ઘર ની એ બારી જે છૂટી ગઈ છે જોજનો દુર, અને એ બારી ની બહાર ના એ રસ્તા {જ્યાંથી રોજ સ્કુલે જતા આવતા } ... એ નાનું મેદાન {જ્યાં રમી રમીને બાળપણ ઘસાઈ ને યુવાની બન્યું } .... એ મંદિર {જ્યાંના પ્રસાદની લાલચે ભગવાન માં અસ્થા જગાડી }.... એ ગોઠિયા મિત્રો {... જે હવે મારી દીકરી ના મિત્રો ના માં-બાપ ના રોલ માં પલોટાઈ ગયા છે } - ------------------- એ બધું કેમ એટલું અજાણ્યું લાગે છે ? બધું જો આટલું બદલાઈ ગયું છે તો એ બારી માં બેસી ને ખુલી આંખે જોયેલા સપના હજુ કેમ આટલા ઘેરા , તાજા અને "પોતાના" છે ? એ સપના ઓ ને કેમ સમજાવવું કે એ બારી ની સાથે બધું છૂટી ગયું ! -- કોઈ મહાન માણસ ના શબ્દો નથી પણ એક બીલો એવરેજ ને શરેરાશ કરતા વધુ દીફેકટીવ દિલ ની સાઈલેન્ટ સિસકીઓ ....
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)