટ ની સામે જોઈ રહી ... ત્યાં જ એક કામવાળા બેન આવ્યા બે પેલી વિવાદાસ્પદ બરણી લઈને ચાલવા લાગ્યા ! 
એટલે બોઘ્લાઈ ગયેલા ત્રણે પોપટો સાથે ટહુક્યા ...

ને માસી ના જવાબ થી હું સ્તબ્ધ થઇ ગઈ.. " સાહેબ આ તો મારી અથાણા ની બરણી છે , તમારે જોઈએ તો થોડું કાઢી લ્યો... આ તો અહી "એ.સી" ચાલે ને મઝાનું ઠંડુ હોય એટલે હું અહી જ મૂકી રાખું ! ..."

લો બોલો .. ઓપરેશન થીયેટર ના એસી ના પૈસા વસુલ - હું સ્વ-ગત બોલી!   
ત્રણે પોપટ શરમ ને સંકોચ થી ફૂરરર થઇ ગયા! 
ને હું વિચારી રહી ... " ભગવાન , મોત દઈ દેજે પણ આવા ડોક્ટર ના હાથે કોઈ ઓપરેશન ના દેતો નહિ તો ગર્ભાશય કાઢવાનું હશેને એ લોકો કાઢી નાખશે હાર્ટ.... "

હવે આ ઇન્સ્પેકશન નું શું રીઝલ્ટ આવ્યું એ પૂછવા ની મનાઈ છે ! 
અને આ હોટ અને હેપનિંગ હોસ્પિટલ નું નામ પૂછવાની તો સખ્ખત મનાઈ છે! 

Comments

Nimesh said…
Lol!! Amazing description.
Minal said…
While reading feels like i'm watching ..Munnabhai MBBS! In 1st part i thought hmmm..its a part of life 2nd part...getting confused is it real?!!! 3rd part OMG....have to laugh or have to cry with shock?!! Really its so disturbing and shocking to have such kind of din, docs.,( real!! & though actors) and inspection team who are not following their professional duty! " Karun Hasya" i would say. The last part was real hilarious the conversation of what in a jar!!
Harsh Pandya said…
હાહાહા..જીયો જીયો..ભુમ્સ ઇન ફોર્મ...
Hemang said…
સાલું છેક ખોટું પણ નથી લાગતું...
જનરલ ઓપ્શન પદ્ધતિથી પરીક્ષા આપનાર એક મેડીકલ સ્ટુડંટે સર્જરીના ઓપ્શનમાં પોસ્ટમોર્ટમની તૈયારી કરી હતી.
આ હોટ અને હેપનિંગ હોસ્પીટલમાં, ઓપરેશન સે પહેલે 'ફોર્મ ભરના જરુરી હૈ ક્યા?'
meddy said…
a beat overdose...
Atit Shah said…
વાંચન બાદ વાલિયા અને બીજી ૨ ૩ નામચીન મેડીકલ કોલેજ યાદ આઈ ગઈ . description is in very well organized manner and no little but necessary detail is missing ! I liked it!
Urvek Shah said…
ma'am....is there any hospital present in India!!! its unbelievable!!!!
Brain Waves said…
mane to munnabhai ni hospital yad aavi gai.. mane lage che ke aa aeni ja vat thai rahi che.. !!sachi hospital ni nahi !
Bhushan said…
roflolzzzzzz.

bhooms,
its high-time u start writing proffessionally!!
Bhumika said…
@bhushan
Professional writters have many many many more professional quality that i dont have!
:(
but one day I WILL!
Its my DREAM :)
Bhumika said…
@meddy n brain waves..
If u are reading me regularly! u must be knowing- i never put any virtual plot on my blog!
I just post all TRUTH that i have came across on my blog!

:)
either believe it or not! choice is urs!
:)
Bhumika said…
@urvek...
there r so many Ghostlike Hospitals n colleges in INDIA , even outside INDIA... :)
lollzzz....avu najro najar joyu chhe kya e kahu to kadach koi nahi mane but vagar inspection e me joyu chhe lollzz...hashe pan ha ek vat confirm chhe badhaj DOCS ava nathi hota darek vat ma apvad aave emaj DOCS ma pan apvad ave chhe re..
FaKeTrUtH said…
Sita Ram Seva trust mam...
I know that hospital
લગભગ દરેક નાના સેન્ટરની હોસ્પિટલની આ જ દશા છે. ૨૦૦૪ માં રાજકોટ ૧૦ દિવસ રહેલો ત્યારે એક સરકારી ઉચ્ચ અધીકારી સાથે રોજ ૩-૪ કલાક સત્સંગ થતો. એટલી કરૂણ વાતો આપણી સિસ્ટમ માટેની સાંભળી રીતસરનું રડવું આવેલું. વર્લ્ડ બેન્ક સ્પોન્સર ગામો કે જેમા પ્રાથમીક સુવિધા માટેનું ફંડ વર્લ્ડ બેન્ક આપતી તેની ચોપડે સંખ્યા ૭૦ હોય પણ ચેક કરવા આવે ત્યારે ૧૦ ગામો જ નામના પાટીયા બદલી બતાવી દેવામાં આવે. તેમા પણ હેન્ડ પંપના માથા જ ફીટ કરેલા હોય નીચે બોર કરી પાઇપ નદારદ હોય.
એક સાવ અંગતની વ્યક્તિ કેટલાય ચેરીટેબલ ટ્રસ્ટ ખોલીને બેઠી છે તેનું કામ જ રિલીફ સહાય ના ચેક વટાવી આપવાનું છે. માર્જીન ૨૦-૩૦-૪૦ %. એટલે કે ૧ કરોડની સહાયનો ચેક વટાવો એટલે ૬૦-૭૦ કે ૮૦ લાખ રોકડા બ્લેકના આપી દે. વાર્ષીક ૫૦૦-૧૦૦૦ કરોડનું ટર્નઓવર કરે છે.
દુ:ખદ બાબદ એ છે કે ભ્રષ્ટાચારને આપણે અનિવાર્ય અનિષ્ટ તરીકે સ્વિકારી લીધુ છે. બાળકના જન્મ વખતે હોસ્પિટલની નર્શ થી લઈ મરણ વખતે હોસ્પિટલમાં PM સુધી અરે સ્મશાનમાં પણ વહેલા વારો આવે તે માટે લાંચ આપ્યે છીએ. આ બધુ જ નજરે જોયેલુ છે છતા માથુ ખંજવાળીને બેસી રહેવું પડે છે.

સોરી ખુબ લાંબી કોમેન્ટ લખાય ગઈ. પણ મથાળા ને સાર્થક કરવા લખવું પડ્યુ "હસના મના હૈ" તમે જોયુ તે હાસ્યાસ્પદ નહી કરૂણ દ્રષ્ય છે છતા.... :)
Alpesh Bhalala said…
જગ્રતભાઈ સાથે સહમત કે આ હાસ્યકથા નહીં પણ કરુણકથા છે. But its really shocking. Specially when its with hospitals and in-turn playing with patients.
hiren antani said…
વડોદરામાં ગોત્રીની નવી મેડિકલ કોલેજના ઇન્સ્પેકશન વખતે ખુદ સરકારી તંત્રએ ગામડાંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબો અને દર્દીઓથી આખી હોસ્પિટલ ભરી દીધી હતી. રાતો રાત 50 પલંગ અન્ય ઓફિસોમાંથી ભાડે લાવીને વોર્ડ તૈયાર કરી દેવાયો હતો. આ બધું અમે છાપાંમાં લખ્યું તો ઘણા લોકોએ ફોન કર્યા કે તમે વડોદરાના હિતોના વિરોધી છે. ગમે તેમ કરીને પણ વડોદરાને નવી મેડિકલ કોલેજ મળતી હોય તો તમને શું વાંધો છે....
આ ગમે તેમ કરીને...શબ્દ પ્રયોગ સામે જ અમને વાંધો હતો. અમારો જવાબ એ હતો કે સરકાર પોતે નવી મેડિકલ કોલેજ સ્થાપવા જઇ રહી છે તો શા માટે વર્લ્ડ કલાસ ફેસેલીટીઝ ઉભી કરીને એક આદર્શ ઉદાહરણ સ્થાપિત કરતી નથી. આ રીતે એમસીઆઇની ટીમની આંખમાં ધુળ નાખીને મંજુરી લેવાનો ખેલ જો ખુદ સરકાર કરશે તો પછી પ્રાઇવેટવાળાઓનો શું વાંક....
સદનસીબે એ વખતે ગોત્રીમાં નવી હોસ્પિટલ માટે મંજુરી ના જ મળી. આગે જાને રામ કયા હોગા......
Bhumika said…
@alpeshji
really it was shocking for me also!
but reality is shocking manytimes! :(
Bhumika said…
@jagrat
agreed wid u 100%
Bhumika said…
@hiren
i must appreciate ur efforts for that dummy hospital...
loko to bole , just support truth!
Tejas said…
Sorry...but Disappointed!
IS THIS A REAl INCIDENT?

પછી સમજાયું સામે વાળા ને પણ ક્યાં "કોડીંગ" નો "સી", "સોફ્ટવેર" નો "એસ" કે "ઇએકસી" નો "ઈ" આવડે છે...
>I am a student and still know what all these mean and you are talking about dean... I can not believe on your lines...

એકદમ સુમસાન ફ્રન્ટ હોલ , નામ માત્ર નો એક પણ દર્દી, ડોક્ટર કે સ્ટાફ નહિ.. કોણ માને કે કાલે અહી મેડીકલ ઇન્સ્પેકશન છે!
આટલી મોટી હોસ્પિટલ ને છતાં ખાલી ખમ્મ !
>If there was no one, then how it could be a hospital?

માહોલ થી કંટાળી હું બાજુના ઓપરેશન થીયેટર માં ઘુસી જ્યાં મારી ઉમર ના થોડા ઇન્ટર્ન ડોક્ટર્સ ઇન્સ્પેકશન ની તૈયારી માં પઢેલાપોપટ ની જેમ ગોઠવાયેલા હતા!
એમની સાથે ઓપચારિક વાતો પતાવી કુતુહલવશ સામે પડેલી એક બરણી બતાવી મેં પૂછ્યું - " આ કયું ઓર્ગન છે ? "
"ગર્ભાશય " - પહેલો પોપટ બોલ્યો..
"ના રે આંતરડું છે !" - બીજા પોપટે પોતાની હોશિયારી બતાવી!
" તમે બંને ખોટા એ તો સ્વાદુપિંડ છે ! " - ત્રીજા પોપટ પોતે રહી જશે એમ સમજી વાત માં કુદી જ પડ્યો!
and
તમને ખબર છે પીડિયા વોર્ડ ક્યાં છે ?
>If this one is a real incident, then these doctors and interns must be punished.
Someone should complain against them, they are spoiling the name of doctors and medical students...
>one doc may be corrupt..but whole hospital and college?


>corruption is every where.. due to disgusting peoples.. It must be removed otherwise it may affect honest ones..
Parth said…
vanchi ne bahu maja aavi.. coz i hav been a part of this kind of NATAK 3 times.. tame jem kidhu em 'kale jya smashan jevi shanti hati tya amdavad civil karta pan vadhare dhamdhamat hato' that kind of things...

i personally hate this kind of college, coz emathi bahar padta doctors nu level shu hashe?? (pachi e loko athana ne swadupind j kahe ne..!! :D )

hu je college na inspection ma temporary tarike gayo hato, tya total 118 consultant (means MD MS) ni post hato, ane permanant tarike only 34j hata.. baki badha amara jeva, during inspection they pay us heavily, and then tata bye bye... have aa consultants nu kam double hoy, dardi ne sarvar karvanu ne students ne bhanavanu.. have 34 jana 118 nu kam kem karta hashe eno to idea nathi, pan i m sure ke e loko pase students ne bhanava no koi time raheto nahi hoy.. ane students ne self study karvu pade.. FYI: e college ma last year ma first year na 150 ni vatch mathi jst 42 j pass thaya hata... ane vicharo, parents tya bhanva mate per year 4 lacs pay karta hoy chhe..

he ram...!!!

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...