Skip to main content

મેરેજ, લવ મેરેજ અને અરેન્જડ લવ મેરેજ ... :

લગ્ન, મેરેજ, લવ મેરેજ , એરેન્જડ મેરેજ,  એરેન્જડ લવ મેરેજ  ... એક્સેત્રા....
ઉપરના બધા શબ્દો માં સૌથી ડેન્જર ને છતાં સૌથી લોભામણો શબ્દ છે "એરેન્જડ લવ મેરેજ"...
કોઈ પણ બે વિરુદ્ધ પ્રકૃતિ ને મિક્સ કરતા જે લોચો [ સુરતી લોચો ની રે.. ]  થાય એવો ભયંકર લોચો  એટલે "એરેન્જડ લવ મેરેજ" ..
માનવામાં નથી આવતું ..
તો સાંભળો .. ના રે વાંચો થોડા સંવાદો ,  પ્રેમ ને માતા પિતા ની મરજી નો થપ્પો લગાવી ને લગ્ન કરવા ઉત્સુક વધૂ ને એના માતા પિતા  વચ્ચે ના ! 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


" લગ્ન મારા જ છે ને? "  - { દરેક વાત માં અણગમો ને શબ્દ્પ્રહાર થી કંટાળેલી ને છંછેડાએલી "ટુ બી વધૂ" નો કટાક્ષ! }


" હા એમ જ લાગે છે! " - { માતા નો " હું પણ તારી માં છું"  ના લય માં પ્રતિ કટાક્ષ ! }

"મારા લગ્ન ની બધી જ જવાબદારી હું લઈશ તો તમે બધા શું કરશો? "  - { લગ્ન અને તેની જવાબદારી મોટેભાગે ઘરના વડીલો જ લેતા હોઈ કન્ફ્યુઝ્ડ "ટુ બી વધૂ" નો પ્રત્યાઘાત ! }

" છોકરો પસંદ કરવા જેટલી તું મેચ્યોર છે તો , આ બધી જવાબદારી પણ તારી મરજી ને પસંદ પ્રમાણે જ કર "  - { એક જ વાત માં સીધા લાઈન પર આવ્યા ને! પોતાને શું પેટ માં દુખે છે એ સીધું કેહવાઇ ગયું પુત્રી માટે ની  લાગણી થી ઘેલા ને ઘાયલ પાપા થી ... }

" મેં કોઈ દિવસ મારી બુક્સ પણ જાતે નથી ખરીદી , તમને ખબર છે! " - { દરેક વાત માટે પાપા પર જ આધાર રાખતી બેબી બોઘલાઈને બોલી... }

" તો પણ તે છોકરો તો જાતે પસંદ કરી લીધો ને! આ તારા લગ્ન નું ટોટલ બજેટ છે , તેમાં એડજસ્ટ થાય એમ ખરીદી, હોલ, જમણવાર ને બધું નક્કી કરજે! આમંત્રણ અમે પતાવી દઈશું ! "- { સામાજિક શરમે દીકરી ની પસંદગી સ્વીકારી તો ખરી પણ મન માં ખટકી રહેલો જ્ઞાતિ બાધ ને વળી પોતાની પસંદગી ને નકારવાનો અહં ભંગ કેમ કરી ને જીરવાઈ.... }

" લગ્ન નું બજેટ? મેં કોઈ લગ્ન પૂરે પૂરું એટેન્ડ નથી કર્યું આજ સુધી મને શું ખબર કે લગ્ન માં કયું કયું ને ક્યાં ધ્યાન રાખવાનું ?  " - { પોતાના પોકેટ મની નું બજેટ જેમ  તેમ મેનેજ કરી શકતી ૨૨ વર્ષ ની "ટુ બી વધૂ" ને હવે સાડી થી લઇ ને લ્હાણી ને લગ્ન ના હોલ થી લઇ ને કેટરર ને કરવાના કોલ સુધીનું બધું મેનેજ કરવાનું ! } 

" કોઈ લગ્ન પૂરું અટેન્ડ કર્યું હોત તો સારું હતું , આપડી જ્ઞાતિ નો કોઈ સારો ને ભણેલો મુરતિયો ત્યાજ દેખાઈ ગયો હોત! " - { જ્ઞાતિ ... જ્ઞાતિ ના લગ્ન માં લગ્ન  કરનાર વરરાજા ને દુલ્હન કરતા બધા નું ધ્યાન "પરણવાલાયક " યુવક ને યુવતી ઓ નું વિર્ચ્યુઅલ લીસ્ટ બનાવામાં ને લાકડે માંકડું ગોઠવવા માં ને એ ગોઠવણ માટે "જશ" ખાતી જવામાં જ વધૂ હોય છે! }

"નો ડિસ્કશન ! હું મેનેજ કરી લઈશ! આના કરતા તો ભાગી ને કરેલા લગ્ન કે કોર્ટ મેરેજ કર્યા હોત તો એટ લીસ્ટ મારા લગ્ન હું તો માની શકત! " - { લાગણી વિહીન ને માત્ર સમાજ ની શેહ શરમથી થતા લગ્ન કરતા ૨ જણા ની સાક્ષી એ કે કાયદાની સાક્ષી એ થતા લગ્ન માં એટ લીસ્ટ જેના લગ્ન છે એ તો ખુશી ખુશી પોતાના લગ્ન મની શકે!! }

" હજુ મોડું નથી થયું ! બધું જેમ તું જ પસંદ ને નક્કી કરે છે એમ આ પગલું પણ ભરી જ લે ને! " - { વડીલો ની આમન્યા ને લાગણી સાચવવાની સંસ્કારગત જવાબદારી બાળકો ની ..  અને બાળકો ની  લાગણીઓ ને સમજવાની એક કોશિશ કરવામાં શું નાનપ ? }

" જલારામબાપા , તમે જુઓ છો ને ?  "  { હે ભગવાન!!! આથી વધુ એક  "ટુ બી વધૂ"  શું કહી શકે એના લગ્ન ના ૧ મહિના પેહલા ! }

"હવે શ્રીનાથજી ને ફરિયાદ કર, જલારામ બાપા ની સંભાળે ! " - {પોતાના કુટુંબ ને લાગણીઓથી અભિન્ન એવી પુત્રી ને પરાણે "લાગણીગત  છૂટાછેડા" આપવા મથતી માતા નો આક્રોશ!!  ભગવાન ને પણ જ્ઞાતિ ને વાડા હોય એ તો નવાઈ નું કહેવાય! } 

સ્પીચલેસ .................................................

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
લગ્ન નો દિવસ...   જાન ની પધરામણી માં એક કલાક બાકી ...

" તમે ટોટલ કેટલા છો જાન માં ? " -  "ટુ બી વધૂ"  નો "ટુ બી વર" ને સવાલ . { જ્યાં રોમેન્ટિક વાતો કે પ્રેમભર્યા સંવાદો થવા જોઈતા હતા! }

" કેમ ? ટોટલ આંકડો પેપર માં છાપવાનો છે? તારી વોર્નિંગ કરતા ખાલી ૧૦ માણસ વધુ છે! ટોટલ છે ૧૧૦ ... તુ તૈયાર  થઇ ગઈ? અમે થોડી વર માં પહોચીશું .. " -  "ટુ બી વર" નું કન્ફયુઝન ...

" મેં તને ચોખ્ખા શબ્દો માં કીધું હતું ને કે  કે ૧૦૦ કરતા જાન માં એક માણસ વધવું ના જોઈએ!  Hell, u knew how badly i had managed to stick to the food budget! now it will collapse! god, how i will compensate it! " ---  "ટુ બી વધૂ"  માંથી વધૂનો છેદ થઇ ને "ટુ બી ઓર નોટ ટુ બી" નો પ્રશ્ન થઇ ગયો! 

" સારું તો છેલ્લા ૧૦ જણા ને જમવા સાથે બીલ પણ આપી દેજે ! " - કોલ કટ ને લગ્ન નો ઉત્સાહ પણ કટ! ...... 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 "આના કરતા તો ભાગી ને લગ્ન કર્યા હોત કે કોર્ટ મેરેજ કર્યા હોત તો એટ લીસ્ટ મારા લગ્ન હું તો માણી શકત! " - પરાણે , દુખી દિલે તૈયાર થઇ રહેલી "ટુ બી વધૂ " નું દિલ બોલી ઉઠ્યું! 

Comments

Harsh Pandya said…
same thing i hv posted in diff.manner...

http://hshabd.wordpress.com/2010/04/11/%E0%AA%A6%E0%AB%87%E0%AA%96%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87%E0%AA%96%E0%AB%80/

btw,aakrosh vykt duniyabhar ma kari skay che...ek khali ghar ma nthi kri skato...e jyare thse tyare sachi freedom aavse...
soham said…
medam,finally merrage karava joye ke nay??????????
Bhumika said…
@soham
My post dont convey the massage that DONT marry!
:p
upar ma thi speechless lakhel sudhi no samvad thaya pachhi lagbhag bemathi ek jan mrg mate naj kahi de ke mare avi rite maa-baap ne dukhi karine mrg nath karva...

ne kare to akhi jindgi peli TO BE VADHU e to ghanu ghanu ghanu sahan karvanu ave kadaaaaaach.....e evi roj roj ni kach kach mathi bachi jay evu 100 mathi bhagye ekaj naseebdar ne made...

btw Bhums you have written a reality & i really like that...end to kharekhar khubj mast chhe..
btw maa-baap potana child mate lagbhag khota nath hota bas pan aa SO CALLED SAMAJ ne karane bichara kai nathi kari shakta & its fact ek SAMAJ shivay emne bijo kasho dar nathi hoto baki DIKRI/DIKRA pratye to emne het hoyaj chhe..
Dipen said…
Very Well Described Bhumika Ji,

This is one side of the coin.
If the family of the boy has such problem, the couple would have to suffer almost everyday through their life.
Have seen parents being rude to children and ask them you chose your partner, now you manage..

Well, this is something that we as youngsters would have to work hard and make sure that the Freedom is given to a person to choose the life partner and the parents do not hesitate/shout for the only reasons of society.

Have seen many such examples in the surrounding.
Would say, one thing for sure. Samaaj/Society/Naat badha 4 divas vaato karva purta j hoy chhe.
At the end, it is the happiness of the child and the parents that should matter.

Thanks Bhumika for bringing it up..
At least, it gets to our mind on how we would need to align with our next generation.
upar no samvad kadach badha jad vyakti o vachche no hovo joi e... sory aaje paheli var aa post thi agree nathi.
viv said…
very nicely written....heart touching...
Anonymous said…
nice one :)

jay vasavada
Bhumika said…
@jay sir...
cant believe u read and commented!
thanx a ton! [for reading and commenting! ]
Bhumika said…
@jagrat
"upar no samvad kadach badha jad vyakti o vachche no hovo joi e."
ha, badha j jad vyakti o hata...
ne aemani ek hati hu! :p

truth is more painful then friction!
સત્ય કલ્પનાઓથી વધુ દુખદાયક હોય છે... કારણ કે આપણે તેને તે જ નજરે જોઇએ છીએ. દુખને અનુભવવું,અનુભવીને તેને વ્યક્ત કરવું તમે ઘણી સારી રીતે જાણૉ છો. પણ પ્લીઝ વ્યક્તિગત ના લઈ જે તે પ્રસંગને બીજા આયામથી વિચારવાનો પ્રયત્ન કરશો તો મારી વાત સમજાશે. આભાર.
vrunda popat said…
humm it's really headache the so called samaj and such restrictions.. people need to understand the real meaning of marriage.. its made in heaven.. either u find your soul mate by love or arrange marriage.. no difference.. but nobody is ready to understand..btw is it reality of your life?
meddy said…
Sub concious feelings narrated very well....fermly agreed wid statement "arranged love marriage-the most hidden dangerous word"...a slight off topic thing but i guess emotionaly decision laine pa6i practical thava karta...practically decision laine pa6i emotional thavu saru...so dat u can give more time to emotion....
Anonymous said…
Very nicely written article....
What a talk among the bride and the groom..
Really the rarest..
Keep it up...

Snehal Gandhi

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સોશિય

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/coffee, maska bun!  maza ni life!