"પાપા , પાપા , તમે સાંભળો છો કે? કેમ આજે કઈ બોલતા નથી? જુઓ હું સ્પેસીઅલ તમને મળવા આવી છું! હવે તમને કેમ લાગે છે?" મારો એક બીજો પ્રયાસ વ્યર્થ રહ્યો! છેલ્લા અડધા કલાક થી મારા પુછાયેલા દરેક સવાલ નો પાપા એ એક જ જવાબ દીધો છે , આંખો થી , આંસુ ઓ થી! પાપા ના ચહેરા પર છે વેદના અને લાચારી... જે મારી પીડા માં અનેકગણો વધારો કરે છે! હું આઈ.સી.યુ માં બેઠી છું , સામે મારા પ્રિય પપ્પા છે ! પણ ના જાણે કેમ આજે એમની વેદના મારાથી નથી જોવાતી! અને અજાણ્યે મન ના કોઈ ખૂણે થી ભગવાન ને પ્રાર્થના થાય છે - " ભગવાન આટ-આટલું રીબવા કરતા હવે એમને બોલાવી લે! " અને દિલ ને એક અપરાધભાવ અનુભવાય છે , અને આંખો ની સામે પાછલા ૨૮ વરસ ઘુમરાય છે! ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ધોરણ ૧૨ , પછી કોલેજ માં એડમીશન નો દિવસ .... એલ. ડી એન્જીનીયરીંગ કોલેજ પર વળી ઓ નો અભૂતપૂર્વ ધસારો , ચહેરા પર ચિંતા ના ભાવ સાથે... ૧૯૯૯ નું સાલ. મારી ઈચ્છા કોમ્પ્યુટર ઇન્જીન્યરીંગ માં એડમીશન લેવાની હતી , જેમાં મારા પપ્પા સંપૂર્ણ પણે સંમત! [ મારા દરેક સ્વ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)