***
લાસ્ટ
વિકમાં
સૌથી
વધુ
ચર્ચાયેલા
અને
ગુગલ
પર
સર્ચ
થયેલા
ઇન્ડિયન
કોણ?
જો
તમારો
જવાબ
હશે- નરેન્દ્ર
મોદી, નીતીશ
કુમાર, લાલુ
યાદવ, અરવિંદ
કેજરીવાલ- તો
બોસ- તમે
કૈક
મિસ
છો! બિહારની
ચુંટણીની
ચર્ચામાં
તમે
કદાચ
એ
ગોસીપ
મિસ
કરી
દીધી
છે- જે
આમ
તો
એકદમ
હોપલેસ
અને
ફાલતું
ઇસ્યુ
પર
હતી, છતાં
આખા
ભારતે
એના
પર
આઘાત-પ્રત્યાઘાત
આપ્યા
હતા. સોશિયલ
મીડિયામાં
જેણે
એક
બોલ્ડ
ટોપિક
પર
ચર્ચા
આરંભી
દીધી
હતી.
હજુ
ધ્યાનમાં
નથી
આવતું? કલુ
આપીયે? આપણે
અહી
વાત
કરી
રહ્યા
છે
બોગ
બોસ-8ના
એક
ચર્ચાસ્પદ
સ્પર્ધક
અને
બોલીવુડની
એક
ગુજ્જુ
અભિનેત્રી
વચ્ચે
છેડાયેલા
જંગની
કે
જેને
લોહીયાળ
રંગ
લીધો!
નાં,
આપને
કોઈ
બોલીવુડીયા
ગોસીપ
નથી
જ
કરવી. પણ
આ
વાક-યુદ્ધનાં
છેડે
રહેલા
એક
ગંભીર
પ્રશ્ન
પર
વાત
કરવાની
છે.
તો
આ
સામાજિક
પ્રશ્ન
સુધી
પહોંચવા
જાણીએ
આ
હાઈ-પ્રોફાઈલ
ચર્ચા.
***
બીગ
બોસ-8 માં
અત્યંત
ચર્ચાસ્પદ
રહેલા
સ્પર્ધક
કુશલ
ટંડને
સોશિયલ
મીડિયા
સાઈટ- ટ્વીટર
પર
24 ઓક્ટોબરનાં
રોજ
એક
ટ્વીટ
કરી- જેનો
નિષ્કર્ષ
કૈક
એવો
હતો
કે- કુશલ
પોતાના
મિત્રો
સાથે
જુહુ
પીવીઆરમાં
મુવી
જોવા
ગયો
હતો. જ્યારે
મુવીની
શરૂઆતમાં
નેશનલ
એન્થેમ
વગાડવામાં
આવ્યું
ત્યારે
કુશલની
આગળની
હરોળમાં
બેઠેલી
એક
યુવતી
રાષ્ટગીતનાં
મનમાં
ઉભી
થઇ
નાં
હતી. આખા
થીયેટરમાં
બધા
પ્રેક્ષકો
રાષ્ટગીતનાં
સમ્માનમાં
ઉભા
હતા
ત્યારે
કુશલના
જણાવ્યા
પ્રમાણે
એ
યુવતી
નિરાંતે
બેઠી-બેઠી
મોબાઈલમાં
કૈક
કરી
રહી
હતી. અને
ધ્યાનથી
જોતા
કુશલે
એ
યુવતીને
ઓળખી
કાઢી-કે
જે
અભિનેત્રી
અમીષાપટેલ(કહો
ના
પ્યાર-ફેમ)
હતી.
કુશલની
આ
ટ્વીટ
સાથે
સોશિયલ
મીડિયામાં
અમીષા
પટેલના
બેજવાબદાર
વર્તન
બદલ
છાજીયા
લેવાના
શરુ
થયા. અને
ખરી
નૌટંકી
આ પછી
શરુ
થઇ
જ્યારે
અમીષા
પટેલે
પોતાની
રજૂઆત
કરી. અમીષા
પટેલે
બિચારી-બાપડી
બનીને
રીપ્લાય
કરતા
ટ્વીટમાં
કહે
છે
કે- "કુશલે
કઈ
પણ
જાણ્યા
વગર
તેના
પર
આક્ષેપ
લગાવ્યા
છે. કુશલે
એને
એક
વાર
કારણ
પૂછવું
જોઈતું
હતું." પોતાના
આક્રમક
ટ્વીટસની
વણઝારમાં
અમીષા
આગળ
વધારે
છે
કે-"બધી
સ્ત્રીઓએ
કુશલને
લાફો
મારવો
જોઈએ
કેમકે
કુશલે
સ્ત્રીઓની
અત્યંગ
ખાનગી
બાબતમાં
માથું
માર્યું
છે. હું
"મંથલી
ગર્લી
પ્રોબ્લેમ" નાં
કારણે
રાષ્ટ્રગીત
માટે
ઉભી
થઇ
શકી
નહિ. જો
હું
ઉભી
થઇ
હોત
તો
નીચે
થીયેટર
ફ્લોર
પર
બ્લડ
ફ્લો
થયો
હોત." આ
ઉપરાંત
અમિષાબેન
આગળ
વધારે
છે
કે-"હું
રાષ્ટ્રગીત
સમાપ્ત
થતા
તરત
જ મારા
"ગર્લી
પ્રોબ્લેમ"ને
સોલ્વ
કરવા
બાથરૂમમાં
ગઈ
હતી. અને
મને
શું
ખબર
કે
કુશલ
આનો
નેશનલ
ઈશ્યુ
બનાવી
દેશે?" અમીષા
પટેલ
અહિયાં
પણ
અટકતા
નથી
અને
કહે
છે
કે-"હું
અને
મારા
મિત્રો
તો
કુશલને
ઓળખી
પણ
શક્યા
નહિ. બીગ
બોસના
આવા
ફાલતું
સ્પર્ધકને
કોણ
ઓળખે? સ્ત્રીઓને
પોતાના
અવત્યંત
અંગત
"ગર્લી
પ્રોબ્લેમ" અંગે
ડિસ્કસ
કરવા
મજબુર
કરનાર
કુશલ
જેવા
લોકો
અસામાજિક
અને
અસંવેદનશીલ
છે. કુશળ
જેવા
લોકોને
માં-બહેન-ગર્લ
ફ્રેન્ડ
હોતા
નથી
અને
તેથી
તેઓ
સ્ત્રીઓનાં
પ્રશ્નો
સમઝતા
નહિ
અને
સ્ત્રીઓને
સમ્માન
આપી
શકતા
નથી." બ્લાહ-બ્લાહ-બ્લાહ-બ્લાહ!
(ફોનેટીક
અંગ્રેજી
શબ્દો
અમિષાબેનનાં
વ્યુને
અકબંધ
રાખવા
વપરાયા
છે.)
ઉપરના
પ્રશ્નમાં
અમિષાબેન
સાચા
કે
કુશલભાઈ
એ
મુદ્દો
છે જ
નહિ. કેમકે
બંને
પબ્લીસીટીનાં
ભૂખ્યા
છે. વાત
અહી
કરવાની
છે
અમીષા
પટેલે
વાપરેલા
શબ્દોની. અમીષા
પટેલ
પોતાના
ટ્વીટની
સીરીઝમાં
વારંવાર- ગર્લી
પ્રોબ્લેમ, ઈન્ટીમેટ
ગર્લી
પ્રોબ્લેમ-નો
ઉલ્લેખ
કરે
છે
જ્યાં
તેણીને
સીધું
મેનેસ્ત્રુએશન
કે
પીરીડ્સ(માસિક)
શબ્દ
વાપરવાનો
હતો.
અહી,
હું
આ
શબ્દનો
મુદ્દો
કેમ
બનાવી
રહી
છું? વાત
સરળ
છે. શું
આપણે
ક્યારેય
પુરુષોને
ચર્ચા
કરતા
સાંભળ્યા
કે-એક
વિક
થઇ
ગયું
એટલે
આખરે
આજે
તો
મેં
મારા
વીકલી
બોયલી-મેનલી
પ્રોબ્લેમને(અર્થાત
દાઢી
કરી) સર્વ
કરી
જ
દીધો? નહિ!
ક્યારેય
નહિ! તો
શા
માટે
સ્ત્રીઓ
પોતાના
પીરીઅડ્સ
અંગે
કોડ-વર્ડ્સમાં
વાત
કરે? શરમ
શાની? વિશ્વમાં
પ્યુબર્ટી
પાર
કરેલી
કઈ
યુવતી
પીરીઅડ્સમાં
નથી
બેસતી? અને
છતાં
ખુબ
જ
નિરાશા
સાથે
આ
લખવું
પડે
છે
કે
અખા
વિશ્વમાં
આ અંગે
વાત
કરવામાં
આજે
પણ
શરમ
અને
સંકોચ
અનુભવાય
છે. જસ્ટ
ઈમેજીન- જો
દુનિયાની
બધી
જ
સ્ત્રીઓ
પીરીઅડ્સમાં
નાં
આવે
એવું
થાય
તો? નવ-સર્જન
અને
મનુષ્ય
જન્મ
જેના
પર
નિર્ભર
છે એ
મેનેસ્ત્રુએશન
અર્થાત
માસિકધર્મને
જ આપણે
શરમજનક-ગર્લી
પ્રોબ્લેમ-બીમારી-અંગત
માસિક
સમસ્યા- કઈ
રીતે
ગણી
શકીએ?
આપણા
આ
સંકુચિત
વિચારો
અને
માન્યતાનાં
કારણે
આજે
વિશ્વભરમાં
માસિકધર્મ
અંગે
કેટલીયે
ગેરમાન્યતાઓ
ફેલાઈ
છે
જેનો
અગણિત
યુવતીઓ
ભોગ
બની
રહી
છે. સમસ્યા
સીધી
છે- આ
અંગે
વાત
કરવી
નહિ. મહિનામાં
એક
વખત
જેમતેમ
આ
દિવસો
પુરા
કરવા
અને
આ અંગે
કોઈ
કરતા
કોઈ
ચર્ચા
કરવી
જ નહિ.
ધાર્મિક
અને
સામાજિક
રીતી
રીવાજો
માનવા
પણ
વૈજ્ઞાનિક
સમજુતીથી
અહાત
થઇ
જવું
અને
દર
મહીને
સાત
દિવસ
પોતાના
"ગર્લી
પ્રોબ્લેમ"ને
ભોગવવું!
આ
"ગર્લી
પ્રોબ્લેમ"નું
સોલ્યુશન
શું? કોણ
કરશે
શરૂઆત
સામાજિક
ગેર-માન્યતાઓ
દુર
કરવાની
અને
જરૂરી
વૈજ્ઞાનિક
માહિતી
નો
પ્રસાર
કરવાની?
વિશ્વભરમાં
બદલાવ
અને
સુધારાની
હવા
ફેલાઈ
રહી
છે
ત્યારે
આપણા
દેશમાં
હજુ
માસિકધર્મમેં
લઈને
ધાર્મિક
લાગણીઓ
વૈજ્ઞાનિક
સમઝન
કરતા
વધુ
બળવત્તર
છે. આવા
કપરા
સામાજિક
માહોલમાં
આ
પ્રશ્નનું
જડમુળથી
સમાધાન
લાવવા
કટિબદ્ધ
છે- અદિતિ
ગુપ્તા
અને
તાહિર
પૌલ. નેશનલ
ઈંસ્ટીટ્યુટ
ઓફ
ડીઝાઈનમાં
સહાધ્યાયી
અને
અસલ
જીવનમાં
પતિ-પત્ની
એવા
અદિતિ
અને
તાહિર
પોતાના
એક
પ્રોજેક્ટનાં
ભાગ
સ્વરૂપે
શરુ
કરે
છે- "મેનેસ્ત્રોપીડિયા".
મેનેસ્ત્રોપીડીયા
દ્વારા
તેઓ
9 થી
11 વર્ષીય
બાળકીઓમાં
માસિકધર્મ
અંગે
વૈજ્ઞાનિક
સમજુતી
આપવા
કટિબદ્ધ
છે. નવથી
અગિયાર
વર્ષીય
બાળકીઓને
સરળ
શબ્દોમાં
સચોટ
અને
સચિત્ર
સમજુતી
આપવા
મેનેસ્ત્રુંપીડીયા
દ્વારા
અંગ્રેજી-ગુજરાતી-હિન્દી
અને
મારાથી
એમ
ચાર
ભાષાઓમાં
કોમિક
બુક
શરુ
કરવામાં
આવી
છે. આપણી
આસપાસનાં
જ લાગે
એવા
પાત્રોને
વણીને
આ
કોમિક
બુકમાં
સચિત્ર-વાર્તા
વર્ણન
દ્વારા
શરીરીક
બંધારણથી
શરુ
કરીને
પહેલા
માસિકની
મૂંઝવણ, હોર્મોનલ
માહિતી, સેનિટેશન
પ્રોડક્ટ્સ
વપરાશ-વિકલ્પો,
ગેરમાન્યતાઓ-સત્ય,
સ્વાસ્થ્ય
અંગે
સચોટ
સુવ્યવસ્થિત
માહિતી
પૂરી
પાડવામાં
આવીછે. કોઈ
સામાન્ય
કોમિક-બુક
વાંચતા
હોઈએ
એવી
જ
હળવાશ
સાથે
આ
કોમિક
બુક
દ્વારા
બાળકીઓ
માટે
ખુબ
જ
જરૂરી
બધી
માહિતી
સ-ચિત્ર
પ્રાપ્ય
કારવાઈ
છે. આ
કોમિક
બુકની
અત્યાર
સુધીમાં
1000 કરતા
વધુ
કોપીઓ
વેચાઈ
ગઈ
છે. નફો
રડવાના
નહિ
પણ
માહિતી
પ્રસાર
કરવાના
ઉદ્યેશ્ય
સાથે
શરુ
કરાયેલી
આ
પહેલમાં
આપ-હું-આપને
નાણાકીય
મદદ
કરી
શકીએ
છે
કે
જે
થકી
"મેનેસ્ત્રુંએશન"ની
ટીમ
આપણા
અંતરિયાળ
ગામડાઓની
બાળકીઓને
મફતમાં
આ
કોમિક-બુક
આપી
શકે. મેનેસ્ત્રુંએશન
ટીમ
દ્વારા
આ
અભિયાન
માટે
જરૂરી
ફંડને
બે
ભાગ
માં
વહેંચી
દેવાયું
છે
જેમાં- મહત્તમ
રાશી
દાતાઓ
થાકી
ભેગી
કરાય
છે
કે
જેથી
કોમિક-બુકની
કીમત
ઓછી
રાખી
શકાય. અદિતિ
પોતાના
આ
અભિયાન
અંગે
વાત
કરતા
કહે
છે
કે-દરેક
બાળકી
પોતાના
માસિક
ધર્મ
સમયે
કેટકેટલાએ
નિયમો-રીવાજો
ભોગવે
છે
અને
પુરતી
માહિતી
અને
સાધન-સેનિટેશનનાં
અભાવે
બીમાર
સુદ્ધાં
પડે
છે. મેનેસ્ત્રુંએશન
એક
પહેલ
છે- આ
ટેબુ
વિષય
પર
માત્ર
યુવતીઓ-બાળકીઓને
જ નહિ
પણ
યુવકો
અને
બાળકોને
પણ
માહિતગાર
કરવાનો.
અદિતિ
અને
તાહિરે
શરુ
કરેલા
આ નવતર
અભિયાનનો
ઉદયેશ્ય
એ છે
કે
માસિકધર્મ-પીરીઅડ્સને
બીમારી-પ્રોબ્લેમ
કે
જફા
તરીકે
નહિ
પરંતુ
શરીરક
વિકાસના
એક
જરૂરી
પરિમાણ
તરીકે
ખુશી-ખુશી
સ્વીકારવામાં
આવે.
***
આવો
ભાગ
બનીએ
અદિતિ
અને
તાહિરની
આ નવલ
શરૂઆતનો. આવો
આજ
સુધી
ટેબુ
રહેલા
આ વિષય
પર
ખુલીને
વાતો
કરીએ. આવો
જાણીએ
માસિકધર્મ
અંગે
વૈજ્ઞાનિક
અભિગમથી
અને
ચર્ચીએ
આ
અંગેની
આપણી
બાળકીઓની
સમસ્યાઓને.
આવો
એવો
સમાજ
બનીએ
અને
બનાવીએ
જેમાં
માત્ર
બાળકીઓ-યુવતીઓ-સ્ત્રીઓ
નહિ
યુવકો
અને
પુરુષો
પણ
મેનેસ્ત્રુંએશન
અર્થાત
પીરિઅડ્સને
શારીરિક-બોયોલીજીકલી
સમજે
અને
એનો
સહજતાથી
સ્વીકાર
કરે.
આવો
બદલીએ
આપની
વિચારધારા
કકે
જેથી
કોઈ
પણ
બાળકો
કે
યુવતી
પીરીઅડ્સ
દરમ્યાન
પોતાના
કપડા
પર
પડેલા
ડાઘ
અંગે
ક્ષોભ-શરમ
નાં
અનુભવે. આવો
બનીએ
ખરા
અર્થમાં
મોર્ડન
વિચારધારાથી
કે
જેથી
મેડીકલ
સ્ટોરમાંથી
સેનેટરી
પેડ
ખરીદવામાં
આપણી
દીકરીઓને
સંકોચનાં
અનુભવાય
અને
મેડીકલ
સ્ટોરવાળાએ
સેનેટરી
પેડને
બ્લેક
પોલીથીનમાં
રેપ
કરીને
ખાનગીમાં
છુપાવીને
નાં
આપવા
પડે.
આવો
બદલીએ
આપની
દીકરીઓનાં
એ
"ગર્લી
પ્રોબ્લેમ"ને
"પીરીઅડ
પોઝીટીવ"માં.
Comments
inspiredbyinfant.wordpress.com
Please come and share your experience.
http://www.youthconnect.in/2015/06/25/disney-video-menstruation-1946/