"કાલે અમે બધા મોઢેરા દર્શન કરવા જવાના છે , અને ત્યાંથી સાયંસ સીટી અને રિલાયન્સ મોલ ના "હોરર વર્લ્ડ" માં જવાના છે! મારું નવું જીન્સ અને ટી-શર્ટ કાઢી રાખજે ! " કેયુરે એના દિવાળી ના દિવસ માટેના પ્લાન્સ કહ્યા!
"સારું... " - મેં શાંતિ થી જવાબ આપ્યો.. મને ડોકટરે ૮ માં મહિનાથી જ વધુ ટ્રાવેલિંગ કરવાની ના પાડી , એથી મારે દિવાળી ના દિવસે ઘેર જ રહેવાનું છે એ હું સમજી ગયી અને ઉદાસી ભરી એક સ્માઈલ મારા મોઢા પર ફરકી ના ફરકી..
" હું નથી આવવાની , અમે ગયા મહીને જ મેઢેરા જઈ આવ્યા , અને એમ પણ દિવાળી ના સપરમાં દિવસે ભૂમિકા ને કઈ થયું તો કોઈ તો ઘેર જોઈએ ને ... તમે બધા જઈ આવો! અને હા કેયુર તું સાંજે ૬ વગ પહેલા પાછો ઘેર આવી જજે, બીજા બધાને જ્યાં જાઉં હોય ત્યાં જાય... ભૂમિકા ને પિક્ચર જોવાનો બહુ શોખ છે તો કાલે સાંજે કોઈ નવું પિક્ચર જોવા એને લઇ જજે! દિવાળી ખાલી તમારે જ નથી! " - મમ્મી હસતા હસતા મારો પ્રશ્ન સોલ્વ કરતા ગયા , અને એક માસ મોટ્ટી સ્માઈલ મારા મોઢા પર આવી ગઈ!
મમ્મી શબ્દો કરતા આંખો જલ્દી અને વધુ સારી રીતે વાંચી શકે છે!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"મોમ, અઆહ બૌ જ પેઈન થાય છે ! મોમ .... " - શબ્દો પહેલા આંસુ ઓ એ મારી વાત મમ્મી ને સમજાવી દીધી!
"હુમ.. એ તો દુખશે , સીઝર માં પહેલા ૧૫ દિવસ તો સહેજ દુખે જ ... હીર ઊંઘે છે ત્યાં સુધી તું પણ ઊંઘી જ.. હું તારા માટે સરસ કાઢો બનાવી લાવું છું .. કાલ ની જેમ કચ કચ ના કરતી પી જજે ચુપ ચાપ, નહિ તો કમર નો દુખાવો પેસી જશે! " - મમ્મી ના શબ્દો માં હમેશા જ એક વ્હાલ અને ઉષ્મા વર્તાતી.. જે સાચું છે એ ભલે કડવું લાગે , મમ્મી ઝટ કહી દે! અને ખોટું ભલે લાખ લોભામણું હોય એને એક જ વાર માં ઝાટકી નાખે!
અને ૫ જ મિનીટ માં મમ્મી ગરમ ગરમ કડવા કાઢા સથે હાજર હોય...
"જલ્દી પી લે , અને અડધા કલાક પછી દવા ની સાથે દૂધ પીવાનું છે તો મેં દૂધ ગરમ કરી ને ગળ્યું બનાવી રાખ્યું છે આળસ ના કરતી ... જેટલું દૂધ લઈશ એટલી જલ્દી સજી થઈશ" - મમ્મી બોલતા જાય ને મને શીખવાડતા જાય કે - માં કેવી હોય ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" આજકાલ ની મમ્મી ઓ ને પોતાનું ફિગર સાચવવા માં બહુ રસ હોય.. છોકરા ને પોષણ મળે કે ના મળે.. પોતાની કારકિર્દી ની એમને વધુ ચિંતા હોય , છોકરા તો આયા પણ મોટા કરી દે! " - એક મહિલા એ મારા તરફ ત્રાંસી નજર કરી એની વહુ [જે માં બનવાની હતી] ને વક્તવ્ય આપ્યું!
" જુ ઓ ને સામે બોર્ડ પર પણ લખ્યું છે પહેલા ૬ મહિના બાળક ને માં નું ધાવણ જ અપાવું જોઈએ "- પેલી સન્નારી ની વહુ એ પણ એની વાત માં સુર પુરાવ્યો!
મારી આંખો ભીની થઇ ગઈ!
"સામે તો એમ પણ લખ્યું છે કે નાની ઉમરે લગ્ન અને સુવાવડ માં ને બાળક બંને માટે જોખમી છે! " - મમ્મી ની પારખું નજરે મારી સામે ઉઠેલા પ્રશ્નો નો આડકતરો અને સચોટ જવાબ આપી દીધો...
" આમાં રડવાનું ક્યાં આવ્યું? આમ ઢીલા-પોચા રહીએ તો આખી દુનિયા રડાવી જાય! તમે તો બાળક દત્તક લેવા તૈયાર હતા... જો બાળક દત્તક લીધું હોત તો શું દુનિયા મેણા ના મારતી.. અને એને પણ ઉપરનું જ દૂધ પીવડાવત ને? તો હવે શાનું રડવાનું? ભગવાને બાળક તો પોતાનું આપી દીધું , જો દવા ની આડઅસર થી ધાવણ ના આવ્યું તો શું? એની રગો માં લોહી અને મમતા તો તારા જ છે ને! " - મમ્મી એ થોડા માં ઘણું કહી દીધું!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"મધર્સ ડે" પર "I LOVE U MOM " કે " U are the Best MOM in d world ! " ... દરેક બાળક[કોઈ પણ ઉમરે માં માટે એનું સંતાન બાળક જ રહે છે! ] એની માં ને કહે છે, કેમ કે એ એવું અનુભવે છે!
પણ શું તે અનુભવવા કે કહેવા માટે મધર્સ ડે ની રાહ જોવી જરૂરી છે?
જો "હા" - તો મને કોઈ કહો "મધરઇન લો" [સાસુમા નો દિવસ] દિવસ ક્યારે આવે છે ?
મારા સાસુમા [જે વ્હાલ પણ કરે અને લડે પણ.. હસાવે તો રડાવી પણ દે ! જેને દીકરા અને વહુ માં ક્યારેય ભેદ નથી રાખ્યો! ] - મારા મમ્મી ક્યારે અને કેવી રીતે બની ગયા એ અમારા બે માંથી કોઈને ખબર નથી પડી!
"માં એ માં જ હોય , કાયદા ની અંદર[In Law ] ગણો કે કાયદા ની બહાર [Out of Law ] ગણો!"
Comments
Last Sentence says it all.....
Em j Kai Thoda Sasu-MAA kahevay chhe. :-)
I havent lived with my mil, so right now it's just weekend hi-hello talks mostly... and we keep calling them here but they are always like we will come there when there is some good news... in rep to which we say but we dont want you to come to help us with things, we want yout o come here...harva farva ne sathe rehva... now lets see when that day comes ! :)
બધુ જ આપણી ઉપર છે. કોઈની સલાહ લાગણી સાથે સ્વિકારવી કે પછી તે આપણી "પર્શનલ લાઈફ" મા "ઇન્ટરફિયર" કરે છે તેમ માની તેના પર ગુસ્સે થવું. બાકી બધી જ સાસુ કાઈ "મા" નથી બની શકતી અને બધી જ વહુ "દીકરી". બાકી આપ ભલા તો જગ ભલા.
અને હા, કોઈ પણ લાગણીઓને વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દીવસની રાહ નથી જોવાતી પણ કૉઈ એક દીવસ વિશ્વ આખુ પોતાના સ્નેહીને "હું તને ચાહુ છું" એમ કહેતા હોય ત્યારે આપણે પણ કહી દેવામા કાઈ વાંધો નથી બાકી ક્યાંક "વેલેન્ડાઇન ડે" ખરેખર "વેલણખાઈંગ ડે" બની જાય નહી. :D
:)
:(
My lovely regards for your mother....!!
And for u also.. Bcz to appreciate kindness of others, a kind vision is needed..
I like it yr blog design sooooooo much.
Nice idea.. keep it up.