" પપ્પા , તમે સમજો ને ! હમણાં રસોડા નું કામ કાઢવાની શી જરૂર છે ? તમારા બે માંથી કોઈ સાજુ માંદુ થશે તો આ જ સેવિંગ્સ કામ લાગશે ! ખોટા ખર્ચા ની શું જરૂર છે ? " - વિચાર્યું તું કે મમ્મી ની બૌ ઈચ્છા છે તો ની ટોકુ તો પણ જે સાચું લાગતું હતું એ કહેવાઈ જ ગયું ! " મમ્મી જીદ કરે છે તો ભલે ને બૌ વર્ષે થોડો ખર્ચો થઇ જાય! તબિયત ને શું થવાનું છે ! તું નાહક ચિંતા ના કર! " - પપ્પા એ શાંતિ થી મને સમજાવાનો પ્રયાસ કર્યો.. પણ વ્યર્થ! "પણ પપ્પા ..."- " બસ હવે કઈ ડિસ્કશન નઈ... તારી મરજી તારે "તારા ઘેર" ચાલવાની અહી નઈ! ખબર છે ને હવે રેશન કાર્ડ માંથી પણ તારું નામ કમી કરાવી દીધું છે! " - પપ્પા એ હસતા હસતા કીધું પણ જાણે એ ક્યાય ઊંડે દુખ્યું! ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ " આ પીચ પર વાત કરવાની તારે ચાલુ રાખવાની હોય તો ગોરવા શિફ્ટ થઇ જા ! " - કેયુર નો વખત-દર- વખત નો જુનો ને જાણીતો ડાઈલોગ ! " મારા ઘર માં હું કહું એમ જ થાઉં જોઈએ! " - અજાણતા બોલાયેલા શબ્દો ફરી થી ક્યાંક ઊંડે...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)