"ક્યારની ફોન કરું છું, શું કરે છે? ઉંઘી જ ગઈ હશે ખબર છે મને ... પછી તે શું કર્યું ચીક્કી બનાવવાનું ? બે દિવસ પહેલા તે ચીક્કી ની રેસીપી પૂછેલી તો બનાવી કે નઈ? મને ખબર છે નહિ જ બનાવી હોય. મારે જ તને ચીક્કી કુરીયર કરી દેવાની હતી , તું ના પાડે તો પણ.. "- એક વાર બોલવાનું ચાલુ થાય એટલે ફુલ સ્ટોપ દુર-દુર સુધી દેખાય જ નહિ , અને મને પણ બોલવામાં કોમ્પીટીશન આપે એવી મારી સિસ- ઉર્વી . હર-હમેશ જાણે મારી ચિંતા કરવાનો પાપા નો વારસો , પાપા ની હયાતી માં જ એણે ખબર નહિ ક્યારે ઉઠાવી લીધો! " મોબાઈલ સાયલેન્ટ હતો. અને ચીકી હવે ક્યારે બનાવું? મેં વિચાર્યું હતું કે વીક-એન્ડ માં બનાવીશ પણ કેલેન્ડર માં જોયું તો વીક-એન્ડ માં તો ઉતરાણ છે, સો પ્લાન ચોપાટ. હું અહી થી જ ખરીદી લઈશ. અને ચીકી પણ કોઈ કુરિયર કરે યાર? સંભાળ ને , આ ઊંધિયું બનાવવા નો કોઈ શોર્ટ કટ છે? કેયુરને ઊંધિયું આરોગવાનું મન થયું છે! " - રોજની ૮ થી ૮ સુધી દોડતી ભાગતી , એક એક મીનીટ માટે ખેંચાતી જીન્દગી માં , એક વધારાનું કામ પણ જાણે એક ટેન્શન લાવી દે! " હે ભગવાન , તારે હવે ઊંઘીયું બનાવવું છે? એક કામ કરીશ હું મમ્મી [ સાસુમ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)