"Have I told you how good it feels to be me,
when I'm in you?
I can only stay clean
when you are around.
Don't let me fall.
If I close my eyes forever,
would it ease the pain?
Could I breathe again?
Maybe I'm addicted,
I'm out of control,
but you're the drug
that keeps me from dying.
Maybe I'm a liar,
but all I really know is
you're the only reason I'm trying ... "
"ભૂમિકા , આ કેવો રીંગ ટોન રાખ્યો છે ? તારા મોબાઈલ ને સાઈલેન્ટ કર અથવા રીસીવ કરી ને વાત કર.. અમને તારી રીંગ ટોન થી અમારા આજ ના ઇન્ટરેસટીંગ ડિસ્કશન માં ડીસ્ટર્બ થાય છે! " - પલ્લવીબેન ઉવાચ..
"હા રે , ઉર્વી [મારી એક ની એક વહાલી બેન ] નો ફોન છે , આ ચેપ્ટર પતવા જ આવ્યું છે , હું એને કોલ બેક કરી દૈસ.. તમે તમારા " મેલ વર્સીસ મોબાઈલ ના ડીફરન્સ " નું ડિસ્કશન ચાલુ રાખો! "- કાન કથા માં હતા ને નજર કિતાબ માં , મલ્ટીપ્રોસેસિંગ નો ફંડો કોને કહ્યું નવો છે ? હું તો વર્ષો થી એપ્લાઇ કરતી આવી છું ..
"ના તારી એક્ષ્પર્ટ કમેન્ટ વગર કેમ ડિસ્કશન થાય ? આ કઈ નવી બુક ઉપાડી લાવી છે ? "ટ્રસ્ટ મી " , તે, અમે બધા તો તને ટ્રસટીએ જ છે ને! ચલ ડીફરન્સ [ મેલ વર્સીસ મોબાઈલ !!] માં કઈ ઉમેરો કર.. ટેકનીકલી સ્પીકિંગ ,દર વખત ની જેમ! " - જયશ્રી ટીચરે રોજ ની જેમ તીખો ને તોફાની છણકો કર્યો..
" નો કમેન્ટ્સ... ચેપટર ક્લોઝ્ડ એન્ડ આઈ એમ કોલિંગ માય સીસ, સો પ્લીઝ ડોન્ટ ડીસ્ટર્બ ... " - મેન્ડેટરી ડીસક્લોઝર જે કોલ કરતા કે રીસીવ કરતા પહેલા ના આપવા માં આવે તો કોલ કરવા કે રીસીવ કરવા વાળા ને હાર્ટ એટેક આવી શકે એવા બેક ગ્રાઉન્ડ સંભળાય !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"આવી ગઈ ભીલાડ? જગ્યા મળી? તું ટાઈમ પર પહોંચી ગઈ હતી? ઉપાડી ગઈ કે સાઈડીંગ માં છે? " - મારી જેમ જ મારી બેન નોન-સ્ટોપ બોલી શકે, અને સ્કુલ માં ટીચર છે તો બોલવા માં થોડી મારા કરતા વધુ ઇફીશીયન્ટ..
" આજે આટલી વહેલા તારો કોલ ભીલાડ ના ટાઈમ ટેબલ ને ચેક કરવા તો નાં જ આયો હોય! બોલ શું કામ હતું? " - રાતે ૧૦ વાગે પણ માંડ માંડ ફ્રિ પડતી "સીસ" દિવસે એક એક સેકંડ માટે બીઝી હોય , ત્યાં ફોન પર વાત કરવાની લક્ઝરી એને ના જ પોસાય એ અમે બંને જાણીએ!
" કઈ ની .. આ તો એમ જ ... સંભાળ ને , તે ગયા રવિવારે દિવ્યભાસ્કર ની પુરતી વાંચી હતી ? એક સારો લેખ હતો " અમે ૨ ને અમારું એક " નું પાલન કરતા વધતા જતા વાલીઓ માટે ખાસ વાંચવા જેવો! જેમકે, એક બાળક હોય તો જીદ્દી થઇ જાય, લાડ-પ્યાર માં બગડી જાય , સ્વ-કેન્દ્રિત થઇ જાય... અને ... ઘણું બધું લખ્યું તું " - ઉર્વી અને ન્યુઝ પેપર ઈમપોસીબલ કોમ્બો.. જેની સવાર ૪-૫ વાગે પડી જાય ને રાતે ૧૦ વાગ્યા સુધી સ્કુલ , ટ્યુશન , ફેમીલી ને કિચન ની વચ્ચે બેલેન્સ કરવામાં પોતાની જાત કે જરૂરિયાત કે શોખ જેવા શબ્દો જ ડીક્ષનરી માંથી ગાયબ થઇ ગયા છે!
" કાન્ટ બીલીવ યુ ફાઈનલી લીસન્ડ મી ! સો , કોનો આર્ટીકલ છે ? તને ગમ્યો? પણ તે આ ડિસ્કસ કરવા કોલ કર્યો છે સાચ્ચે? " - હું સમજી ગઈ હતી કે વાત છે કઈ ને દી બોલે છે કઈ!
" મને શું ખબર કોને લખ્યો છે એ લેખ... ના , મેં નથી વાંચ્યો... આ તો સવારે મારી ફ્રેન્ડ વાંચતી તી તે થોડું સાંભળ્યું તું ! હવે જે કહેવું છે એ જ કહું - હીર ૨ વર્ષ ની થશે, હવે તમે બીજા બાળક માટે વિચારો! હીર ને એક ભાઈ હોય તો કુટુંબ પૂરું થઇ જાય! " - માન્ય માં ના આવે એવી વાત.. મારી બેન મારી જેમ જ ફેમીનીસ્ટીક.... પુત્ર કે પુત્રી નો ફર્ક એના મોઢે કદાચ પહેલી વાર આવ્યો!
" હુમ્મ... તને ખબર જ છે હું હીર ને કેટલો સમય આપી શકું છું! અને એ માટે મને કેટલી ગીલ્ટ રહે છે! બીજું બાળક એટલે ડબલ ગીલ્ટ ! પણ આ સંપૂર્ણ કુટુંબ નો ફંડો તારા ઘર માં ક્યાં છે? તારે પણ તો એક જ બાબો છે!" - વર્કિંગ મધર ની વરીસ કદાચ ભગવાન પણ ની સમજી સકતો હોય!
"મારી વાત ના કર, મને તો પહેલા ખોળે જ બાબો છે તો બીજા બાળક નો સવાલ જ નથી! "- હવે સમજાયું , દુખ મને એક બાળક હોવાનું નહિ પણ પુત્રી હોવાનું હતું! અને ખુબ જ ચચર્યું!
"મને ખબર છે તને ની ગમે, પણ વાસ્તવિકતા ની દુનિયા માં આ લાગણીવેડા ની કોઈ કિંમત નથી!
-- દીકરી વ્હાલ નો દરિયો ને એવું બધું માત્ર વુમન્સ ડે ના દિવસ પુરતું જ શોભે!
-- રીઅલીટી માં આ "વ્હાલ ના દરિયા" ને "લાગણી વર્સીસ જવાબદારી ની " કેટલી સુનામી આવે છે એ પપ્પા ની બીમારી પછી આપડે બંને સમજી ચુક્યા છે!
-- ભણેલી ગણેલી , ને બે હાથે કમાતી બે દીકરી હોવા છતાં પપ્પા ની મિડલ ક્લાસી લાચારી તે ક્યાં નથી જોઈ? -- "દીકરી ના ઘર નું પાણી પણ ના પીવાય "ના આપડા સિદ્ધાંતો કદાચ જરી પુરાના રહ્યા તો પણ આપડી નસો માં રહેશે જ!
-- માં- બાપ ગમે તેટલા પેટે પાટા બાંધી ને દીકરી ને પગ ભર કરે, દીકરી ના પગાર પર માત્ર પતિ ને સાસરીયા નો અધિકાર એવા વણ લખ્યા નિયમ ને ક્યાં પટેલ-બ્રાહ્મણ કે વાણીયા કે કોઈ પણ જ્ઞાતિ નો બધ નડે છે?
-- તું હોય , હું હોઉં , જરૂર પડ્યે માં બાપ ને લાગણી નો ટેકો કરવા કે ફાઈનાન્શિયલ સપોર્ટ કરવા પણ ઘર [ ઘર એટલે સાસરું જ સમજવું !!! દીકરી ને ક્યાં પોતાનું ઘર હોય છે ! ] માં ૧૦ વખત અરજી ને એપ્લીકેશન નથી મુકવી પડતી ? એના કરતા એક દીકરો હોય તો ભલે સારી - ખરાબ રીતે રાખે પણ સાજે માંદે એના પર હક કરાય! તું સમજે છે ને હું શું કહું છું ? " - ઉર્વી એકી સ્વાશે બોલી ગઈ... ને હું એની [ અને મારી પણ!! ] એ પીડા નો ચચરાટ અનુભવી રહી!
મારી પાસે કોઈ જવાબ ના હતો એની વાત નો!
હા હું , સમજી ગઈ , એમ કહી ને સરેન્ડર તો હું ના જ કરી શકું ... કેમકે કોઈ પણ સંજોગો હોય આ પુત્ર ને પુત્રી ના ભેદભાવ ને વધારવા માં સીધી કે આડકતરી રીતે હું શામેલ ના જ થાઉં!
"તું ચિંતા ના કર, હું મારી રીતે મેનેજ કરી લઈશ.... "- પરિસ્થિતિ ને સરેન્ડર ના થવા ના સંજોગો માં મારો હંમેશ નો જવાબ- "હું મારી રીતે મેનેજ કરી લઈશ! "...
હું તો મારી રીતે મેનેજ કરી જ લઈશ...
પણ આશા રાખીશ કે હીર ને કે આવનારી પેઢી ની કોઈ પણ દીકરી ને આવા મેનેજમેન્ટ ના પાઠ ભણવા કે ભણાવા ના પડે અને એમને અર્થ માં મોર્ડન , વિચારશીલ અને દીકરા અને વહુ ને એક ત્રાજવે તોળતો સમાજ મળે!
નવી "ઉમરઓજાન" નું દિલ ની ખુબ કરીબ એવું ગીત....
"અબ જો કિયા હે દાતા ... એસા ના કીજો ...
અગલે જનમ મોહે બિટિયા ના કીજો..... "
Comments
so many words i want to say,
so many birth i want to take..
cuz you r thr for me my mom...
ghani var joyu chhe ek dikri na janma ma loko na modha pan sav padi jay chhe...haju aapno so called samaj ene swikari nathi shakto...afsos e vat no nathi ke samaj nathi swikari shakto afsos e vat no chhe kyarek aapne pote nathi swikari shakta..
generation change thai chhe,khayalato badlaya chhe,fashion change thai gai chhe....but still something is remains same in as it condition...dont knw wer it will change..
ડુંડું બહેરું ...Will mail you my reply in detail….
dikri n dikra vachhe apna samaj ma bhedbhav rahya j che..n eve ketlay families che jemne tya fakt dikri k dikrio che....ofcource temna mate dikrio vahal no dariyo che...pan aa vahal no dariyo jyare parnine sasre jase n ma baap ne hakikat ma jarur hase tyare kam avse???
tya hase matra ane matra lagni n javabdari ni sunami...
Hats off to u n Urvi di...
I read this novel and I recommend everyone to read... it must read...
we as a society have long way to go that we treats girls n boys the same way...
appreciated your views to be not part of the society beliefs for complete family..
http://marisamvedana.blogspot.com/2010/04/blog-post.html
બાકી તો મેઇલ કર્યો છે.
અને આ ટોળે-ટોળા મા ભલભલા નો અવાજ કઈક ઉઠ્યો અને દબાઈ ગયો.. ક્યારેક કોઈ નુ ધ્યાન ગયુ ન ગયુ.. ધ્યાન ગયુ તો પણ સાંભળ્યુ ન સાંભળ્યુ.. અને ક્યારેક સંભળાઈ પણ ગયુ તો ફરી ફરી ને ભૂલાઇ ગયુ... આશા રાખુ કે આવા કઈક નાના અવાજ, ક્યારેક મોટી ગર્જના બને..
આજના સમયમાં સીંગલ ચાઇલ્ડ (મે બી બોય ઓર ગર્લ) ઇઝ ધ બેસ્ટ, બટ ઇટ મે કોલ્ડ અ કુરિવાજ ઇન ફયુચર (સે અવર નેક્સટ જનરેશન).
માટે આ દ્વિઘાનાં સોલ્યુશન માટે વન શુડ વાઇડન ધેર વિઝન એંડ થીંક અબાઉટ ધ નેક્સટ 30 યર્સ વર્લ્ડ, હાઉ મચ ઇટ ચેંજીસ, વોટ સોર્ટ ઓફ પ્રોબલેમ મે અકર્સ (રીગાર્ડલેસ ઓફ એજ પ્રોબ્લેમ એઝ ઇટ મે ડીસ્કસ ઇન યોર પોસ્ટ).
એની વે, ગુડલક ફોર યોર એની ડીસીસન.
આઇ હેવ સેવરલ થોટ્સ અબાઉટ ધિસ સબજેક્ટ, આઇ વીલ પોસ્ટ એસ ટાઇમ પરવેડસ.
આજના સમયમાં સીંગલ ચાઇલ્ડ (મે બી બોય ઓર ગર્લ) ઇઝ ધ બેસ્ટ, બટ ઇટ મે કોલ્ડ અ કુરિવાજ ઇન ફયુચર (સે અવર નેક્સટ જનરેશન).
માટે આ દ્વિઘાનાં સોલ્યુશન માટે વન શુડ વાઇડન ધેર વિઝન એંડ થીંક અબાઉટ ધ નેક્સટ 30 યર્સ વર્લ્ડ, હાઉ મચ ઇટ ચેંજીસ, વોટ સોર્ટ ઓફ પ્રોબલેમ મે અકર્સ (રીગાર્ડલેસ ઓફ એજ પ્રોબ્લેમ એઝ ઇટ મે ડીસ્કસ ઇન યોર પોસ્ટ).
એની વે, ગુડલક ફોર યોર એની ડીસીસન.
આઇ હેવ સેવરલ થોટ્સ અબાઉટ ધિસ સબજેક્ટ, આઇ વીલ પોસ્ટ એસ ટાઇમ પરવેડસ.