Skip to main content

"વર્કિંગ વુમન અને વાંચન! "




“e_વાચક-૨૦૧૦” માં પબ્લીશ થયેલો મારો ફર્સ્ટ આર્ટીકલ ...
http://docs.google.com/fileview?id=0B1xd-zTpPPu7YWE4YzIyNTAtOGM1Yy00YWQyLTgxMDktNGY2MDRjN2UzYjJm&hl=en&pli=1

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~




"વર્કિંગ વુમન અને વાંચન! " 
"
ઉફ્ફ્ફ ... 

૧૦.૩૦ વાગ્યા.. હાશ કેયુર અને હીર પોઢી ગયા હવે જરાક આજ ના ન્યુઝ પેપર પર નજર ફેરવી જોઉં! 
પેપર હાથ માં લેતા જ વિચાર આવે છે- " આજે તો મંગળ વાર ... અરેરે રે , આજે તો મહીલ વિશેષ પુરતી હશે! એમાં તે વળી શું વાંચવાનું? ટાઈમ  પાસ કરવા પણ જો એ ભૂલ થી વાંચી જાય છે તો મન માં એક ચચરાટ થઇ જાય છે , એક તો સમય બગડ્યા નો અને બીજો અપરાધભાવ! "
મન ચકડોળે ચડ્યું અને અનિચ્છા એ પણ પુરતી ના પાના ફેરવી કૈક વાચવા યોગ્ય મળે તો .. ની શોધ આરંભાઈ...

[૧]પતિ ને કેવી રીતે ખુશ રાખવો !  { શું સાસુ માં ને ફોન કરી ને આ ઉપાય પૂછવો વધુ અસરકારક ના રહે? લેખ ને અનુસરતા કયાંક "આપડા વાળા  "  ની જગ્યા એ "બીજી નો" ખુશ થઇ જાય તો ? } 
[૨]મન ના માણીગર ના મન સુધી પહોંચવાના રસ્તા!  { જી.પી.આર.એસ. અને ગુગલ મેપ ના જમાના માં હજી જરી પુરાના રસ્તા અનુસરયી તો મૂરખ કોણ? આપડે જ તો ! }
[૩]નોકરિયાત મહિલાઓ ની જાતીય સતામણી { જેને ના અવળે એને પણ જાતીય સતામણી શીખવાડી દે એ હદે પ્રસંગો નું પિષ્ટ -પીંજણ કરાય છે અને અંતે નોકરિયાત સ્ત્રી ઓ માટે  હદ-સરહદ- વાડા નક્કી કરી , તેમણે શું શું ના કરવું ની લાંબી લચક યાદી પકડાવી દેવાય છે! }
[૪]ઘર ની સજાવટ { જો લેખ ને અનુસરીએ તો "ઘર" ની સજાવટ માં "વર" ની પતાવટ થઇ જાય !! } 
[૫]ત્વચા ની સંભાળ 
[૬] હવસ ની આગ - લઘુ કથા { !!!! કથા ? કે સેક્સ્વ્યથા ? }
[૭]શયનેષુ રંભા : પતિ ની પસંદ બનો { કોના પતિ ની પસંદ ?? } 
...................................................... 
ક્રેપ ... ક્રેપ.. .ક્રેપ...

ઉભી થઇ, ફ્રીઝ માંથી એક ચિલ્ડ બોટલ કાઢ્યો અને પાણી વડે દિમાગ ની ગરમી ને ઠંડી પાડવા નો પ્રયાસ કર્યો! 
સ્ટોર રૂમ માં પડેલા બૂક શેલ્ફ માં થી અનાયાસે જ એક બૂક હાથ માં આવી ...
વાંચવા ના મુડ નું તો મર્ડર [ ઇમરાન ભાઈ ને મલ્લિકા બેન વાળું ની હો! ] જ થઇ ગયું હતું.. 
છતાં પુસ્તક હાથ માં લેતા જ યાદ આવ્યું, આ તો લાસ્ટ વિક માં જીજાજી પાસેથી ખાસ આગ્રહ કરીને વાંચવા લઇ આવેલી તે જ પુસ્તક છે ! પપ્પા ની બીમારી ને કારણે જે વાંચ્ય વગર જ શેલ્ફ માં આવી પડ્યું છે! 
અને દિલ ને ખુશી થઇ - હાશ... નિંદ્રા પહેલા દિમાગ ને થોડો પોષક આહાર મળશે! 

આદત મુજબ પુસ્તક શરુ કરતા પહેલા ઉપર્છલા પાના ફેરવતા એક હાઈ લાઈટ કરેલ પેરા મળ્યો :: 



"સ્ત્રીના ચાર પ્રકારના ભેદપ્રભેદ શાસ્ત્રોમાં વર્ણવામાં આવ્યા છેઃ’પદમિની’,'ચિત્રિણી’,'હસ્તિની’અને ‘શંખિણી’.આમાં એક નંબર બેસ્ટ છે અને ચાર નંબર વર્સ્ટ છે.પણ બીજો અને ત્રીજો નંબર મધ્યમ છે.આ ચારેય લક્ષણૉ કળિયુગમાં એક જ સ્ત્રીમાં મળી રહે છે.એને ઓફિસગર્લ કહેવામાં આવે છે."

પુસ્તક એક આક્રોશ સાથે પાછું શેલ્ફ માં મુક્યું અને મન ચકડોળે ચઢી ગયું! 
જો "બક્ષી સાહેબ" જેવા પીઢ પુરુષ પણ આવું માનતા હોય તો , સમાજ નો શો વાંક?
મન ને એક પ્રશ્ન મૂંઝવી રહ્યો , કે વર્કિંગ વુમન નું અસ્તિત્વ શું ?પ્રિન્ટ અને ઈ મીડિયા દ્વારા વખતો વખત વર્કિંગ વુમન ને જાણે અજાણ્યે કેમ આવો અન્યાય કરાય છે? ઘર, કુટુંબ અને જવાબદારી પૂરી કરવા - કામ કરતી સ્ત્રી ને કેમ "કામ" જ કરતી માનવામાં આવે છે ? આવી બેજવાબદારી કામકાજી પુરુષો પ્રત્યે કેમ દાખવવામાં નથી આવતી ?
-- શું મહિલા "ટેક સેવી" નથી હોતી? છતાં કેમ આધુનિક ગેજેટ્સ અને ટેકનોલોજી જે કામકાજી મહિલાઓ ની જીવનશૈલી સુધારી શકે છે તેને મહિલા વિશેષાંક માં સ્થાન નથી મળતું?  -- શેર બજાર , એલ.આઈ.સી, પ્રાઇવેટ  કે ગવર્મેન્ટ બેંક - માં કામ કરતી  મહિલા ઓ મની  મેનેજમેન્ટ માં મહેર છે.. છતાં એકાઊંટ , બચત, નવી નાણાકીય યોજનાઓ , શેર બજાર ના પ્રવર્તમાન પ્રવાહો જે હાઉસ મેનેજ્મેન્ટ માટે ટુકા ને લાંબા ગળે મદદરૂપ થઇ શકે  એ અંગે કેમ સ્ત્રી વિશેષ પૂર્તિ માં ચર્ચા નથી કરાતી ?  -- ઘર ને કુટુંબ વચ્ચે  સંવાદ સાધવા ની પળોજણ માં પોતાની જાત ને ઘસી નાખતી કામકાજી મહિલા માટે સલાહ-સુચન ની કોલમ કદાચ સેક્સ - સમસ્યા કરતા વધુ જરૂરી  નથી ? શું કોઈ નામાંકિત મનોચિકિત્સક ની કટાર મહિલા વિશેષાંક ને ચાર ચાંદ ના લગાવી શકે?-- માત્ર પતિ દેવો ભવ  ના જપ કરાવતી કોલમ કરતા સ્ત્રી ને પોતાનું મહત્વ સમજાવતી અને એ વધારવા માર્ગદર્શન આપતી કોલમ શું ગૃહિણી અને વર્કિંગ વુમન બંનેની ગરિમા ના વધારે?-- શું ધડ માથા વગર ની વલ્ગર વાર્તા ની જગા એ પ્રખ્યાત અને પ્રેરણાદાયી સ્ત્રી ઓ ના જીવનચરિત્ર કે મુલાકાત વધુ રસપ્રદ ના રહે? 
કદાચ હા ... કદાચ ના...પણ પ્રયત્ન તો થઇ શકે ને? પણ શરૂઆત કોણ કરશે ? કદાચ કોઈ એક વર્કિંગ વુમન જ કરી શકે! તો "હું"  કેમ નહિ ? "



મારું પિક્સેલ ::  
ગુજરાતી ન્યુઝ પેપરસ અને મેગઝીન્સ માં આવતા સ્ત્રીવિશેષ લેખ અને પૂર્તિ જોઈને કાયમ એક પ્રશ્ન થાય છે કે - 
" ગુજ્જુ  ફીમેલ્સ ને નોર્મલી આવા જ આર્ટીકલ્સ ગમતા હશે .... કે પછી એ નોર્મલ ગુજ્જુ ફીમેલ ની ડેફીનેશન માં  હું નથી આવતી ? " 
જવાબ હજુ નથી મળ્યો!!!

Comments

dev said…
Men read more of these articles then women. Even the house wives hardly have the time to sit and read it all. Such magazines and dailies are poor in serving the women consumers.
HaiyaNiSameep said…
કદાચ હા ... કદાચ ના...પણ પ્રયત્ન તો થઇ શકે ને? પણ શરૂઆત કોણ કરશે ? કદાચ કોઈ એક વર્કિંગ વુમન જ કરી શકે! તો "હું" કેમ નહિ ? :)

ફોન કરો એડિટરને અને સજેસન આપો ...
તમે વર્કીંગ વુમન છો અને સાથે સારા વાચક ને સારી રીતે એનાલિસીસ કરી શકો છો. તો તમારા સલાહ સુચન કાને ધરે ... :D

નૈ તો એકતા કપૂરે એક ઇન્ટર્વ્યુમા કહ્યુ હતુ કે ભારતમા ૯૦% કર્તા વધુ સ્ત્રીઓ સાડી પેહેરે છે ને હુ એમને ધ્યાનમા રાખીને સીરીયલ્સ(કકળાટ) બનાવુ છુ...સૉ મે બી મેગેઝીનવાળા પણ એ જ આધારે કન્ટેન્ટ રાખતા હશે.
Mayur Ardeshna said…
" ગુજ્જુ ફીમેલ્સ ને નોર્મલી આવા જ આર્ટીકલ્સ ગમતા હશે .... કે પછી એ નોર્મલ ગુજ્જુ ફીમેલ ની ડેફીનેશન માં હું નથી આવતી ? "

Statistics ni bhasha ma kahu to normal ( within limit of 2 standard deviation ) ma tame ke hu nathi aavata..

tamari aa post par haju sudhi 2 posts...!!
TRANSITION blog ni "સૈનિક શું કામ લડાઈ કરે છે ?" post par loko e "NO COMMENTS" kari ne hath uncha kari didha 6.. to same e j blog ma "Pakistan ka naya gutka : Sania Bhabhi " ne 5 comments... Aa baju mari community haju pan kumbhkaran ni jem suti 6...

Aa badhu kharekhar loko ne boring lage 6..
આપણે કેટલા ટકા ????

lakho koi, free relationship, romance, love, break up, sex, rape jeva topic par..... aa maha-mahenate bhega karel followers ni sankhya 71 mathi >1000 thai jashe...
ture indeed...ur writing is always near to my heart...:)..

u said really well...let start a new way...
Brain Waves said…
mara mate - darek magazine, news paper no ek target audiance ne dhyan ma rakhi ne aemnu kam karti hoi che. Aetle hu to aem kahis ke ae loko ne sudharava ne badle tamara level nu magazine lavo to tamne vadhu gamse. Mane chitralekha game che, ae kharekhar aaj ma jive che, kyarek aema mahila vibhag vanchi jojo.. tamne pan aevu ja lagse.
anu said…
actually GUJJU females never likes these kind of articales, according to me they havent time to read all those time pass nonsense.

but overall very good article. but now a days 1 thing is fixed, we gals r always taken for granted.

kyarek koi working womam pati ne fariyad karse to pati am j kese k me tane nati kahyu nokri kar, kam kar... soooo?????
Bhushan said…
firstly, the technical side of literature- the article has thoughts as well as humour, both supportive to each other, like a male and a female! the writer has pulled out humour from words that are rather boring.

secondly, the thought the writer conveys.

well, there are still many silly girls, no matter they are working or not, who think that boyz,bfs, husbands can be seducted by idiotic short-cuts, which they hunt for from equally stupid friends and newspapers. no matter, newspaper need to sell such articles!!

moreover, writer of this humble comment staunchly believes that there's no classification like working women and housewives. the only classification is Stupid Girls, and Thoughtfull girls.

the solution to that women oriented articles.... the names of such columns/supplimentaries/newspapers/magazines should be changed from "StriO maatenu" to "Akkal vagarni striO maatenu", the other type of women/galz can read the sensible literature, 'cause business standard, the economist, the economic times, newsweek, capital market and many other media don't come with tags like "AKKALVALA PURUSHO MAATENU MAGAZINE"!!!!
Real world said…
Hey Bhumika, you know, most of their articles are translations from English magazines. And even I feel the way you feel. Mahila purti is the crape..

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...