Skip to main content

Posts

Showing posts from May, 2013

લાઈફ સફારી~૨૦: મધર્સડે - એક જુદી નજરે!

લાઈફ સફારી, પેજ ૩, વુમન ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર  " મૈ કભી બતલાતા નહિ, પર અંધેરેસે ડરતા હું મેં માં... તુજે સબ હે પતા... હે નાં માં... તુજે સબ હે પતા, મેરી માં... ” – મોબાઈલમાં મધર્સડે સ્પેશિયલ સોન્ગ્સનું લીસ્ટ પ્લે કરીને હું મુડ બનાવવા મથી રહી છું- આવનાર મધર્સડે માટે સ્પેશિયલ આર્ટીકલ લખવા. મધર્સડે દર વર્ષે આવે છે અને આખા વિશ્વમાં ઉજવાય છે. મધર્સડે પર કદાચ ઢગલો પુસ્તકો અને અગણિત આર્ટીકલ્સ લખાયા હશે. એમાં હું નવું શું લખવાની? મારી શી વિસાત- માં કે મધર્સડે પર કઈ જુદું કે કોઈએ ન કહ્યું હોય એવું કઈ કહું કે લખું? – વિચાર માત્રથી હસવું આવ્યું. અને મેં જાતે જ મારી જાતને જવાબ આપ્યો - હું એક માં છું, એજ સૌથી મોટી લાયકાત અને વિસાત છે. મધર્સડે પર હું કઈ નવું લખીશ કે કહીશ નહિ! હું માત્ર શબ્દો દ્વારા મારી જાતને-એક માં ને જ વાચા આપીશ! “ માં ” એટલે? – કોઈ પુસ્તકિયા વ્યાખ્યા નથી આપવી મારે.. મારી જ આસ-પાસ નજર કરી મેં.. અને મને દેખાઈ - બા,માં, મમ્મી, આઈ, મોમ, મધર... કેટ-કેટલા જુદા જુદા  રૂપ “ માં ” નાં - પહેરવેશ, સંસ્કૃતિ, સમાજ કે ભાષાને કારણે. છતાં એક અસીમ અને સચોટ સામ...

લાઈફ સફારી~૧૯: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા:ઓળખો સુક્ષ્મ ભેદ!

લાઈફ સફારી, પેજ ૩, વુમન ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર સીન-૧: “ નવરાત્રીમાં હું તો પુરા નવ દિવસ ઉપવાસ કરું,એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજીનું મારા પર એટલું બધું સત્ છે કે નવરાત્રીમાં તો માતાજી મારા શરીરમાં આવે જ!" – એક હ્યુમન જેવા જ દેખાતા માતાજી કહી રહ્યા અને શ્રોતાઓ આહોભાવથી જોઈ રહ્યા. મારું ફ્યુઝડ અને કન્ફ્યુઝ્ડ દિમાગ વિચારી રહ્યું કે - એક માણસ બીમારની જેમ ધ્રુજે , બુમો પડે , આંખો કાઢે , જાતજાતની ફરમાઈશો કરે- અને બધા એને પગે લાગે અને એના આશીર્વાદ લે! - અને કહેવાય એમ કે એમને માતાજી આવ્યા છે! દિમાગ એ વિચારીને શોર્ટ થઇ જાય છે કે - માતાજી શું સાચે એટલા ફ્રી રહેતા હશે કે નવરાત્રીમાં  આમ બધાના શરીરોમાં ફરવા નીકળે ? સીન-૨: " હું તો ગયા વર્ષે એટલી બીમાર થઇ ગઈ હતી. કોઈ દવા અસર જ ના કરે... કેટલા ડોક્ટરોને બતાવ્યું , પણ કોઈ ફર્ક જ નહિ.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝાનો ઉપાય બતાવ્યો.. હું એમને મળી. એમણે મને તરત કહ્યું કે , તમને તો ફલાણાએ મૂઠ મારી છે! તમારા પર કાળો જાદુ કરાવ્યું છે. જો તમે એને નહિ  તોડવો તો ૧ વર્ષમાં તમે બરબાદ થઇ જશો! મેં એમણે ...