દિવસ - ૧ ::
"સર, મેં તમને કાલે પણ કહ્યું હતું , મને મેડીકલ ફિલ્ડ માં કઈ જ ના ખબર પડે... " - મારો કન્વીન્સીંગ પાવર સારો છે પણ પ્રોફેશનલી મોટેભાગે હું જાતે જલ્દી કન્વીન્સ થઇ જાઉં છું! મેં મેડીકલ કોલેજ ના દિન ને રીક્વેસ્ટ કરી , આ મારી ચોથી નિષ્ફળ રીક્વેસ્ટ હતી!
" અરે, કઈ વાંધો ની મેડમ, તમે ખાલી એક વાર સોફ્ટવેર જોઇને ઓકે કરી દો તો અમે એ ડીઝાઈનર નું પેમેન્ટ કરી દઈએ ! " - મેડીકલ ના ડીન આજે મને કોઈ પણ ભોગે હલાલ કરવાના મુડ માં હતા !
" પણ સર તમારે કેવી રીક્વાયાર્મેન્ત હોય, કેવા કન્સટ્રેન ચેક કરવાના હોય મને ના ખબર પડે! તમે મારી સાથે કોઈ ડોક્ટર ને પણ મોકલો ! " - મેં છેલો પ્રયાસ કર્યો!
" અરે ડોકટરો તો હજુ કાલે આવશે! " - ડીન અટવાઈ ને બોલ્યા!
"અરે હું તમારા હોસ્પિટલ ના ડોક્ટર્સ ની વાત કરું છે! કાલે કોણ આવાનું છે? કાલે તો ઇન્સ્પેકશન નથી ? " - હું થોડી મૂંઝાઈ ગઈ!
"તમે એ બધું જવા દો , ગેસ્ટ હાઉસ માં તમને લઇ જવા ગાડી બહાર આવી ગઈ છે , તમે એક વાર ઓકે કહો તો વાત પતે! " - ડીન મને ને વાત બંને ને પતવાની ફીરક માં હતા!
હું કમને ઉભી થઇ , બહારમારી રાહ જોઈ રહેલી પોશ ગાડી માં બેસી ને ગેસ્ટ હાઉસ પર એક અણગમતું કામ કરવા પહોંચી !
સોફ્ટવેર થોડું ધારણા કરતા વધુ વિચિત્ર ને બાલીશ હતું.. એટલે કામ જલ્દી પત્યું ! ને મેં ડીન સાહેબ ને ફોન લગાવ્યો...
" સર, સાવ જ વાહિયાત સોફ્ટવેર છે! ના જ ખરીદાય.. એ માણસ ને કોડીંગ નો સી પણ નથી આવડતો ને એ સોફ્ટવેર માં "ઈએકસી " ફાઈલ જેવું કશુજ નથી તો એક એક ફોર્મ ખોલી ને રન કરવાનું ! આના કરતા સારું સોફ્ટવેર તો મારા સ્ટુડનટ્સ બનાવે છે! " - એક સામટો મારો ગુસ્સો ઠલવાઈ ગયો પછી સમજાયું સામે વાળા ને પણ ક્યાં "કોડીંગ" નો "સી", "સોફ્ટવેર" નો "એસ" કે "ઇએકસી" નો "ઈ" આવડે છે !
"મેડમ , આમ "ના" ના કહો , આપડે અડધું પેમેન્ટ કરી દીધું છે , તમે ખાલી સાઇન કરી દો ને! બાકી બધું હું સંભાળી લઈશ ! " - ડીન સાહેબે ઉલ્લુ બનાવાની શરૂઆત મારાથી જ કરી!
" ના સર, હું સાઇન ની કરું ! સોરી! કાલે હું આઈટી સપોર્ટ માટે સવારે ૧૦ વાગે આવી જઈશ! " - વધુ નકામી વાતો થી બચવા હું જલ્દી નીકળી!
એકદમ સુમસાન ફ્રન્ટ હોલ , નામ માત્ર નો એક પણ દર્દી, ડોક્ટર કે સ્ટાફ નહિ.. કોણ માને કે કાલે અહી મેડીકલ ઇન્સ્પેકશન છે!
આટલી મોટી હોસ્પિટલ ને છતાં ખાલી ખમ્મ !
દિવસ - ૨ ::
" અરે ૧૦:૧૦ થઇ ગઈ , મોડું થઇ ગયું ... " - વિચારો માં ખોવાયેલી હું જેવી હોસ્પિટલ માં પ્રવેશી , એક આંચકા સાથે બહાર પણ આવી ગઈ! બહાર આવી ને હોસ્પિટલ નું નામ વાંચ્યું! ને વિચાર્યું , હોસ્પિટલ તો આજ છે ...
આજુ બાજુ ના કોઈ ગામ માં કોઈ રોગ ચાળો ફાટ્યો કે પછી કોઈ કુદરતી આફતઆવી હશે ? એવી બીક લાગી !
આંચકો એ વાત નો હતો કે ગઈ કાલે જ્યાં સ્મશાન જેવી શાંતિ હતી ત્યાં આજે દર્દી અને ડોક્ટર્સ નો રાફડો ફાટ્યો હતો!
અમદાવાદ સિવિલ માં પણ આવો સનસનીખેજ સીન ના જોવા મળે એમ વિચારી ને હસવું આવી ગયું!
ફ્રન્ટ હોલ માં આવતાની સાથે જ વાતાવરણ ની ગડબડ મહેસુસ થવા લાગી!
સામે એક દર્દી પગે મોટ્ટા ફ્રેકચર ના પાટા સાથે પણ જલસા થી મસ્ત ચાલી ને જતો હતો તો બીજી બાજુ થી એક પ્રેગનેન્ટ બહેને આવી ને માને "તમે અહી? " એમ પૂછ્યું ને મને યાદ આવ્યું કે આ તો સામે ની ચા ની રેંકડી વાળા માસી ની બેબી , જેના લગ્ન પણ નથી થયા ને કાલ સુધી ફિગર પણ ઠીક જ હતું!
"ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે .... " ગીત ગણગણતા હું જેવી ડીન ની ઓફીસ પાસે પહોંચી , એક ડોક્ટર { વ્હાઈટ કોટ વાળો એટલે ડોક્ટર એમ સમજવું ! } મારી પાસે આવી ને પૂછવા લાગ્યો - " તમને ખબર છે પીડિયા વોર્ડ ક્યાં છે ? "
" વ્હાઈટ કોટ કોણે પહેર્યો છે ? મેં કે તમે ? એને ખબર હોવી જોઈએ કયો વોર્ડ ક્યાં છે ! " - મારો જવાબ સંભાળી ને વ્હાઈટ કોટધારી ગભરાઈ ગયો!
સહેજ આગળ ગઈ ત્યાં એક વ્હીસલ વાગી જોરથી [ પોલીસ વાળા જેવી ] ને એ પછી એક બુમ સાંભળી " સાવધાન... "
અને મારા આશ્ચર્ય વચ્ચે ૫ મિનીટ માટે નાસ ભાગ મચી ગઈ અને છઠ્ઠી મીનીટે દર્દીઓ ને ડોક્ટર્સ જે તે વોર્ડ માં ભરાઈ ગયા !
અને મને સમજાયું કે ઇન્સ્પેકશન ની ટીમ આવી એનું એ સિગ્નલ હતું ... ને બધા ભાડુતી ડોક્ટર્સ કામે વળગી ગયા ને ભાડુતી દર્દી ઓ બેડ પર લંબાવી ગયા!
ઇન્સ્પેકશન ની ટીમ એક એક વસ્તુ ની બારીકાઈથી નિરીક્ષણ કરી રહી હતી! અંદર ખાને એમને પણ આ ઝોલ ઝાલ ની ખબર હતી જ ને એમ ને આ ઝોલઝાલ ચલાવી લેવા સારો એવો પ્રસાદ પણ અપાયો હતો એવા સમાચાર પણ મળ્યા હતા!
" ઉપર ઓર્થો વોર્ડ માં દર્દી ખૂટે છે ... કઈ કરો " - એક ભાડુતી ડોકટરે ડીન ના કાન માં ધીમે થી વાત નાખી !
ડીને એમના એક ફન્ટર ને સમજાવ્યું - " નીચે પહેલા વોર્ડ માંથી હમણાં કામ પત્યું ત્યાના થોડા સેમ્પલ ઉપર હાડકા ના વિભાગ માં મેકપ કરી ને ગોઠવી દે!
સેમ્પલ ને મેક અપ સબ્દો સંભાળી હાસ્ય વગર ના રહેવાયું !
ટીમ ઇન્સ્પેકશન કરતી કરતી ડીન ના શબ્દો માં કહીએ તો "હાડકા ના વિભાગ માં " પહોંચી ...
ટીમ લીડર એવા કડક મેડમ તાડૂક્યા - આ ૩ પેશન્ટ્સ ને તો આઈ સી યુ માં જોયા હતા , અહી ક્યાંથી ?
જવાબ કોણ આપે ?
માહોલ થી કંટાળી હું બાજુના ઓપરેશન થીયેટર માં ઘુસી જ્યાં મારી ઉમર ના થોડા ઇન્ટર્ન ડોક્ટર્સ ઇન્સ્પેકશન ની તૈયારી માં પઢેલાપોપટ ની જેમ ગોઠવાયેલા હતા!
"ગર્ભાશય " - પહેલો પોપટ બોલ્યો..
"ના રે આંતરડું છે !" - બીજા પોપટે પોતાની હોશિયારી બતાવી!
" તમે બંને ખોટા એ તો સ્વાદુપિંડ છે ! " - ત્રીજા પોપટ પોતે રહી જશે એમ સમજી વાત માં કુદી જ પડ્યો!
હું આશ્ચર્ય થી એ ૩ પોપટ ની સામે જોઈ રહી ... ત્યાં જ એક કામવાળા બેન આવ્યા બે પેલી વિવાદાસ્પદ બરણી લઈને ચાલવા લાગ્યા !
એટલે બોઘ્લાઈ ગયેલા ત્રણે પોપટો સાથે ટહુક્યા ...
ને માસી ના જવાબ થી હું સ્તબ્ધ થઇ ગઈ.. " સાહેબ આ તો મારી અથાણા ની બરણી છે , તમારે જોઈએ તો થોડું કાઢી લ્યો... આ તો અહી "એ.સી" ચાલે ને મઝાનું ઠંડુ હોય એટલે હું અહી જ મૂકી રાખું ! ..."
લો બોલો .. ઓપરેશન થીયેટર ના એસી ના પૈસા વસુલ - હું સ્વ-ગત બોલી!
ત્રણે પોપટ શરમ ને સંકોચ થી ફૂરરર થઇ ગયા!
ને હું વિચારી રહી ... " ભગવાન , મોત દઈ દેજે પણ આવા ડોક્ટર ના હાથે કોઈ ઓપરેશન ના દેતો નહિ તો ગર્ભાશય કાઢવાનું હશેને એ લોકો કાઢી નાખશે હાર્ટ.... "
હવે આ ઇન્સ્પેકશન નું શું રીઝલ્ટ આવ્યું એ પૂછવા ની મનાઈ છે !
અને આ હોટ અને હેપનિંગ હોસ્પિટલ નું નામ પૂછવાની તો સખ્ખત મનાઈ છે!
Comments
આ હોટ અને હેપનિંગ હોસ્પીટલમાં, ઓપરેશન સે પહેલે 'ફોર્મ ભરના જરુરી હૈ ક્યા?'
bhooms,
its high-time u start writing proffessionally!!
Professional writters have many many many more professional quality that i dont have!
:(
but one day I WILL!
Its my DREAM :)
If u are reading me regularly! u must be knowing- i never put any virtual plot on my blog!
I just post all TRUTH that i have came across on my blog!
:)
either believe it or not! choice is urs!
:)
there r so many Ghostlike Hospitals n colleges in INDIA , even outside INDIA... :)
I know that hospital
એક સાવ અંગતની વ્યક્તિ કેટલાય ચેરીટેબલ ટ્રસ્ટ ખોલીને બેઠી છે તેનું કામ જ રિલીફ સહાય ના ચેક વટાવી આપવાનું છે. માર્જીન ૨૦-૩૦-૪૦ %. એટલે કે ૧ કરોડની સહાયનો ચેક વટાવો એટલે ૬૦-૭૦ કે ૮૦ લાખ રોકડા બ્લેકના આપી દે. વાર્ષીક ૫૦૦-૧૦૦૦ કરોડનું ટર્નઓવર કરે છે.
દુ:ખદ બાબદ એ છે કે ભ્રષ્ટાચારને આપણે અનિવાર્ય અનિષ્ટ તરીકે સ્વિકારી લીધુ છે. બાળકના જન્મ વખતે હોસ્પિટલની નર્શ થી લઈ મરણ વખતે હોસ્પિટલમાં PM સુધી અરે સ્મશાનમાં પણ વહેલા વારો આવે તે માટે લાંચ આપ્યે છીએ. આ બધુ જ નજરે જોયેલુ છે છતા માથુ ખંજવાળીને બેસી રહેવું પડે છે.
સોરી ખુબ લાંબી કોમેન્ટ લખાય ગઈ. પણ મથાળા ને સાર્થક કરવા લખવું પડ્યુ "હસના મના હૈ" તમે જોયુ તે હાસ્યાસ્પદ નહી કરૂણ દ્રષ્ય છે છતા.... :)
આ ગમે તેમ કરીને...શબ્દ પ્રયોગ સામે જ અમને વાંધો હતો. અમારો જવાબ એ હતો કે સરકાર પોતે નવી મેડિકલ કોલેજ સ્થાપવા જઇ રહી છે તો શા માટે વર્લ્ડ કલાસ ફેસેલીટીઝ ઉભી કરીને એક આદર્શ ઉદાહરણ સ્થાપિત કરતી નથી. આ રીતે એમસીઆઇની ટીમની આંખમાં ધુળ નાખીને મંજુરી લેવાનો ખેલ જો ખુદ સરકાર કરશે તો પછી પ્રાઇવેટવાળાઓનો શું વાંક....
સદનસીબે એ વખતે ગોત્રીમાં નવી હોસ્પિટલ માટે મંજુરી ના જ મળી. આગે જાને રામ કયા હોગા......
really it was shocking for me also!
but reality is shocking manytimes! :(
agreed wid u 100%
i must appreciate ur efforts for that dummy hospital...
loko to bole , just support truth!
IS THIS A REAl INCIDENT?
પછી સમજાયું સામે વાળા ને પણ ક્યાં "કોડીંગ" નો "સી", "સોફ્ટવેર" નો "એસ" કે "ઇએકસી" નો "ઈ" આવડે છે...
>I am a student and still know what all these mean and you are talking about dean... I can not believe on your lines...
એકદમ સુમસાન ફ્રન્ટ હોલ , નામ માત્ર નો એક પણ દર્દી, ડોક્ટર કે સ્ટાફ નહિ.. કોણ માને કે કાલે અહી મેડીકલ ઇન્સ્પેકશન છે!
આટલી મોટી હોસ્પિટલ ને છતાં ખાલી ખમ્મ !
>If there was no one, then how it could be a hospital?
માહોલ થી કંટાળી હું બાજુના ઓપરેશન થીયેટર માં ઘુસી જ્યાં મારી ઉમર ના થોડા ઇન્ટર્ન ડોક્ટર્સ ઇન્સ્પેકશન ની તૈયારી માં પઢેલાપોપટ ની જેમ ગોઠવાયેલા હતા!
એમની સાથે ઓપચારિક વાતો પતાવી કુતુહલવશ સામે પડેલી એક બરણી બતાવી મેં પૂછ્યું - " આ કયું ઓર્ગન છે ? "
"ગર્ભાશય " - પહેલો પોપટ બોલ્યો..
"ના રે આંતરડું છે !" - બીજા પોપટે પોતાની હોશિયારી બતાવી!
" તમે બંને ખોટા એ તો સ્વાદુપિંડ છે ! " - ત્રીજા પોપટ પોતે રહી જશે એમ સમજી વાત માં કુદી જ પડ્યો!
and
તમને ખબર છે પીડિયા વોર્ડ ક્યાં છે ?
>If this one is a real incident, then these doctors and interns must be punished.
Someone should complain against them, they are spoiling the name of doctors and medical students...
>one doc may be corrupt..but whole hospital and college?
>corruption is every where.. due to disgusting peoples.. It must be removed otherwise it may affect honest ones..
i personally hate this kind of college, coz emathi bahar padta doctors nu level shu hashe?? (pachi e loko athana ne swadupind j kahe ne..!! :D )
hu je college na inspection ma temporary tarike gayo hato, tya total 118 consultant (means MD MS) ni post hato, ane permanant tarike only 34j hata.. baki badha amara jeva, during inspection they pay us heavily, and then tata bye bye... have aa consultants nu kam double hoy, dardi ne sarvar karvanu ne students ne bhanavanu.. have 34 jana 118 nu kam kem karta hashe eno to idea nathi, pan i m sure ke e loko pase students ne bhanava no koi time raheto nahi hoy.. ane students ne self study karvu pade.. FYI: e college ma last year ma first year na 150 ni vatch mathi jst 42 j pass thaya hata... ane vicharo, parents tya bhanva mate per year 4 lacs pay karta hoy chhe..
he ram...!!!