Skip to main content

"મધરઇન લો' સ ડે" [સાસુમા નો દિવસ] ક્યારે આવે છે ?


"કાલે અમે બધા મોઢેરા દર્શન કરવા જવાના છે , અને ત્યાંથી સાયંસ સીટી અને રિલાયન્સ મોલ ના "હોરર વર્લ્ડ" માં જવાના છે! મારું નવું જીન્સ અને ટી-શર્ટ કાઢી રાખજે ! " કેયુરે એના દિવાળી ના દિવસ માટેના પ્લાન્સ કહ્યા! 

"સારું... " - મેં શાંતિ થી જવાબ આપ્યો.. મને ડોકટરે ૮ માં મહિનાથી જ વધુ ટ્રાવેલિંગ કરવાની ના પાડી , એથી મારે દિવાળી ના દિવસે ઘેર જ રહેવાનું છે એ હું સમજી ગયી અને ઉદાસી ભરી એક સ્માઈલ મારા મોઢા પર ફરકી ના ફરકી..


" હું નથી આવવાની , અમે ગયા મહીને જ મેઢેરા જઈ આવ્યા , અને એમ પણ દિવાળી ના સપરમાં દિવસે ભૂમિકા ને કઈ થયું તો કોઈ તો ઘેર જોઈએ ને ... તમે બધા જઈ આવો! અને હા કેયુર તું સાંજે ૬ વગ પહેલા પાછો ઘેર આવી જજે, બીજા બધાને જ્યાં જાઉં હોય ત્યાં જાય... ભૂમિકા ને પિક્ચર જોવાનો બહુ શોખ છે તો કાલે સાંજે કોઈ નવું પિક્ચર જોવા એને લઇ જજે! દિવાળી ખાલી તમારે જ નથી! " - મમ્મી હસતા હસતા મારો પ્રશ્ન સોલ્વ કરતા ગયા , અને એક માસ મોટ્ટી સ્માઈલ મારા મોઢા પર આવી ગઈ! 

મમ્મી શબ્દો કરતા આંખો જલ્દી અને વધુ સારી રીતે વાંચી શકે છે! 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"મોમ, અઆહ બૌ જ પેઈન થાય છે ! મોમ .... " - શબ્દો પહેલા આંસુ ઓ એ મારી વાત મમ્મી ને સમજાવી દીધી!

"હુમ.. એ તો દુખશે , સીઝર માં પહેલા ૧૫ દિવસ તો સહેજ દુખે જ ... હીર ઊંઘે છે ત્યાં સુધી તું પણ ઊંઘી જ.. હું તારા માટે સરસ કાઢો બનાવી લાવું છું .. કાલ ની જેમ કચ કચ ના કરતી પી જજે ચુપ ચાપ, નહિ તો કમર નો દુખાવો પેસી જશે! " - મમ્મી ના શબ્દો માં હમેશા જ એક વ્હાલ અને ઉષ્મા વર્તાતી.. જે સાચું છે એ ભલે કડવું લાગે , મમ્મી ઝટ કહી દે! અને ખોટું ભલે લાખ લોભામણું હોય એને એક જ વાર માં ઝાટકી નાખે! 

અને ૫ જ મિનીટ માં મમ્મી ગરમ ગરમ કડવા કાઢા  સથે હાજર હોય...

"જલ્દી પી લે , અને અડધા કલાક પછી દવા ની સાથે દૂધ પીવાનું છે તો મેં દૂધ ગરમ કરી ને ગળ્યું બનાવી રાખ્યું છે આળસ  ના કરતી ... જેટલું દૂધ લઈશ એટલી જલ્દી સજી થઈશ" - મમ્મી બોલતા જાય ને મને શીખવાડતા જાય કે - માં કેવી હોય ? 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

" આજકાલ  ની મમ્મી ઓ ને પોતાનું ફિગર સાચવવા માં બહુ રસ હોય.. છોકરા ને પોષણ મળે કે ના મળે.. પોતાની કારકિર્દી ની એમને વધુ ચિંતા હોય , છોકરા  તો આયા  પણ મોટા કરી દે! " - એક મહિલા એ મારા તરફ ત્રાંસી નજર કરી એની વહુ [જે માં બનવાની હતી] ને વક્તવ્ય આપ્યું!

" જુ ઓ ને સામે બોર્ડ પર પણ લખ્યું છે પહેલા ૬ મહિના બાળક ને માં નું ધાવણ  જ અપાવું જોઈએ "- પેલી સન્નારી ની વહુ એ પણ એની વાત માં સુર પુરાવ્યો! 

મારી આંખો ભીની થઇ ગઈ! 

"સામે તો એમ પણ લખ્યું છે કે નાની ઉમરે લગ્ન અને સુવાવડ માં ને બાળક બંને માટે જોખમી છે! " -  મમ્મી ની પારખું નજરે મારી સામે ઉઠેલા પ્રશ્નો નો આડકતરો અને સચોટ જવાબ આપી દીધો...

" આમાં રડવાનું ક્યાં આવ્યું? આમ ઢીલા-પોચા રહીએ તો આખી દુનિયા રડાવી જાય! તમે તો બાળક દત્તક લેવા તૈયાર હતા... જો બાળક દત્તક લીધું હોત તો શું દુનિયા મેણા ના મારતી.. અને એને પણ ઉપરનું જ દૂધ પીવડાવત ને? તો હવે શાનું રડવાનું? ભગવાને બાળક તો પોતાનું આપી દીધું , જો દવા ની આડઅસર થી ધાવણ ના આવ્યું તો શું? એની રગો માં લોહી અને મમતા તો તારા જ છે ને! " - મમ્મી એ થોડા માં ઘણું કહી દીધું! 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"મધર્સ ડે"  પર    "I LOVE U MOM "  કે " U are the Best MOM in d world ! " ...  દરેક બાળક[કોઈ પણ ઉમરે માં માટે એનું સંતાન બાળક જ રહે છે! ] એની માં  ને કહે છે, કેમ કે એ એવું અનુભવે છે! 

પણ શું તે  અનુભવવા કે કહેવા માટે મધર્સ ડે ની રાહ જોવી જરૂરી છે? 

જો "હા" - તો મને કોઈ કહો "મધરઇન લો" [સાસુમા નો દિવસ]  દિવસ ક્યારે આવે છે ? 
મારા સાસુમા  [જે વ્હાલ પણ કરે અને લડે પણ.. હસાવે તો રડાવી પણ દે ! જેને દીકરા અને વહુ માં ક્યારેય ભેદ નથી રાખ્યો!  ] -  મારા મમ્મી ક્યારે અને કેવી રીતે બની ગયા એ અમારા બે માંથી કોઈને ખબર નથી પડી! 

"માંમાં જ હોય , કાયદા ની અંદર[In Law  ]  ગણો કે કાયદા ની બહાર [Out of Law ] ગણો!" 

Comments

amazing, fabulous n superb....Maa na vakhan to khub shambhdya vanchya pan kyay sasuMaa na vakhan shambhdya to ek mari mammy na modhe ne jo vanchya to anhi tamara shabdo ma...khub saras..
Tej said…
superb.......sasu ko k potani ko pan "MA E MA J KEHVAY......"....greatly written.....Ur Mummyji will be really lucky to have u as daughter in law.......Cheers....Take care.....
Dipen said…
A Good One,

Last Sentence says it all.....
Em j Kai Thoda Sasu-MAA kahevay chhe. :-)
~ Lopa said…
Very nice post Bhumika... lucky you to have such mil :)

I havent lived with my mil, so right now it's just weekend hi-hello talks mostly... and we keep calling them here but they are always like we will come there when there is some good news... in rep to which we say but we dont want you to come to help us with things, we want yout o come here...harva farva ne sathe rehva... now lets see when that day comes ! :)
વાત તો સાચી છે પણ....

બધુ જ આપણી ઉપર છે. કોઈની સલાહ લાગણી સાથે સ્વિકારવી કે પછી તે આપણી "પર્શનલ લાઈફ" મા "ઇન્ટરફિયર" કરે છે તેમ માની તેના પર ગુસ્સે થવું. બાકી બધી જ સાસુ કાઈ "મા" નથી બની શકતી અને બધી જ વહુ "દીકરી". બાકી આપ ભલા તો જગ ભલા.

અને હા, કોઈ પણ લાગણીઓને વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દીવસની રાહ નથી જોવાતી પણ કૉઈ એક દીવસ વિશ્વ આખુ પોતાના સ્નેહીને "હું તને ચાહુ છું" એમ કહેતા હોય ત્યારે આપણે પણ કહી દેવામા કાઈ વાંધો નથી બાકી ક્યાંક "વેલેન્ડાઇન ડે" ખરેખર "વેલણખાઈંગ ડે" બની જાય નહી. :D
Anonymous said…
Really nice to hear something very amazing abt mother-in-law. Very few people accept their mother-in-low with the same status as a mother.. U r lucky to have two mothers. Snehal,SCET
Mayur Ardeshna said…
મમ્મી બોલતા જાય ને મને શીખવાડતા જાય કે - માં કેવી હોય ??

:)
:(

My lovely regards for your mother....!!

And for u also.. Bcz to appreciate kindness of others, a kind vision is needed..
Bhoomi said…
Really it's to Pretty Much. Amazing article.
I like it yr blog design sooooooo much.
Nice idea.. keep it up.

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...