સીન-૧ : "હેલ્લો મેમ , આઈ હોપ હું તમને ડીસ્ટર્બ નથી કરી રહ્યો! મેમ, તમારા લાસ્ટ યર ના ક્લાસ ના એક સ્ટુડન્ટ ની થોડી ઇન્ફોર્મેશન જોઈતી હતી ... આઈ હોપ યુ વિલ નોટ માઈન્ડ ! " - એક અજાણ્યો ફેસ , પણ થોડી ઓળખાણ પછી સમજાયું કે મારી સામે બિરાજમાન સાહેબ મારા જ ઇન્સ્ટીટયુટ ના જ એક ડીપાર્ટમેન્ટ ના ફેકલ્ટી છે! " ઇટ્સ પરફેકટલી ઓકે સર, બોલો , શું મદદ જોઈએ મારી ? " "તમારા ક્લાસ માં એક સ્ટુડન્ટ છે "મિસ.એ" , મારે એની માહિતી જોઈએ છે! "- સાહેબ ધીરે રહીને ઉઘડવા લાગ્યા! " સર, આઈ ફીયર , હું કોઈ પર્સનલ માહિતી નહિ આપી શકું... છતાં આપને કેવી માહિતી જોઈએ છે ?" "માહિતી એટલે... "મિસ.એ" વિષે તમે જે જાણતા હો એ... એક્ચ્યુલી મારા સાળા માટે, યુ સી લગ્નવિષયક એન્ડ ઓલ ... "- મને જવાબ આપતા જેટલો ખચકાત થતો હતો એના કરતા હવે "સાહેબ" વધુ મૂંઝાઈ રહ્યા હતા... "હુમ્મ... "મિસ એ" , ઘણી સિન્સિયર છે, એકદમ રેગ્યુલર, સ્વભાવે નરમ , અને દેખાવે પણ જોયે ગમી જાય એવી છે ... " - જવાબ આપતી વખતે મેં અત્યાર સુધી લગ્નવિષયક એડ્...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)