"
આજે કેમ આવાજ ધીમો આવે છે બેટા ?
રાતે હીર બૌ જગાડતી તો નથી ને?
કે હજુ પણ તું પહેલા ની જેમ રાતે જાગીને ન્યુઝ પેપર વાંચે છે?
તું ક્યારે સુધરીશ?
તું ક્યારે મોટી થાઈસ ?
તને કેટલી વાર કીધું રાતે જલ્દી ઉંઘી જવાનું ,
રાતે ઊંઘ પૂરી નથી થઇ ને ?
આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...
આજે બૌ વરસાદ છે, તું ક્યાં છે બેટા ?
આભ ફાટ્યું છે ને તને એલ.ડબલ્યુ.પી. ની ચિંતા છે?
એક દિવસ જોબ પર નહિ જાય તો તારી કોલેજ બંધ નઈ થાય ને?
જો પાછી છત્રી/રેઇનકોટ જાણી જોઈને ભૂલી ગઈ ને આજે?
તું ક્યારે મોટી થાઈસ?
ભીંજાઈસ ને શરદી - તાવ આવશે તો ?
રાતે તને વારે ઘડીએ ઉઠી ને કોણ ઓઢાવશે ?
તને હળદર વાળું દૂધ નથી ભાવતું તો એમાં મધ કોણ નાખી આપશે?
આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...
બેટા , આજે ફરી દોડીને ટ્રેન પકડી ને ?
તને કેટલી વર કીધું સાચવીને અપડાઉન કરવાનું ....
ઘેર પહોંચતા હજુ સાંજ ઢળી જાય છે બેટા ?
તું કેમ નથી સાંભળતી , તારી ચિંતા બહુ થાય છે!
તું ક્યારે મોટી થાઈસ ?
એક ટ્રેન ચુકાસે તો કઈ જીન્દગી થોડી અટકી જાય છે?
આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...
આજે કૈક થયું હોય એમ લાગે છે બેટા..
બધું ઠીક તો છે ને ?
તું ક્યારેય કઈ કેતી નથી, પણ હું ના સમજુ ?
મારી દીકરી તો લાખો માં એક છે ,
મને તો તારા પર ખુબ ગર્વ છે ,
તું તો મારી દીકરી - દીકરા થી અધિક છે!
શું થયું છે બેટા કેમ , આમ અચકાય છે ?
પોતાની જાત પરનો તારો વિશ્વાસ ને પ્રેમ કેમ આમ ડગી જાય છે ?
બૌ મોટી થઇ ગઈ છે હવે તું બેટા ,
હવે પપ્પા ને સમજાવે છે ..
પણ તારી તકલીફ સમજવા ને સંભાળવા ..
મને તારા શબ્દો ની જરૂર નથી!
આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...
...................................
.............................
...................................
............................
.....................
.................................................
...............................................
હવે તમે કઈ જ પૂછતાં નથી ,
મારી ચિંતા પણ કરતા નથી ...
હવે મને "મારી" જાત ને ચાહવા ને સમજવા કોઈ સમજાવતું નથી ...
એવી તમને શું ઉતાવળ થતી હતી?
તમે તો ગયા ,
ને છૂટ્યા આ નાસમઝ, જીદ્દી, અણસમજુ દીકરી થી..
પણ ..
તમને દીધેલા એ અગ્નિ દાહ માં મારો આત્મા પણ બળી ગયો છે ,...
તમારી સાથે ને તમારા માં જ ભળી ગયો છે ...
"આઈ એમ નોટ ઓકે પાપા, તમે ક્યાં છો ?"
-- તમારી - જીદ્દી , નાસમજ - ભૂમિકા :(
Comments