દોસ્તી , મિત્રતા , સંબંધો પણ હવે વર્ચુઅલ !!
ના રે , ફરી થી ઓરકુટ , ફેસબુક કે ટ્વીટર ની જ કથા નથી કરવાની{ હાશ , એમ અવાજ ક્યાંથી આવ્યો ? } !
વાત છે સંબંધો ની...
સંબંધો ની એક નવી કેટેગરી વિકસી છે પાછલા ૬-૭ વર્ષો માં ...
વર્ચુઅલ દુનિયા માં પાંગરેલા વર્ચુઅલ સંબંધો ની ... અહી દરેક સંબંધ છે , તે ભલે ભાઈ હોય કે બહેન, અંકલ હોય કે આંટી કે પછી મિત્ર કે પ્રેમી ... સંબંધ ભલે વર્ચુઅલ હોય , સાથે જોડાયેલી લાગણી રીઅલ છે !!
"Hi"
"Hello"
"Want to chat?"
"Lets see!"
"ASL please..."
ઉપરના સંવાદો કદાચ લગભગ ઈન્ટરનેટ નો વપરાશ કરનાર દરેકે ક્યારેક અનુભવ્યા { બોલ્યા અને સાંભળ્યા } હશે જ! યાહુ, એમએસએન , રેડીફ કે એઓએલ ના ચેટ રૂમ માં અજાણ્યા મિત્ર બનાવતા !
પણ એ અજાણ્યે બનેલા મિત્રો માત્ર "ટાઇમ-પાસ" કે "લસ્ટ-પાસ" હેતુસર જ બનતા ને હેતુ પૂરો થતા વિસરાઈ જતા!
પણ આ ૬-૭ વર્ષ માં વિર્ચુઅલ દુનિયા માં ધરમૂળ થી જાણે પરિવર્તન આવ્યું છે! સોશિયલ વેબસાઈટ્સ ના સહારે આજે વર્ચુઅલ વલ્ડ અને રીઅલ વર્લ્ડ ક્ષિતિજ પર ભળતા ને મળતા દેખાય છે!
અજાણ્યા સાથે ક્યારેય વાત ના કરવી તો મિત્રતા તો ખુબ દુર ની વાત એવો ગજગ્રાહ રાખનારા ઓ પણ આ નવી વર્ચુઅલ હવા માં તણાઈ ગયા છે!
સંવાદ સેતુ રચવા મારે નિત્ય નવા પ્લેટફોર્મ મળી રહે છે!
તમને શું ગમે છે? શું નથી ગમતું? તમે કેવું વાંચન પસંદ કરો છો? ક્યાં પ્રકારની ફિલ્મો જુઓ છો? પ્રોફેશનલી તમારું શું અસ્તિત્વ છે? મિત્રો કેવા બનાવવ ગમે છે ને કેવા નહિ! -- આ બધું અને ઘણું બધું તમરી વર્ચુઅલ ઈમેજ બનાવે છે !
તમારી સાથે વાંચન, હોબી , ગમતી ફિલ્મો , પ્રોફેશન જેવી કઈ પણ સમાનતા ધરાવતા કે મોટેભાગે કોઈ સમાનતા ના હોવા છતાં માત્ર તમારા ડીપી - ડિસ્પ્લે પિક્ચર {તમારી વિર્ચુઅલ છબી } થી એટ્રેક્ટ થયેલા સાથે તમરી સંમતિ થી મિત્રતા શક્ય બને છે! હવે આ મિત્રતા ઉંમર , કાસ્ટ , ધર્મ, પ્રદેશ , જેન્ડર
ના ક્લસ્ટર માં ના વહેંચાઇ ને માત્ર "કૈક ગમવું " ના આધારે હોઈ યંગસ્ટર્સ ને કે દરેક ઉમર ની વ્યક્તિ ને "ઇન" લાગે છે !
વર્ચુઅલ વર્લ્ડ માં મિત્રતા માત્ર "ફ્લરટીંગ " કે "લસ્ટ/લવ" ના કોચલા તોડી ને પાકટ બની છે!
પહેલા જ્યાં મિત્રતા ગાઢ બનતા માત્ર ને માત્ર પ્રણય કે બ્રેક અપ માં કન્વર્ટ થતી તે હવે નવા સંબંધો ના કલેવર ને ફ્લેવર માં પલટાતી જોવાય છે ! બ્રો [બ્રધર] / સીસ {સિસ્ટર } , અંકલ / આંટી , જેવા જનરલ રિલેશન્સ વર્ચુઅલાઈઝ થાય છે ! { વર્ચુઅલ મમ્મી ને પપ્પા હજુ સુધી જોયા/ જાણ્યા નથી! } ..
આ વર્ચુઅલ ફેમીલી માં રીઅલ સંબંધો અને એના પ્રશ્નો નો સહજ અને અનુભવગત ઉકેલ મળી રહે છે! જે પ્રશ્નો, મૂંઝવણ રીઅલ રીલેશન માં શેર થતા નથી તે કદાચ સહજતા થી વર્ચુઅલ રીલેશન માં થઇ શકે છે!
તમારા કે તમારા {રીઅલ } સ્નેહી ના જન્મદિવસે કે એનીવર્સરી પર વર્ચુઅલ જશ્ન અને શુભકામના ઓ માણી શકાય છે! તમારા દુખ માં તમે કહો એ પહેલા વર્ચુઅલ ભાગીદાર દોડી આવે છે.. {વર્ચુઅલ દુનિયા માં જ તો! }.. તમારી ડેડ લાઈન પર પણ ના પૂરી થઇ શકતો પ્રોજેક્ટ , વર્ચુઅલ મિત્ર ની એક્ષ્પરટીઝ ની મદદ થી ઝડપ થી પૂરી થાય છે... તમને ક્યાય ની મળેલ એ. આર . રહેમાન કે કિશોર નું ગમતું ગીત એક રીક્વેસ્ટ પર વર્ચુઅલ વર્લ્ડ માં સહજ રીતે મળી જાય છે! તમને ના આવડતા વિષય માં તરત મદદ અને મટીરીઅલ વર્ચુઅલ કુટુંબ ભેગું કરી દે છે! તમારું એક સપનું જે તમને ક્યારેય પૂરું થવું શક્ય ના લાગે તે વર્ચુઅલ કુટુંબ ના સહયોગથી શક્ય બની શકે છે! આવા તો ઘણા કિસ્સા ને પ્રસંગો તમે મારા કરતા વધુ અનુભવ્યા હશે!
વિર્ચુઅલ દુનિયા અને વર્ચુઅલ સંબંધો ની રંગત નિરાળી છે!
પણ આ દુનિયા ખુબ લપસણી પણ છે! સાવચેતી અને પુરતી માહિતી ના અભાવે ફ્રોડ થતા રીઅલ સંબંધો માં પણ પૂર્ણવિરામ મુકાઈ જવામાં નવાઇ નથી!
મેગા પિક્સેલ ::
દુનિયા રીઅલ હોય કે વર્ચુઅલ , મઝા ત્યારે જ આવે જયારે એમાં સત્ય ની સપાટી પર લાગણી ના ચઢાવ હોય અને ઈગો ના ઊતાર હોય !
આ પોસ્ટ મારા વર્ચુઅલ્લિ રીઅલ મિત્રો અને વર્ચુઅલ કુટુંબ ને ડેડીકેટ છે!
{ ભાવિન, વિશાલ , એકે, દેવાંશી , કુશલ, મીનલ દી, પ્રીમા ,હર્ષ, ક્રિશ્ના , સ્વાતી, ધારા ,બેબી , હેમાંગ અંકલ - આપનો ખુબ ખુબ આભાર મારી દુનિયા ને તમરી લાગણી અને પ્રેમ ના રંગે સુંદર બનાવવા બદલ!
.. જેમના નામ રહી ગયા હોય તે સ્મૃતિ દોષ.. લાગણી દોષ નહિ!! }
------------------------------ ----------------------------
Comments
let thanks to god for giving me such a friend like pearl....thanks god.....thank u verry much...
again thanks bhums....
It's really very nice post.
Thanks,
Ketan
Nice thoughts.. and very nice articles..
A nice line i read today :
jab bat dimag se nikalti he to dimag tak pahunchati he..
aur jab vo dil se nikalti he tab dil tak pahunchati he..
લાગણી નો અનુભાવ તો થાય જ છે....
It was nice to go through like columbus who mistakably while heading across sea, found America similarly, I found your blog where
surroundings of logical thoughts obviously
provoks to stay here for a long to explore
a new world.
I absolutely agree with u all and sundry that
virtual world many a times come to our rescue
and takes us from the whoorlpool of troubles by becoming our beaconlight !
By the way I was flabergasted to read the poetic language in a flawless manner which I heartily appreciate sans any exaggeration.
Bhumica, it is fact that we enjoy the virtual world under the garb of mysticism as such relations are ageless powered by in many cases particularly people who have a propensity towards exploring creativity.Ofcourse! they would never worry about age location and gender, you are quite true here.
You enjoy those relations as long as those are selfless sans any motives besides not a whimper of possessiveness !
I join with you as I have got unexpected benefits through these unseen and virtual relations!
last but not least I am happy to know that a computer personnel is afficionado of literary world is quite amazing!!
Keep it up!!
Dr.Hemendra.