Skip to main content

મમતાજી બેનર્જી જી જવાબ આપો :: મહિલા અનામત કે મહિલા-આના-મત ?

"ભીલાડ ટુ ભીલાડ ....


મોર્નિંગ ૮:૧૫ ટુ ઇવનિંગ ૮:૦૦ ...
"અપ ડાઉન" કહો કે "કમ્યુટીંગ " ... એની એક મઝા પણ છે અને સજા પણ! 
અને લકીલી છેલ્લા ૬ વર્ષ થી મને અપ ડાઉન ની જાહોજલાલી નસીબ છે! 
અલબત્ત સોર્સ અને ડેસ્ટીનેશન સીટી બદલાતા રહે છે! પહેલા અમદાવાદ થી બરોડા વચ્ચે  અને હવે અંકલેશ્વર થી સુરત વચ્ચે  ! 
મિત્રો કહે છે તારી અડધી જિંદગી તો ટ્રેન માં જ જવાની! 

એક રીઢા ગુનેગાર ને  જેમ જેલ ની સજા માં પણ એક મજા આવે છે... તેમ હું પણ આ ટ્રેન , રેલવે  સ્ટેશન, લેડીઝ  કંપાર્ટમેન્ટ  ની આદી થઇ ગઈ છું! 
મારા ટ્રેન મિત્રો ની મારી જિંદગી માં એક ખાસ જગ્યા છે! સવાર સાંજ ટ્રેન માં એક જ કમપાર્ટમેન્ટ માં બેસવાથી એકબીજા સાથે એક અજીબ લાગણી નો સંબંધ બંધાઈ જાય છે અને જે વાતો-દુખ સગા ને નથી કરી શકતા તે ટ્રેન-ફ્રેન્ડ ને કરવા રૂટીન બને છે! દિવસ ના ૪ કલાક [જાગૃત અવસ્થા માં ] જ્યાં કુટુંબ સાથે રહેવા નથી મળતું ત્યારે જેમની સાથે  આ ૪ કલાક ગાળીએ છે એ મિત્રો સગા થી વિશેષ છે! 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"પણ આજ કાલ અમારી આ જાહોજલાલી ને કોઈ ની નજર લાગી ગઈ છે!  "
૨૯/૦૪/૨૦૧૦ - એ ગોઝારો દિવસ... -[ ના  રે હું કઈ શ્રી નરેન્દ્ર મોદી ની સ્વર્ણિમ ગુજરાત ની ઉજવણી નો વિરોધ નથી કરતી!!]
આ એ દિવસ છે જે દિવસ થી અપ ડાઉન કરતી અમારા જેવી ૫૦૦ થી વધુ [મારી જાણ માં આટલી છે, સાચો આંકડો  આ થી વધુ છે!]  મહિલાઓ માટે દુખ ના દિવસો શરુ કરતો આવ્યો!
રોજ-બ-રોજ ની અપ ડાઉની જિંદગી જે મજા થી પસાર થતી હતી તે દુખદ બનવાની શરૂઆત થઇ! 

"ભીલાડ  એક્સપ્રેસ " - એક્ચ્યુઅલી અપ ડાઉન વાળા માટે ની ટ્રેન.. જો રોજ ના અપ ડાઉન કરવા વાળા નો આંકડો કઢાય તો આશ્ચર્ય થાય કે આટલી જુજ ટ્રેનો  માં આ મસ-મોટ્ટી સંખ્યા કેમ ની સમાતી હશે? 
અમે લેડીઝ કમપાર્ટમેન્ટ  ના લોયલ ચાહકો ! અલબત્ત દરેક ના પર્સનલ રીઝન છે એ માટે! 
આજ સુધી ૭૨ સીટર લેડીઝ કમપાર્ટમેન્ટ આવતો જેમાં રોજ-બરોજ અપ ડાઉન કરતી ૨૦૦ મહિલાઓ + કાકા મામા ને ઘેર અધધધ સમાન લઇ ને જતી મમ્મી ઓ ને તેમનું ચિલ્લર [ગણ્યા ગણાય નહિ,વીણ્યા વીણ્યા નહિ , તો એ મારા કમપાર્ટમેન્ટ  માં માય! ] સમાઈ જતા સુખે-દુખે! 

પણ ૨૯/૦૪/૨૦૧૦ ના દિવસ થી અમને આગોતરા જાણ અપાય વગર અમારો વ્હાલસોયો કમપાર્ટમેન્ટ  બદલાયો અને ૨૦ સીટર ડબ્બો એની જગ્યા એ જોડાયો! [ ૨૦ સીટર ને ડબ્બો જ કેવાય! કમપાર્ટમેન્ટ ની! ]
એકબાજુ વેકેશન ના દિવસો ચાલે જાય એમાં  પણ કાકા-મામા વાળા ટોળે ટોળા ઉમટે એ પણ જથ્થાબંધ સમાન સાથે .... 
હવે ૨૦ સીટર ડબ્બા માં ૨૦૦ અપ ડાઉન કરતી  મહિલા ઓ સાથે 40-50  ચિલ્લર સમેત  પિયર જતી મમ્મી ઓં ને છુટા મુકો એ પણ ૪૦-૪૨ ડીગ્રી તાપમાને તો શું થાય?
નથી ખબર? 
ચાલો થોડા સીન બતાવું! 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"ઓ મારા રામ, આજ કાલ તો લેડીઝું બધી ફાટી પડી છે! માનવતા મારી પરવારી છે ... અપ ડાઉન કરે તો જાણે એમના બાપા ની ગાડી હોય તેમ માથે ચડે! " - એક માજી એ શ્લોક ચાલુ કર્યા! હ્હાસ તો  અમારા બાપા- સાસર-ધણી-યાર જેની કહો.. અમારી છે ! ]

"ના રે એમના  કોઈ સગલા ની ખરીદેલી હશે! મારી બેટીયું કેવા કેવા ધંધા કરવા નીકળી પડે છે જાણે અમને નથી ખબર! " - બીજા એક સમવયસ્ક બહેન ની અમ્રતું વાણી! [ તમે લોકો તમારા સુ-વર ને ના સાચવે  તે એ લોકો અમારી પાસે આવે ! ] 

" આના કરતા તો જનરલ ડબ્બો સારો , જેન્ટ્સ જગા તો કરી જ દે! એમને થોડી તો દયા હોય! " - એક ૨૫-૨૭ વરસ ની ફટકડી એ વાળ લહેરાવતા છણકો કર્યો! [અમારો વર્ષો નો અનુભવ એ જાણે છે કે જનરલ ડબ્બા માં જેન્ટ્સ કેમ જગ્યા કરી આપે છે! જગ્યા પણ આપે અને હાથ પણ ફેરવી આપે! ] 

હું, પલ્લવીબેન, શબાના, ઇનક્ષીબેન, હિરલ, રીના, દિપાલ, તૃપ્તિ સૌ એક મેક ને જોઈ છાનું છપનું હસી રહ્યા હતા! 
૨૦ ની કેપેસીટી [ ડબ્બા ની....,  તમે શું સમજ્યા ? ] માં 3૦૦ ચઢે તો મહાભારત સિવાય શું થાય? 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
હંસા પર્સ વાળી, સંગીતા ૨૪ કેરેટ ના સોના વાળી, રાજુ  ભાઈ દાલ વાળા, રમેશભાઈ વેરાયટી વાળા , રફીક ભાઈ મોજા વાળા, સૌ નો વેકેશન માં જ ધંધો પરવારી ગયો! 
સૌ ની એક જ ઇસ્ટોરી - વેકેશન છે એમ સમજી ને ઝાઝો બધો માલ ખરીદ્યો ને ડબ્બો નાનો થઇ ગયો!
 હવે નુકશાન કોણ વેઠે?
[ટ્રેન માં છૂટક વસ્તુ ઓ વેચી ને કેટ-કેટલા ફેરિય પોતાનું ઘર ચાલવતા હશે! ઇલલીગલ છતાં સત્ય! ]
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
ગાર્ડ ને નાના ડબ્બા ને કારણે થતી હાલાકી ની સતત રજૂઆત છતાં આજ સુધી કોઈ પરિણામ નથી! 
અતિશય ગીર્દી ને કારણે ટ્રેન માં ચઢતા ઉતરતા ઘણા ને ઈજા થાય છે! ચક્કર આવવા, બી.પી. હાઇ-લો  થવું કોમન થઇ ગયું છે! 
સામે અમારી માત્ર ૨ જ માંગણીઓ મૂકી છે ...
[૧] તારીખ ૨૯/૦૪/૨૦૧૦ ના રોજ થી આવતા ૧/૪ લેડીઝ કમપાર્ટમેન્ટ ના બદલે પૂરો ૭૨ સીટર લેડીઝ કમપાર્ટમેન્ટ ફાળવવા માં આવે ! 
[૨] મહિલા પાસ ધારકો માટે આખો લેડીઝ કમપાર્ટમેન્ટ ફાળવવામાં આવે .. [ એમ.એસ.તી ડબ્બા માં મુસાફરી કરતા પાસ ધારકો ની સંખ્યા વધુ હોવાથી તેમાં મહિલા ઓ નો સમાવેશ થઇ શકે એમ નથી! ] 

"મહિલા  અનામત"
"મહિલા શશ્ક્તીકરણ " 
"સ્વર્ણિમ ગુજરાત "  
ક્યાં છે?  - માત્ર આયોજનો માં, ઉજવણીમાં ને વાહ વાહી ઓ લેવામાં! 

Comments

Hiren said…
Forward your blog at this email id: mamata.sansad@sansad.nic.in.
Himanshu said…
BTW...Gujarat government/Swarnim Gujarat has nothing to do with Western Railway.....
Bhumika said…
@himanshu...
gujarat government is resposible for western railway zone, who took this decision!
and if u r celebrating swarnim gujarat - it should be in all aspects!

swarnim gujarat means- happy gujarat in all meanings!
is it so?
Harsh Pandya said…
hiihih...huhuhu hahaha....gud satire
Minal said…
LOL.... 2, 3 remarks are truly hilarious :D
Btw, instead of complaining guard why don't u all give written complain with regular up-downer's sign to zone manager until they fulfill your demand of large coach? ( just a lame suggestion after reading all of your 'HAAD-MAARI")I know it wud be a dead complain ( BEHARAA KAANE ATHADASHE BUT...STILL )and will take long time but smthing has to done on your needs.
Prima said…
I guess western railway is concerned with the head-quoter which is in Bombay! :) decisions are taken there as well ... this is an assumption!
Paresh Shah said…
હેલ્લો ભૂમિકા,
તમારી મુશ્કેલીઓ ની રજૂઆત ઘણી જ સરસ છે. પણ ઈ તો જ અસરકારક નીવડશે જો તમે સહુ (MST pass holders) યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિ ને રજૂઆત કરશો.
બાકી તો આ પણ તારા બ્લોગ નું એક પાનું બની ને રહી જશે !
લી.
પરેશ ન. શાહ
Patel Vintesh said…
vaat ma dum che....
i think u all hv to complain after all if u all complain there must be a result.

baki aam sahan karsho tya sudhi to e loko tamne sahan karavshe

u can write this problem to direct CM too...

he have his personal mail id open for all n he have his own website wer u can put ur prob(u all)
Bhumika said…
બધા ના જવાબ અને સલાહ-સુચન જાની આનંદ થયો!
હા અમે વેસ્ટર્ન રેલ્વે માં ફરિયાદ કરી જ દીધી છે, લેખિત, બધા પાસ હોલ્ડર ની સહી સાથે!
આ સાથે દરેક મોટી ચિત્ય ના જવાબદાર રેલ અધિકારી ઓ ને પણ ફરિયાદ કરી છે લેખિત માં!
અમારા થી થતી તમામ ફરિયાદો દરેક લેવલ પર અમે છેલા ૧ વિક માં કરી ચુક્યા છે!

પણ વેસ્ટર્ન રેલવે વાળા ના બેહરા કાન અને અંધાડી રીતી ઓ હજુ સુધી કઈ સંતોશ્સ્પદ જવાબ સુધ્ધા આપી શકી નથી!
Jignesh said…
Hi, i strongly recommend checking their official website and find some emails of regional head, and other people of higher authority. i had same experience with some government work and i fire an email to higher authority. you cant believe but i received a call and it was shorted out within short time. If you wish, i can search for those email id. :)

People at higher level are always ready to help you if you are having valid reason. i am sure they will take some action.
Internet Marketer said…
I'm not at all agree with you! I don't know, you really know about traveling in trains. There are several train requests are pending since last couple of decades, they all railway minsters are doing good for their states.
Let me know the single railway minister name who belongs to Gujarat, since we got indipendence from British rulers. The AMOUNT IS "ZERO"
and for MAMATA I CAN SAY
- MAMATA KARATI HAI BANGAL KO MALAMAAL AND BAKI SABKO KANGAL" ! That's very true. Aur unki bhi bhul nahi hai, she's is doing for her own state.

e.g., Bhumika tara group ma 10 persons chhe, darek alag alag states ma thi India na. Tame jyare ek bija ne pehli var malya hata tyare tamara mathi ekey pan em nahi Kahyu hoy "I AM AN INDIAN" ... forget this Gujarati, Marathi, Bangali, Madrasi and Bhaiya ji... and so on...

WE NEED TO FIND MISTAKES IN OURSELVES BEFORE POINTING FINGURES TO OTHERS.

Your post is Good but I think you're a criticizer rather than a Good Blogger. Bhumikaji, aa badhu navara manaso nu kam chhe, apada jeva IT Professionals ke bhanela ganelaonu nai.
Sorry If my comment hurts you but the matter of the fact you know very well.

I'm not a "MY NAME" , I'm not a "MY CAST" , I'm not a "MY RELIGION", I'm not a "MY MOHTHER TOUNGE" ... I'M PRODE TO BE AN INDIAN!
Bhumika said…
@internet marketer
[1]i am well aware @ history of railway minsters and railway!
i know many train req will be pending, bt my issue is not for asking a new train!! I am shouting for justice as they have cut our large compartment without any reason! I am asking for what i already had! nothing new from railway!
[2]
in my group all are good humans! i ma not aware @ their caste even, and i dnt bother about it! i dont make friends by TAG of name, caste or religion or region! I have a civilized and highly intellectual group where a we love each other just for being our selves!
[3] I am not writing for any revolution! as i have written in my very first post and introduction, i just write what i experience! I may criticize or i may adore.. i do write all that i go through! I may not be a good blogger bt i know i m a good human !
[4] i dnt feel IT professional are from Venus or moon! IT professionals are also human wid heart and feelings! and "aa maru kam nathi" its a lame excuse! why i cant say when i see something goes wrong? just because i am so called civilized and degree holder?
[5] i strongly feel words have power to change world!
[6]
All Indians are proud to be indian - but that line cant be used to hide the probs we face here! if we love India, we have to improve our mother land.. and if we so called educated- IT professional will not care to do it, Who else will?

Hope u will be able to get [Soul] of my blog post after this explanation!
Internet Marketer said…
Dear Bhumika,
I like your efforts and feelings towards to mother soul, however no one can gladly define them selves as an Indian.
I like your post that's why I took my 15 mins after reading and expressing my feelings.
I'm not sure why you're unable to catch the point which I'm pointing out. BTW, I'm not an offensive reader but would like to become your daily reader. I like the kind of post.
You can't, I can't or event anybody can't neglect the fact that well educated people are doing nothing for Good politics.
We are unable to get success just because of this region and religion point of view set in ou r mind.
If there are only 2 political parties in India, one is rulling and second one who can protest against injustice than we can make India better.
Those parties who don't have more than 5 seats can make many difficulties for passing women rights bill.
Thanks to BJP that supports congress for passing out that Bill, otherwise it won't even in India.
I hope you understand my thoughts.
BTW, Good job.
Bhumika said…
@internet marketer
I ma not at all feeling bad for ur comment!
and i value ur comment a lot!
as u at least read whole article and cared to reply!
Why i made my point clear is because I wanna make my side clear!
I am not the one who cries for changes all the time n criticizes for all! I am the one who believes in making changes by starting on our own!
I gave the whole explanation as i though u haven't still understood what i am and what i am NOT!

will eagerly wait for ur comments on my other articles!
:)
Dipen said…
Something should happen to get out of this horrible situation.
Send your written complaint to:

Complaint against Western Railway:
The Additional General Manager
Director of Public Grievances
Western Railway
Churchgate, Mumbai
Dipen said…
I agree with Bhumika

In fact, we educated people have more responsibility towards working on such issues..
In that way only, we as a country - INDIA - would grow.....
hiren antani said…
Hi,

Is your problem has been solved ? or yet it as before ?
Bhumika said…
@hiren...
from Western railway authorities sides.. PROB IS SOLVED! as they have on paper dedicated one ladies compartment from this 3rd july!
bt on our side problem is worst now as the compartment alloted to us on paper is originally MST compartment! so MALE MST travelling through it do trouble us a lot! we have to bare with galis n alot mis behave!

on satday i had to register official complain to RPF as we were threaten to leave the alloted coach!

we r going to talk to DRM by this week!

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સોશિય

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/coffee, maska bun!  maza ni life!