Skip to main content

દોસ્તી , મિત્રતા , સંબંધો પણ હવે વર્ચુઅલ !!



દોસ્તી , મિત્રતા , સંબંધો પણ હવે વર્ચુઅલ !!
ના રે , ફરી થી  ઓરકુટ , ફેસબુક કે ટ્વીટર ની જ કથા નથી કરવાની{ હાશ , એમ અવાજ ક્યાંથી આવ્યો ? }  ! 

વાત છે સંબંધો ની... 
સંબંધો ની એક નવી કેટેગરી વિકસી  છે પાછલા  ૬-૭ વર્ષો માં ...
વર્ચુઅલ દુનિયા માં પાંગરેલા વર્ચુઅલ સંબંધો ની ... અહી દરેક સંબંધ છે , તે ભલે  ભાઈ હોય કે બહેન, અંકલ હોય કે આંટી કે પછી  મિત્ર કે પ્રેમી ... સંબંધ ભલે વર્ચુઅલ હોય , સાથે જોડાયેલી લાગણી રીઅલ છે  !! 
"Hi"  
"Hello" 
"Want to chat?"
"Lets see!"
"ASL please..."   
ઉપરના સંવાદો કદાચ લગભગ ઈન્ટરનેટ નો વપરાશ કરનાર દરેકે ક્યારેક અનુભવ્યા { બોલ્યા અને સાંભળ્યા } હશે જ! યાહુ, એમએસએન , રેડીફ કે એઓએલ ના ચેટ રૂમ માં અજાણ્યા મિત્ર બનાવતા ! 
પણ એ અજાણ્યે બનેલા મિત્રો માત્ર "ટાઇમ-પાસ" કે "લસ્ટ-પાસ"  હેતુસર જ બનતા ને હેતુ પૂરો થતા વિસરાઈ જતા! 

પણ આ ૬-૭ વર્ષ માં વિર્ચુઅલ દુનિયા માં ધરમૂળ થી જાણે પરિવર્તન આવ્યું છે! સોશિયલ વેબસાઈટ્સ ના સહારે આજે વર્ચુઅલ વલ્ડ અને રીઅલ વર્લ્ડ ક્ષિતિજ પર ભળતા ને મળતા દેખાય છે!
અજાણ્યા સાથે ક્યારેય વાત ના કરવી તો મિત્રતા તો ખુબ દુર ની વાત એવો ગજગ્રાહ રાખનારા  ઓ પણ આ નવી વર્ચુઅલ હવા માં તણાઈ ગયા છે!
સંવાદ સેતુ રચવા મારે નિત્ય નવા પ્લેટફોર્મ મળી રહે છે! 

તમને શું ગમે છે? શું નથી ગમતું? તમે કેવું વાંચન પસંદ કરો છો? ક્યાં પ્રકારની ફિલ્મો જુઓ છો? પ્રોફેશનલી તમારું શું અસ્તિત્વ છે? મિત્રો કેવા બનાવવ ગમે છે ને કેવા નહિ! -- આ બધું અને ઘણું બધું તમરી વર્ચુઅલ ઈમેજ બનાવે છે ! 

તમારી સાથે વાંચન, હોબી , ગમતી ફિલ્મો , પ્રોફેશન જેવી કઈ પણ સમાનતા ધરાવતા કે મોટેભાગે કોઈ સમાનતા ના હોવા છતાં માત્ર તમારા  ડીપી - ડિસ્પ્લે પિક્ચર {તમારી વિર્ચુઅલ છબી } થી એટ્રેક્ટ થયેલા સાથે તમરી સંમતિ થી મિત્રતા શક્ય બને છે! હવે આ મિત્રતા ઉંમર , કાસ્ટ , ધર્મ, પ્રદેશ , જેન્ડર  
ના ક્લસ્ટર માં ના વહેંચાઇ ને માત્ર "કૈક ગમવું "  ના આધારે હોઈ યંગસ્ટર્સ ને કે દરેક ઉમર ની વ્યક્તિ ને  "ઇન" લાગે છે !

વર્ચુઅલ વર્લ્ડ માં મિત્રતા  માત્ર "ફ્લરટીંગ " કે "લસ્ટ/લવ" ના કોચલા તોડી ને  પાકટ બની છે! 

પહેલા જ્યાં મિત્રતા ગાઢ બનતા  માત્ર ને માત્ર પ્રણય કે બ્રેક અપ માં કન્વર્ટ થતી તે હવે નવા સંબંધો ના કલેવર ને ફ્લેવર માં પલટાતી જોવાય છે ! બ્રો [બ્રધર] / સીસ {સિસ્ટર } , અંકલ / આંટી , જેવા જનરલ રિલેશન્સ વર્ચુઅલાઈઝ  થાય છે ! { વર્ચુઅલ મમ્મી ને પપ્પા હજુ સુધી જોયા/ જાણ્યા નથી! } ..
આ વર્ચુઅલ ફેમીલી માં રીઅલ સંબંધો અને એના પ્રશ્નો નો સહજ અને અનુભવગત ઉકેલ મળી રહે છે! જે પ્રશ્નો, મૂંઝવણ  રીઅલ રીલેશન માં શેર થતા નથી તે કદાચ સહજતા થી વર્ચુઅલ રીલેશન માં થઇ શકે છે! 
તમારા કે તમારા {રીઅલ }  સ્નેહી ના જન્મદિવસે કે એનીવર્સરી પર વર્ચુઅલ જશ્ન અને શુભકામના ઓ માણી શકાય છે! તમારા દુખ માં તમે કહો એ પહેલા વર્ચુઅલ ભાગીદાર દોડી આવે છે.. {વર્ચુઅલ દુનિયા માં જ તો! }.. તમારી ડેડ લાઈન   પર પણ ના પૂરી થઇ શકતો પ્રોજેક્ટ , વર્ચુઅલ મિત્ર ની એક્ષ્પરટીઝ ની મદદ થી ઝડપ થી પૂરી થાય છે... તમને ક્યાય ની મળેલ એ. આર . રહેમાન કે કિશોર નું ગમતું ગીત એક રીક્વેસ્ટ પર વર્ચુઅલ વર્લ્ડ માં સહજ રીતે મળી જાય છે! તમને ના આવડતા વિષય માં તરત મદદ અને મટીરીઅલ વર્ચુઅલ કુટુંબ ભેગું કરી દે છે! તમારું એક સપનું જે તમને ક્યારેય પૂરું થવું શક્ય ના લાગે તે વર્ચુઅલ કુટુંબ ના સહયોગથી શક્ય બની શકે છે! આવા તો ઘણા કિસ્સા ને પ્રસંગો તમે મારા કરતા વધુ અનુભવ્યા હશે! 

વિર્ચુઅલ દુનિયા અને વર્ચુઅલ સંબંધો ની  રંગત નિરાળી છે! 
પણ આ દુનિયા ખુબ લપસણી પણ છે! સાવચેતી અને પુરતી માહિતી ના અભાવે ફ્રોડ થતા રીઅલ સંબંધો માં પણ પૂર્ણવિરામ મુકાઈ જવામાં નવાઇ નથી! 

મેગા પિક્સેલ   ::
દુનિયા રીઅલ હોય કે વર્ચુઅલ , મઝા ત્યારે જ આવે જયારે એમાં સત્ય ની સપાટી પર  લાગણી ના ચઢાવ હોય અને  ઈગો ના ઊતાર હોય ! 
આ પોસ્ટ મારા વર્ચુઅલ્લિ રીઅલ મિત્રો અને વર્ચુઅલ કુટુંબ ને ડેડીકેટ છે! 
ભાવિન, વિશાલ  , એકે, દેવાંશી , કુશલ, મીનલ દી, પ્રીમા  ,હર્ષ, ક્રિશ્ના ,  સ્વાતી,   ધારા ,બેબી , હેમાંગ અંકલ  -  આપનો ખુબ ખુબ આભાર મારી દુનિયા ને તમરી લાગણી અને પ્રેમ ના રંગે સુંદર બનાવવા બદલ! 
  .. જેમના નામ રહી ગયા હોય તે સ્મૃતિ દોષ.. લાગણી દોષ નહિ!! }
----------------------------------------------------------

Comments

hey buddy this is really great surprise to me....:O

let thanks to god for giving me such a friend like pearl....thanks god.....thank u verry much...

again thanks bhums....
Swati Borsaniya said…
તમારો પણ આભાર મારી દુનિયાને તમારી અને સાથોસાથ હીરની દોસ્તી થી રંગીન બનાવવા માટે!! :-)
KETAN DOSHI said…
Hey Bhumika,
It's really very nice post.

Thanks,
Ketan
Fenil said…
The "Mega Pixel" in above article is indeed appreciable. But if you think enough deeply, it is state of contentment where nothing opposite to anything exist.It is ideal sate, as I would describe.
Harsh Pandya said…
kudos for writing...yep,ahiya farivar tme sabit kryu k my idol for writing is none other thn u...mara mate have aa virtual world mathi 6utvu etle shakya nathi kmk dostina paash[binding u c..]thi bndhaya 6ie...ane aakhi jindgi aam j jay evi uprvala ne dilthi dua kru chu..heer wit bhums..u rock again...
Mayur Ardeshna said…
The Matrix .. The Virtual World..
Nice thoughts.. and very nice articles..

A nice line i read today :
jab bat dimag se nikalti he to dimag tak pahunchati he..
aur jab vo dil se nikalti he tab dil tak pahunchati he..
mOnaRk said…
આવા સુંદર બ્લોગ માટે મારા તરફથી તમને ખુબ ખુબ "વર્ચ્યુઅલ" અભિનંદન. આ બ્લોગથી એ પણ જાણવા મળ્યું ભુમીકાજી કે તમારી ગુજરાતી ભાષા પરની પક્કડ પણ જોરદાર છે. આખરે ફાયદો તો અમારો જ છે ને કે અમને આવા વૈવિધ્યપૂર્ણ બ્લોગ્સ માણવાનો લાભ મળ્યા કરશે..........!!
Minal said…
Awww, so nice of you. {Of course not for my name is in ur list,;) but..i feel same as u on virtual world, just like a family.} Addicted to meet everyday, chat, cmnty. and for ur nice posts here. ( btw, hu pu6avani j hti ke kem updated nathi karyo blog? and here u come. ;) )Believe me this post refers to a expert writer's writing, have flaw in it with cent percent 'sahmati'. My love to u and Heer. Thanxxx
Patel Vintesh said…
vaah vaah vaah vaah vaah vaah
rupen007 said…
આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટરમાં સામેલ કર્યો છે .મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
dev said…
Thank you to you too, Bhumika! :) The best thing about these virtual relations is that no one will ever be alone. At the worst of my times, these virtual friends healed me even without knowing that I was going through toughest personal times.
હકીકત છે...
લાગણી નો અનુભાવ તો થાય જ છે....
Vishal Kansagra said…
Mobo, aapne mere dil ki baat bol di. I have been contemplating how relationships have changed in last couple of years and there you came up with a post on same topic. Lagta hai apna virtual connection kaafi strong hai. :D
Kushal said…
Brilliant write-up guruji.. loved the Megapixel :)
Aakanksha said…
Awesome write up babes..... n yesssss...... I have sorta virtual family... I already have told.. I have an elder sis, a bigB, mausi(:P) n a whole new cast n crew of Sholey... Love ya babes.... muah
બહુ જ ગમ્યું. લાસ્ટીક ને મેગા પીક્સેલ નામ આપ્યું તે પણ. તમે મારા બ્લોગ http://ubshabd.wordpress.com/ ની મુલાકાત લેશો તો ગમશે.
Hemu said…
Bhumikaji,

It was nice to go through like columbus who mistakably while heading across sea, found America similarly, I found your blog where
surroundings of logical thoughts obviously
provoks to stay here for a long to explore
a new world.

I absolutely agree with u all and sundry that
virtual world many a times come to our rescue
and takes us from the whoorlpool of troubles by becoming our beaconlight !

By the way I was flabergasted to read the poetic language in a flawless manner which I heartily appreciate sans any exaggeration.

Bhumica, it is fact that we enjoy the virtual world under the garb of mysticism as such relations are ageless powered by in many cases particularly people who have a propensity towards exploring creativity.Ofcourse! they would never worry about age location and gender, you are quite true here.

You enjoy those relations as long as those are selfless sans any motives besides not a whimper of possessiveness !

I join with you as I have got unexpected benefits through these unseen and virtual relations!

last but not least I am happy to know that a computer personnel is afficionado of literary world is quite amazing!!

Keep it up!!

Dr.Hemendra.

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...