Skip to main content

Posts

Showing posts from April, 2015

લાઈફ સફારી~101 : વ્હાલા વતનની યાદમાં...

   ***   " દિલ ઢુંઢતા હે ફિર વોહી , ફુરસત કે રાત દિન . . બેઠે રહે તસવ્વુંરે જાના કિયે બગેર .. "- મોબાઈલના પ્લેલીસ્ટમાંથી વાગતા ગીત અને સામે દેખાતા દોડતા - ભાગતા લોકો વચ્ચે જાણે આસમાન અને જમીનનો ફર્ક દેખાઈ રહ્યો . ઉનાળાની દઝાડતી ગરમીમાં પણ જોમ અને જુસ્સા સાથે પરિવાર - બાળકો સાથે સામાન લઈને બસ અને ટ્રેનની ગિરદીમાં જતા લોકોને જોઇને દિમાગ અચૂક પૂછતું કે -" આમ ભર તડકે ફરવા જવામાં શું લોજીક હશે ? ઘરે આરામ કરવાની જગ્યાએ આમ ગરમીમાં બફાવા કેમ જતા હશે ? " અને જાણે દિમાગે પુછેલા પ્રશ્નો જવાબ આપતો હોય એમ મોબાઈલ ગાઈ ઉઠે - " યે દોલત ભી લે લો , યે શોહરત ભી લે લો .. ભલે છીન લો મુજસે મેરી જવાની , મગર મુજકો લૌટા દો બચપન કા સાવન , વો કાગઝ કી કશ્તી વો બારીશ કા પાની .." અને દિલ ધીરેથી કહે છે -" બધી વાતોમાં લોજીક ના શોધાય મુર્ખ ! આ દોડતા - ભાગતા લોકો આખા વર્ષની ચિંતા - અકળામણ - જવાબદારીઓ અને થાકથી દુર જઈ રહ્યા છે . દુર ,...