Skip to main content

તો કદાચ સ્વાર્થી હોઉં જરૂરી છે! ...


" હેય ડી-કંપની ના ડોન, બૌ દિવસે દેખાયા ને કઈ? બૌ રખડપટ્ટી કરી કે શું ? કંપની એ દિલ ખોલી ને બોનસ આપ્યું છે તો ગોઆ કે કાશ્મીર ની ટુર મારી આવ્યા કે શું ? " - બૌ દિવસે દિવા ને જોઈ ને અનાયાસે જ આદત પ્રમાણે ફૂટપટ્ટી ખેંચાઈ ગઈ!
"ના યાર , ઘેર જ હતી! " - એક ફિક્કા હાસ્ય સાથે દિવા પરાણે બોલી શકી જાણે !
દિવા ના અવાજ નું એ અલ્લડપણું અને ઝીરો  ફીગર માં [ખરેખર તો માઈનસ માં !!!] પણ ધડ્ક્તી એ સિક્સ પેક ની હિંમત આજે જાણે હડતાલ પર છે!

 "ડી કંપની "- એટલે કે દિવા , એની સરનેમ રાઠોડ ની  જગા એ  જો  દવે, પટેલ કે મન્સૂરી હોત તો પણ કદાચ એના તોફાન અને કારનામાં થી એને આજ પદવી ને ઉપનામ મળ્યું હોત!
અસલ બરોડા ના પાણી માં વિદ્યાનગર ની આઝાદી અને સુરત નો મિજાજ મળે તો જે કોકટેલ બને એ જ તો "દિવા" ... છેલ્લા ૩-૪ વર્ષ થી ભિલાડ થી સયાજી નું સવારે ૭ થી રાતે ૧૦ નું ભાંગી ને ભુક્કો કરી નાખે એવું અપડાઉન પણ સહજતા થી ને હસતા રમતા કરે છે!

"આજે આટલી ભીડ છતાં તમે કોઈ એનકાઉનટર નથી કર્યું તે આજે બોસ ને કઈ નરમ ગરમ છે ? આજકાલ તમારે ડોન લોકો ને કઈ રોજા / ઉપવાસ ચાલે છે? "- ઝેરો થી માઈનસ ફિગર તરફ ની દિવા ની સ્પીડ છેલ્લા મહિના માં કદાચ એટલી વધી છે કે એને હવે અમે વિન્ડો સીટ પર ના બેસવા દઈએ , એ  ઉડી જાય એ બીકે! [ વિન્ડો સીટ પચાવી પાડવાનું બહાનું જ તો! ]

" ના , તબિયત નથી સારી.. હવે યાર અપ-ડાઉન નથી થતું! બરોડા માં જેવી મળે એવી જોબ લઇ લેવી છે.. "- એ આંખો માં કેરિયર ને ડાઉન ટ્રેક માં જાતે મુકવાની નિરાશા , અને દિમાગ માં વધુ તબિયત ખરાબ ના થાય એનું ધ્યાન રાખવાની એલર્ટનેસ!
"સી "ડી",  જ્યાં સુધી તુ જોબ નઈ છોડે , યુ વિલ નોટ હેવ ટાઈમ ટુ સર્ચ ફોર ન્યુ જોબ! સો , તુ માઈનસ ફિગર માંથી ઇન્વિસિબલ થાય એ પહેલા ક્વીટ એન્ડ હેવ સમ ટાઈમ વિથ  યોરસેલ્ફ !"  - મજાક મસ્તી ની ટ્રેન નું  સીરીયસનેસ ના સ્ટેશન પર અચાનક સાઈડીંગ થયું ...
"આઈ કાન્ટ ક્વીટ દી... " - આજે જાણે શબ્દો ની જગાએ અજંપો , રુન્ધાયેલી લાગણીઓ ને અટવાયેલો ડૂમો આંસુઓની સાથે અનાયાસે વહી રહ્યો..

" ચાલ , ઇફ યુ આર ફ્રી, લેટ્સ ગો ફોર કોફી..... " - ઘડિયાળ નો કાંટો કોલેજ મોડું થવાનું ભાન કરાવતો હતો પણ પ્રોફેશનાલિઝમ માં રંગાયા પછીયે દિલના એક ખૂણે રહેલી સંવેદના મિત્ર ને ટેકો કરવા સાદ કરી રહી હતી! 

ઘણી વાર જે વાતો શબ્દો નથી કરી શકતા એ મૌન ને આંખો કરી જાય છે! 
દિયા ની ભીની આંખો માંથી જ્યાં સુધી એની વેદના ને અકળામણ વહેતી રહી , મારી આંખો એ લાગણીભીની લીપી ને ઉકેલવા મથતી રહી.. 

આખરે જયારે ભીનાશ ખૂટી ત્યારે  શબ્દો ફૂટ્યા ... " દી , છેલ્લા એક વર્ષ થી તબિયત સતત ખરાબ રહે છે , ડોક્ટર્સ સતત કહી ચુક્યા છે કે આટલો શ્રમ મારું બોડી સહી શકે એમ નથી .. અને ખરું કહું તો હું પણ હવે બર આવી ગઈ છું.. જવાબદારી , જવાબદારી અને માત્ર જવાબદારી? ...."

દિવા ની આંખો અહી તહી ભટકાઈ રહી.. ... અને એની માંડ કોરી થયેલી આંખો માં ફરી વેદના ડોકાઈ..
પાસેના જ  ટેબલ પર એક યંગ કપલ  આવનારી લાઈફ ના મઝાના સપના જોઈ રહ્યું હતું તો સામે ના ટેબલ પર અમારી સાથેજ રોજ-બ-રોજ મુસાફરી કરતી બે નોકરિયાત યુવતીઓ નવી મળેલી જોબ નો પગાર કેવી રીતે ઉડાવવો એ ના શેખચલ્લી ખયાલો માં વ્યસ્ત હતી... 

"દી , દિલ કહે છે આજે જ જોબ છોડી દઉં..  ઇવન મેં ઘેર મારું આ ડીસીઝન ડીકલેર પણ કર્યું.. પણ બધા ના પાડે છે કે આમ આટલી  સારી પેયિંગ જોબ છોડવી ગાંડપણ કેવાય, જ્યાં સુધી બીજી સારી જોબ ના મળે , આઈ હેવ ટુ સ્ટ્રેચ.. " - મજબૂરી બધાને હોય છે , ક્યાંક પૂરી હોય છે તો ક્યાંક પુરા કરી દે એવી હોય છે! 
" મને તારા મોમ નો નંબર આપ, હું સમજાવીશ.. જો દિવા , ૧-૨ વર્ષ માં તા લગ્ન થશે અને... " અધૂરું વાક્ય પૂરું થાય એ પહેલા ફરી એ.....

"દી , મારા થી મોટી એક બહેન છે ,સાયંસ ગ્રેજ્યુએટ છે - અનમેરીડ એના માટે શોધે જ છે  , મારે એક નાનો ભાઈ પણ છે, હમણાં જ એમ.બી.એ પતાવ્યું એણે...  પણ... " ... કોફીના ઘૂંટડે અજંપો શબ્દો બની બહાર આવતો ગયો ..
" પાપા આ મહીને રીટાયર થાય છે , દીદી નું એજ્યુકેશન સારું છે પણ શી એન્જોય્સ હાઉસ હોલ્ડ વર્ક ઓન્લી! શી ડોન્ટ વોન્ટ ટુ ડુ જોબ, નોટ ઇવન ટુ સપોર્ટ હર ઓન વેડિંગ ! ભાઈ ભણવામાં તો હોશિયાર છે જ અને.... એમ.બી.એ થયો ને હવે પી.એચ.ડી પણ કંટીન્યુ માં જ કરવું છે ની જીદ કરે છે, એને એનું કરિયર સ્પોઈલ નથી કરવું ... પાપા ડોન્ટ ફોર્સ ધેમ એન્ડ ... " - પોતાના એ દીધેલા , પોતાના એ વિન્ધેલા નું દર્દ કોને કહેવું ?

" વોટ અબાઉટ યુ ? તારે શું કરવું છે? "- કદાચ મારાથી એ પ્રશ્ન પુછાઈ ગયો જે કદાચ એના લોહીસંવેદીઓએ જાણવા છતાં અવગણી ...

"મારી ઈચ્છા ? મારે પણ ઈચ્છા કે સપના હોય એ તો હું લગભગ ભૂલી ચુકી છું! ... જવા દો ને.. દી તમારી પાસે એક ફેવર જોઈએ છે - પ્લીઝ તમારા રેફરન્સ માં વાત કરી ને બરોડા માં મને જોબ મળી જાય એમ કરો ને, ... કેવી પણ જોબ ચાલશે, કોલેજ માં, કંપની માં , કોઈ પણ પોસ્ટ ની , અત્યાર નું પેકેજ મળે તો સારું, ને  ના મળે તો પણ ...! ...."  -  ખબર નઈ કેમ દિવા ની આંખો  અને એના જ બોલાયેલા  શબ્દો કેમ જુદું બોલતા હતા ? 

" હા . ચોક્કસ , હું પૂરે પૂરો પ્રયત્ન કરીશ! પણ એક વાત કહું ? ક્યારેક થોડું સેલ્ફીશ બનવું જરૂરી છે! ભગવાન ને ભજવા જ ઘણા , ભગવાન થવા માં કોઈ સર નથી! " - વધુ બોલવું હતું, ઘણું બધું બોલવું હતું પણ દિવા ની આંખો માં ની એ ખામોશી ને લાચારી સામે શબ્દો અટકી પડ્યા...

"
બીજા ના સમજે તો કઈ નઈ તમે તો સમજો! - તમે શાણા છો! 
એને  તો જવાબદારી નું કઈ ભાન નથી - તારા પર જ તો ઘર નો આધાર છે! 
આપડે નાના થઇ મોટાઈ બતાવાની, બીજા જેવું આપડે ના થવાય! 

મને કાયમ એ નથી જ સમજાતું કે આવી સુફિયાણી વાતો કરવા વાળા એ કામચોર ઘોડાઓ ને જવાબદારી ને સમજદારી ના પાઠ કેમ નઈ શીખવાડી શકતા હોય ?

શા માટે કાયમ કોઈ એક ને જ સમજવાનું , ઘસડાવાનું અને કણસવાનું ? 
શું પોતાની લાઈફ, પોતાના સપના, પોતાની ઇચ્છાઓ ને પોતાનું હોવાપણું જતાવવું ને  માંગવું એ પણ સ્વાર્થ છે ?
તો કદાચ સ્વાર્થી હોઉં જરૂરી છે! ....

જે મહાનતા પોતાનાઓ ને જ પરાવલંબી અને બેજવાબદાર બનાવી દે એના કરતા....
 તો 
શું એમને બે ફટકા મારી ને ફટ કરી ઊંઘ ઉડાડે એવું સ્વાર્થી વલણ ક્યારેક જરૂરી નથી ?  


પ્.પુ.ધ.ધુ. ભુમીકાપ્રિયદેવીજી  ઉવાચ ::
"પોતાની સ્પેસ, ડ્રીમ્ઝ , ડીઝાયર, ચોઇસિસ , સેલ્ફ રીસ્પેક્ટ , એઈમ - રાખવું શ્વાસ લેવા જેવું ને જેટલું જ જરૂરી છે! 

કોમ્પ્રોમાઈઝ અનિવાર્ય નથી , પણ "પોતાની લાઈફ" માટે પોતીકું પેશન ચોક્કસ અનિવાર્ય છે! "

-- જો તમે એ નહિ સમઝો તો દુનિયા શું ઝ્ખ મારવા સમજશે ?

Comments

Jignesh said…
I understand the pain you discussed and i have also faced the same experience in past...

It is naked truth that the person for whom you are doing compromises with your life will blame you when you stop doing this..and may not understand what you are going through is !!...at that time you will realize that the compromise you did with your life was totally waste !!

I do agree that this is our duty to help our brothers/sisters but you should make him/her understand the truth and make them aware of your situation...and i am sure they will understand :)
bhumika said…
@જીગ્નેશ
એકદમ સાચી વાત!
મારો પોઈન્ટ બૌ જ સિમ્પલ છે , કાયમ મહાનતા અને સમજદારી ના વાઘા પહેરી ને જીન્દગી જીવવી જરૂરી નથી!

જેઓ જાની બુઝી ને "ના સમઝવા , ને ના જોવા" જેવા સ્વાર્થી થઇ શકે એ ભલે આપડા સગા કે સ્નેહી કેમ ના હોય એમને સાન સુઝાળવી જરૂરી છે!

દુનિયા આગળ જી એમનો ટપલી દાવ કરે એના કરતા ભલે ખરાબ લાગે કે સંબંધ સમય પુરતો બગડે, સત્ય અને વાસ્તવિકતા નું ભાન કરાવવું જરૂરી જ છે!

આંખો બંધ કરવાથી પ્રોબ્લેમ્સ થી ભાગી નથી શકતું એ સત્ય સહન કરવા સ્નેહી ના વેરી પણ બનવું પડે!

પોતાની સ્પેસ, સપના , લાઈફ કે એઈમ રાખવું શ્વાસ લેવા જેવું ને જેટલું જ જરૂરી છે!
Javabdari thi chhatakavu nathi .. ane nibhavi ne kaik anshe thaki gaya chhie.. ane aapnathi nanao ne samjavta thaki gaya chie... evn though for mom n dad can do anything.. as they have value of us.. baki bhai ke bahen ke koi pan ni apexa rakhvi ke e aapni javabdari ma aapanane madad rup thashe to e aapni murkhami chhe dost.. ane sachu kahu evi apexao vadhu mari nakhe chhe apanane ..

jo javabdari maa-baap ni hoy aapni mathe to ene aapne dhanya ghadi dhanya bhaag manvu k bhagwan ni seva karta pan vadhu sari seva karvano moko madyo chhe ... bas ...
Jignesh said…
@Krishna The Universal Truth

અહી પ્રશ્ન જવાબદારી માંથી છટકવાનો નથી પણ અહી પ્રશ્ન છે તમારી ઇચ્છાઓનો કે જેને તમે એટલા માટે દબાવી રાખી છે કે તમે તમારા ઘર/સ્નેહી લોકો ની ઈચ્છા પૂરી કરી શકો...મને એ નથી સમજાતું કે ક્યાં સુધી? ચકલી એના બચ્ચા ને દાણા ખવડાવે છે પણ જયારે એ ઉડતા સીખે તો પોતે જ પોતાનો ખોરાક ગોતશે; નહિ કે એની માં એને દાન ખાવાદાવાનું ચાલુ જ રાખે...

હું તમારા મંતવ્ય સાથે સહમત છું કે અપેક્ષા નહિ રાખવાની, કારણ કે અપેક્ષા એ દુખ નું મૂળ છે. પણ હું એ કહેવા માંગું છું કે તમારા સ્નેહીઓને પણ એ વસ્તુ સમજાવી પડે કે મારી ઈચ્છા નું સુ? મારા સપના ઓ નું સુ? જો એક માનસ MBA કર્યા પછી પણ પોતાના કર્તવ્ય ને ના સમજી સકે તો એનાથી મોટું આશ્ચર્ય બીજું સુ હોય સકે?
Harsh Pandya said…
બેહરે કાનો કો સુનને કે લીયે ધમકે કી ઝરુરત હોતી હૈ... ;)
Unknown said…
"આ દુનિયામાં સૌથી વધુ દુ:ખી સમજદાર લોકો જ હોય છે" - છેલ્લા ૧૫-૧૭ વર્ષથી હું વિચાર તો હતો કે ફેમીલી-પરિવારજનો માટે ભોગ આપવો તે કાઇ નવાઇ નથી અને તેમા પણ જોઇન્ટ ફેમીલીમા તો આ અનિવાર્ય પણ જ્યારે આ ભોગ આપવાનું હંમેશા મારે ભાગે જ આવતુ ત્યારે મારા વિચારો ઘળમુળ માથી બદલાયા.
આજે કદાચ હું થોડો પ્રેક્ટીકલ થયો છુ અને તેનુ પરિણામ થોડા જ દીવસોમાં આવી જશે.
"મારે સાંજે એક રિસેપ્શનમાં જવાનું છે તું ગાડી ભરાવી દે જે" માથી "તારે ક્યાંય જવું નથી તો હું સાંજે સિસેપ્શનમાં જાવ" બન્ને વાક્યમાં જમીન આસમાનનું અંતર છે. ઘરમાં ચાર સભ્યો હોય અને દર વખતે ત્રણ જ ટીકીટ મળે તે યોયાનુંયોગ ના જ કહેવાય અને દરવખતે તમારી જ બાદબાકી થતી હોય ત્યારે બોલવું જ પડે "હવે ચાર ટીકિટ મળે તો જ લેજો." અહી પ્રશ્ન કોઈ જીદ્દનો નથી તમારા અસ્તિત્વની સાબીતી આપવાનો છે. આ સમજણા બહુ મોડી આવી પણ મારા જેવા માટે આવી તે જ તો ઘણુ છે. થેન્ક્સ બેન ફોર વંડરફુલ વર્ડ.
bhumika said…
@jagrat
આપની વાત સાથે ૧૦૦% સંમત છું અને એજ મારી પોસ્ટ નો હેતુ પણ છે!
સમજદારી અને જવાબદારી જ્યાં સુધી શેરિંગ માં રહે ત્યાં સુધી જ કેરિંગ પણ સંબંધો માં રહેવાય!

કોઈ એક ને જ હમેશા સમજાવવું એ એને અને એના સપના , એની સ્પેસ અને એની લાઈફ ને ડીસટ્રોય કરવું જ છે!

તમારું કુટુંબ તમારું ઈમોશનલ સપોર્ટ હોઈ શકે છે પરંતુ તમરુ માલિક નથી જ!
@Jignesh

aap sacha chho mahadanshe.. pan anhi maa-baap no koij vank nathi spasht rite hu kahi shaku chhu

ane rahi vat Mari Ichha Mari jindagi ni to ema evu chhe ke saheb aapne khushi ni palo shodhvani nathi hoti aapne ene ubhi karvi pade chhe.. aapne jindagi ne khushal banavi devi pade chhe.. ne hu to etluj samju chhu koi samje k na samje aapanane samjavta avadvu joie..

ek nano bhai jo eni javabdari na samje to ene eni javabdari nu bhan kem lavavu e avadvu jaruri chhe.. ane motabhai aapne jo ene ek be var spasht kahi deshu ne shikhvi deshu to farithi e loko jatej samji leshe...

ane ene samjavava ene bhan karava mate pan ek rit apnavavi pade ne tya pachhi lagni ne thodi xano purti bhuli pan javi pade...

jaat anubhav chhe bas have shikhi gai chhu kya kyare shu karvu :P :)
Pinakin said…
kharekhar to tamaro blog vanchi su comment karvi aj na samjay
ane biju a ke su ame tamara blog par comment karvana layak chiye khara?
as as always its awsome
keep writing like this mam

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...