"
સ્કુલ , કોલેજ માં એડમિશન ના લોચા. કે ફેક સર્ટીફીકેટ નું સેટિંગ !
નોકરી માટે ના-કરી એટલી અધધધ ગેર રીતિઓ કે ટેક્સ બચવાની તરકીબો!
ગવર્મેન્ટ ના ગોરખધંધા કે પછી સરકાર ની શાહુકારી!
શોર્ટ કટ માં સકસેસ મેળવવા ની સાયકિક છતાં લોભામણી "કિક" ....
સિકસ્થ પે ના નામે મોંઘવારી ની સુનામી ને એમાં તણાતું ને ખુવાર થતું પ્રાઈવેટ જોબ કરી ને પબ્લીકલી પિસાતું ભારત....
કટકી , બટકી, ટીપ, ખર્ચો , ચા- પાણી , વ્યહવાર , રીત ને રસમ ના નામે [ હરી તારા નામ છે હજાર .... ] , અત્ર-તત્ર-સર્વત્ર કરપ્શન નો કાળો કેર ...
કરપ્શન કે "કર- ઓપ્શન" ? .....
"
- જાત સાથે પ્રમાણિક બનો !
કરપ્શન ના તો કરો , ના તો કરવા દો!
Comments