*** “મોમ, આજે મારા ફ્રેન્ડઝ આવવાના છે! તું પ્લીઝ કિચનની બહાર ના નીકળીશ! આઈ ફીલ શેમ ઇન્ટ્રોડ્યુંઝીંગ યુ ટુ ધેમ!”- ચૌદ પંદર વર્ષની બેબલી એની એજ્યુકેટેડ, સોફેસ્ટીકેટેડ,વર્કિંગ મોમને લગભગ ખખડાવી જ નાખે છે! “બેટા, વોટ્સ યોર પ્રોબ્લેમ! તને કેમ મારાથી શરમ આવે છે? હું એજ્યુકેટેડ છું, સારી જોબ કરું છું, ઈંગ્લીશ સ્પીકિંગથી લઈને એટીકેટસમાં પરફેક્ટ છુ. તું છેલ્લા પંદરેક દિવસથી કેમ મારી સાથે આવું બીહેવ કરે છે?”- છેલ્લા પંદરેક દિવસથી પોતાની દીકરીનું ઇન્સલટીંગ બિહેવિયર સહન કરી રહેલી એની મોમ આખરે અકળાય છે. “તને નહિ સમઝાય મોમ! યુ પ્લીઝ કીપ આઉટ ઓફ ઇટ. મારા ફ્રેન્ડઝથી દુર રહેજે.”- એકદમ એટ્ટીટયુડથી ટીનએજ દીકરી બોલી જાય છે! “તું સમઝાવીશ તો સમઝાશેને? ટેલ મી, એક માં તરીકે તને મારામાં શું ઓછું લાગ્યું? શું હું એક પ્રેમાળ, કેરિંગ, જવાબદારીપૂર્ણ માં નથી બની શકી? શું મેં તને પુરતો પ્રેમ નથી કર્યો? શું તારી નાની અમથી જરૂરીયાતથી લઈને મોટી અને બિનજરૂરી ફરમાઈશો પણ મેં એક અવાજે પૂરી નથી કરી? શું તારા ભણતર, કેરિયર કે સર્વાંગી વિકાસ માટે હું જાગૃત નથી રહી? હું ક્યાં ચુકી ગઈ છું એમ માં તરીકે- કે આ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)