બીપ , બીપ, ... બીપ , બીપ...
રાતના ૧૨ વાગવા થી જ શરુ થઇ જતી એસ.એમ.એસ ની આ સાયરન ને આજે "પેઈડ એસ.એમ.એસ " હોવાનું રીસટ્રીક્શન પણ નઈ નડે..
આજે રવિવાર , એટલે મોડે સુધી ચાદર તાણી સૂર્યવંશી બની દીવા સ્વપ્નો સાથે ગુફતેગો કરવાની જાહોજલાલી!
પણ આ શું ?
આજે સવારે ૬ વાગવા માં જ દિવસ શરુ થઇ ગયો ?
રોજ ઉઠાતાની સાથે ટીવી ના રીમોટ ને હાથ માં લેવાની આદત ને પણ આજે રવિ વાર ની રજા મળી કે શું ?
અને ક્યારેય ભૂલે ચુકે રસ્તો ભુલાતા જ્યાં પહોંચી જવાતું એ રસોડા માં આજે બને છે એક "ચાઈ ગરમ - સ્પેસીઅલ " .. અને સાથે ગરમ ગરમ આલું - પરોઠા ..
રવિ વારે રજા ની મઝા માં મેસ્ડ અપ અને મુન્જયેલો રહેતો ડ્રોઈંગ રૂમ ને આજે સ-રસ ને સુવ્યવસ્થિત ગોઠવ્યો ત્યારે ખબર પડી કે ડ્રોઈંગ રૂમ ના રાત પડે આ ફટેહાલ દીદાર બનાવામાં અમને સહેજે કષ્ટ નથી પડતો પણ મમ્મી ચહેરા પર હમેશા રમતી એ "મધુબાલા ઈસ્માઈલ " [ પપ્પા ખાનગી માં કહે છે તેમ જ તો! ] સાથે કેવું અમારા ઉઠતા પહેલા ઘર ને ઘર બનાવે છે, એની ઊંઘ ને સમય ના ભોગે..
પપ્પા ના બધા છાપા અને મેગેઝીન ને ટી- ટેબલ પર મુકતા નવાઈ લાગી કે એમ.એન.સી ની ૧૨ કલાક ની થકવી નાખતી નોકરી - સાથે પણ પપ્પા હર હંમેશ "પોતાનું કામ પોતે જ કરવાના " આગ્રહ ને અનુસરે છે અને આ છાપા , મેગેઝીન નું નિયમિત વાંચન જાળવે છે , કદાચ આ સંસ્કાર નું મારા માં સિંચન કરવા જ તો !!
છેલ્લે ટી -ટેબલ પર "ઈસ્પેશિઅલ ચા" સાથે ગરમ ગરમ અલુ પરોઠા સજાવી બાજુમાં ગાર્ડન માંથી તોડેલું મમ્મી નું ફેવરીટ ગલગોટા નું પીળું ફૂલ મૂકી સર્વિંગ પ્લેટ માં ટોમેટો કેચ અપ થી લખ્યું - " હેપ્પી ફ્રેન્ડશીપ ડે , જેમણે મને મિત્રતા નો અર્થ સમજાવ્યો એવા મારા વ્હાલા મમ્મી ને પપ્પા !"
-- આ "ફ્રેન્ડશીપ ડે " પર કરવા જેવો એક લાગણીભીનો પ્રયોગ....
Comments
do keep writing such novel things and keep sharing...
it"s a nice.......