*** " બહુ થયું હવે . હવે તો કઈ કરવું જ પડશે . કોઈ વાંક ગુના વગર આપણે કેમ સહન કરવાનું ? માનસિક ત્રાસ પણ ત્રાસ તો છે ને ?"- તમે અકળાઈને બોલી ઉઠ્યા . " હા , અકળામણ તો મને પણ થાય છે પણ ... પણ આટલી વાત માં પોલીસમાં પણ કેમ કરીને જવું ? અને કોઈને પણ કહીશું તો વાંક તો મારો જ કાઢશે . હું થાકી ગઈ છું આ સીસ્ટમ અને સમાજનાં ડબલ સ્ટાન્ડર્ડસ સામે લડીને ."- તમારી મિત્ર તેમજ સહકર્મી દામિની આક્રોશપૂર્વક પોતાનો બળાપો કાઢી રહી . " તારી વાત સાચી છે કે સીસ્ટમ અને સમાજ બ્લેમ કરશે પણ આપણે એમના બ્લેમ પહેરીને થોડી ફરવાનું છે ? અને આટલી વાત માં શું કમ્પ્લેઇન કરવાની એટલે ? કોઈ તમને અજાણ્યા નંબર પરથી બીભીત્સ્ક કોલ કે એસેમેસ કરે , ધમકીઓ આપે એ કઈ રીતે નાની વાત કેહવાય ?"- તમે સહે થઇને કહ્યું . " આપણા માટે નહિ પણ સમાજ માટે અને પોલીસવાળા માટે આ નાની વાત છે . ન્યુઝપેપરમાં , ટીવી ન્યુઝમાં આપને રોજ જ જોઈએ છે ને કે છેડતી કે સતામણી તો હવે ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)