Skip to main content

એ.સી.પી.સી :: {" [A] એમ તો [C]કલીઅર [P] પણ થોડું [C] કોનટરોવ્ર્સીઅલ !!]





ACPC :: "એડમીશન કમિટી  ફોર પ્રોફેશનલ કોર્સીસ  " 
ગુજરાત  સરકાર ની દેર આયે દુરસ્ત આયે જેવી નવી ઓનલાઈન  એડમીશન પધ્ધતિ  માટે વાદ-વિવાદ બંને આજકાલ ચર્ચા માં છે! { વાદ-વિવાદ પણ એમ જોતા મફત પબ્લીસીટી અપાવે તો નફો જ ને! }
નવી આવેલી દરેક પ્રથા ને હમેશા વગોવતા રહેવાની આપડી "માણસ સહજ" આદત છે !
જુનું એટલું સોનું ને નવું એટલું ખોટું એવા જડ અભિપ્રાય હમેશા નવી પ્રથા , શોધ કે વિચાર ને અવરોધતો રહ્યો છે!  { જુનું એટલું સોનું માનવા વાળા ઓ ને પ્રશ્ન કે  જુનો સુ-વર કે પત્ની કેટલા કેરેટ ના લાગે છે  ? }

ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન એડમીશન માટે  "એડમીશન કમિટી  ફોર પ્રોફેશનલ કોર્સીસ- ACPC " નું ગઠન એ એક સરાહનીય પગલું છે જે જાણકારી ને માહિતી ના અભાવે વિવાદો નો ભોગ બન્યું છે!
સંપૂર્ણ એડમીશન પ્રોસેસ  ની ટુ ધ  પોઈન્ટ  વિગતો સ્નેપ શોટ સાથે ACPC  ની ઓફીશીઅલ વેબસાઈટ http://www.jacpcldce.ac.in/   પર પ્રાપ્ય હોવા છતાં પ્રશ્ન એ છે કે કેટલા વાલીઓએ આ સુલભ અને માહિતીસભર વેબ સાઈટ ઓપન કરવાની પણ જહેમત ખેડી હશે! { હવે આ જ વાલી ઓ ને જો શેર બજાર ની, ક્રિકેટ અપડેટ્સ ની  કે ન્યુઝ ને લગતી કે ઓન લાઈન ડેટિંગ [???] ની માહિતી પૂછો તો વેબ સાઈટસ ના નામ પઢાવેલા પોપટ ની જેમ બોલશે! }

-- વેબ સાઈટ પર   ડીપ્લોમાં , ડીગ્રી , માસ્ટર્સ , આર્કિટેક્ચર , મેડીકલ તમામ વિદ્યાશાખા માં એડમીશન ને લગતી સંપૂર્ણ માહિતી સાથે  સાથે ઓનલાઈન કેરિયર માર્ગદર્શન [ કરિયર વેદ] મળી શકે છે તો  બિલાડી ના ટોપ ની જેમ ફૂટી નીકળતી લેભાગુ કોલેજો થી ચેતવવા અને માર્ગદર્શન આપવા માટે નો  સ્પેશિઅલ હેલ્પ લાઈન નંબર {૦૭૯-  ૨૬૩૦૪૧૧૮, ૨૬૩૦૦૩૬૦ } પણ ઉપલબ્ધ છે! 
છતાં વાંકદેખા આપડે , સારી સુવિધા ના વખાણ તો બાજુ પર સરખો ઉપયોગ પણ નથી કરતા! {રોડ પર ચોમાસા પછી કેટ કેટલા ખાડા પડ્યા એ આપડે તરત ગણીએ છે પણ કેટલા ૪-૬ લેન હાઇવે બન્યા ને  કેટલા  નવા બંધાયેલા ઓવર બ્રીજ થી ટ્રાફિક ની સમસ્યા હળવી થઇ તે ગણવાનું ચાલાકી પૂર્વક ટાળીએ  છે! } 

{ઉપર ની વિગતો વાંચી ને રખે સમજતા કે મને ACPC  કે સરકાર ના માર્કેટિંગ માટે કઈ કટકી બટકી મળતી હશે! આ તો એક ક્રિએટીવ પ્રયાસ[ ઓન લાઈન એડમીશન નો.. તમે શું સમજ્યા ?]  ની ઘોર ઉપેક્ષા એક બીજો ક્રિએટીવ [પોઝીટીવલી કે નેગેટીવલી  ?]  જીવ સહન ના કરી શકતો હોઈ જાતે નોતરેલું ડહાપણ છે! }

માન્ય માં નથી આવતું તો ચાલો તમેન થોડા પોતાની ભૂલે દુખી થતા છતાં સરકાર ને સીસ્ટમ ને ગાળ દેતા વાલીઓ નો સંવાદ સંભાળવું - રાધર વંચાવું....  




વાલી-૧ :: "આના કરતા તો એલ.ડી પર એડમીશન થતા એ સીસ્ટમ સારી હતી .... એક દિવસ એલ.ડી. સુધીનો ધક્કો થતો પણ કામ સુપેરે પતિ જતું ને! આ તો એક ડોક્યુમેન્ટ રહી જાય તો પાછા ચલાવી નથી લેતા! "



સ્વ-ગત જવાબ :: {ભલા માણસ.... હેલ્પ સેન્ટર ને તમારું ઘર એક સીટી માં જ છે તો તેનો ધક્કો અમદાવાદ સુધીના ધકોડા કરતા તો વ્યાજબી જ થાય! હવે આપની સુવિધા માટે  આવતા વર્ષથી  પોલીયો ની જેમ એડમીશન પણ ઘેર બેઠા કરી જઈશું !  }

વાલી -૨ :: " મેં હેલ્પ સેન્ટર પર ફોન કરી ને પૂછ્યું તું , તો અમેને તો ખાલી આટલા જ ડોક્યુમેન્ટ લાવાના કીધા હતા! મારી ૧૦મા  ની માર્કશીટ નું તમારે શું કામ છે? ધોરણ ૧૦ પાસ કર્યા વગર થોડું કઈ ૧૨ માં ની પરીક્ષા આપી હોય?"
સ્વ-ગત જવાબ - { હવે આવા પ.પુ.ધ.ધુ ને કોણ સમજાવે કે તારી ધોરણ ૧૦ ની માર્કશીટ અમારે મઢાવી ને અમારા દીવાનખાના ની શોભા નથી વધારવાની !! }

વાલી -૩ :: "અમારે કઈ નોકરી ધંધા નથી... આમ રાહ જોવાનું ને લાઈન માં બેસવાનું હોય તો હેલ્પ સેન્ટર નો શો ફાયદો? થોડા વધારે કાઉન્ટર  ના રખાય ?કેટ-કેટલી અગવડ પડે છે વાલીઓ ને! "
સ્વ-ગત જવાબ - { અગવડ ના નામે રડતા વાલી ઓ જે તે હેલ્પ સેન્ટર અધિકારી ની લિમીટેશનસ  નથી સમજતા ! સરકાર દ્વારા કેટલા કાઉન્ટર રાખવા ને કેટલા  અધિકારી બેસાડવા તેની સ્પષ્ટ ગાઈડ લાઈન્સ આપાય છે જેનો ચુસ્ત અમલ હેલ્પ સેન્ટર ને કરવાનો રહે છે! અને તારા હીરા ના એડમીશન માટે તુ આટલી અગવડ નથી વેઠતો તે અમે કઈ સેવા નો ઠેકો લીધો છે ? }  

વાલી - ૪ :: "આ ગુજરાત બોર્ડવાળા વિદ્યાર્થી ઓ તો   ઘેર થીજ ઓનલાઈન ફોર્મ ભરે છે! અમને સી.બી.એસ..ઈ ને  આઈ.સી.એસ..ઈ વાળા ને જ અહી હેલ્પ સેન્ટરો ના ધકોડા ખાવા પડે છે ! "
સ્વ-ગત જવાબ - {ગુજરાત બોર્ડ ના વિદ્યાર્થી ઓ ની સંપૂર્ણ માહિતી એમના ધોરણ ૧૨ ના પરિણામ વખતે જ  સેન્ટ્રલ ડેટાબેઝ માં પ્રાપ્ય હોય છે ! જયારે સી.બી.એસ..ઈ ને આઈ.સી.એસ..ઈ ના વિદ્યાર્થી ઓ ની ધોરણ ૧૨ ની સંપૂર્ણ માહિતી ની સેન્ટ્રલ ડેટાબેઝ માં એન્ટ્રી કરાવી જરૂરી છે , જે પછી જ તેમનું મેરીટ બની શકે છે ... હવે આ એન્ટ્રી જો જે-તે વિદ્યાર્થી જાતે કરે ઓન-લાઈન, તો  ગેરરીતી ની સંભાવના કેટલી વધે! આથી જ હેલ્પ સેન્ટર પરથી એન્ટ્રી કરાવવી અનિવાર્ય છે! }

ઉપર ના વાદ-સંવાદ તો માત્ર ટ્રેલર છે! ACPC  ના દરેક હેલ્પ સેન્ટર પર વાલીઓ અને હેલ્પ સેન્ટર અધિકારી ઓ વચ્ચે આવી નાની મોટી ચક-મક ઝરતી રહે છે અને હજુ ૨-૩ મહિના આ કાળો કકળાટ ચાલુ જ રહેવાનો! 

મારું પિક્સેલ ::  
એ.સી.પી.સી :: {" [A] મ  તો [C]લીઅર [P] ણ થોડું [C] કોનટરોવ્ર્સીઅલ !!]



Comments

Parth said…
nice article, bhumika ji...
though i dnt hav any experience regarding this online application n admission process..
bt i can connect the agony in ur article...

coz there is a universal truth,
wen u r doing something good for other ppl with heart (though as a part of ur duty), u expect ppl to praise..
bt the mango ppl knws only one thing..
jene gujrati ma PANI MATHI PORA KADHVA kevay chhe..

why ppl always think that it is govt thing, its our birthright to rant about that..
cant u see ppl working for govt r doing more than the best??
meddy said…
very deffrent topic....jz talked y'day wid my di....she is also in fed up with que by parents...she ll defenatly like ur dis thoughts...

વાલી -૨ :: " મેં હેલ્પ સેન્ટર પર ફોન કરી ને પૂછ્યું તું , તો અમેને તો ખાલી આટલા જ ડોક્યુમેન્ટ લાવાના કીધા હતા! મારી ૧૦મા ની માર્કશીટ નું તમારે શું કામ છે? ધોરણ ૧૦ પાસ કર્યા વગર થોડું કઈ ૧૨ માં ની પરીક્ષા આપી હોય?"
સ્વ-ગત જવાબ - { હવે આવા પ.પુ.ધ.ધુ ને કોણ સમજાવે કે તારી ધોરણ ૧૦ ની માર્કશીટ અમારે મઢાવી ને અમારા દીવાનખાના ની શોભા નથી વધારવાની !! }

awesum.. ;-)..
Prima said…
Darling ... a correction .. it is 'cbsE' not cbsC ... the same way its 'ICSE':)
Mayur Ardeshna said…
""""સંપૂર્ણ એડમીશન પ્રોસેસ ની ટુ ધ પોઈન્ટ વિગતો સ્નેપ શોટ સાથે ACPC ની ઓફીશીઅલ વેબસાઈટ http://www.jacpcldce.ac.in/ પર પ્રાપ્ય હોવા છતાં પ્રશ્ન એ છે કે કેટલા વાલીઓએ આ સુલભ અને માહિતીસભર વેબ સાઈટ ઓપન કરવાની પણ જહેમત ખેડી હશે!

{ હવે આ જ વાલી ઓ ને જો શેર બજાર ની, ક્રિકેટ અપડેટ્સ ની કે ન્યુઝ ને લગતી કે ઓન લાઈન ડેટિંગ [???] ની માહિતી પૂછો તો વેબ સાઈટસ ના નામ પઢાવેલા પોપટ ની જેમ બોલશે! } """
'
aa je vaali o ni tame vat karo 6o e ahmbd-surat-rajkot jeva city ma 100% mali raheshe..
Pan haju ketlay gaamdao eva 6 ke jema na loko NEWS ne badle "hamasar" bole 6, ane ONLINE etle kai line e pan khabar nathi hoti...

ane aava loko na 6okarao kadach 12th board ma pass thai jay 6 to pan tene CocoCola nu tin kholata nathi aavadtu hotu.. Bas-stand par enquiry ma pu6va ne badle inquiry ni same j raheli newspaper ni cabin vala ne bas no time pu6ta loko pan joyela chhe..

aapna statistics ma je numbeer aape 6 aducation rate no, e education kai rite ganay 6 e khabar 6??
koi bhi vyakti je koi ek bhasha lakhi ane vanchi shake( JUST LAKHI ANE VAANCHI SHAKE ) ene literate kahe 6 aapni gov..

The state is ranked 15th among 25 Indian states. We are behind even Rajasthan, otherwise a BIMARU state.
Dr.Maulik Shah said…
its really nice observation But facts are often stranger than fiction...!
ppl have bad habit they never understand the situation or help they just can blame only...
rupen007 said…
આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
ajay said…
aa to tame tamara view lakhya pan haji gamda na ghana loko ava 6 jemne computer jevi koy vastu joy j nathi to pa6i online admission leva ni vat to bahu j dur padi jay...
have tame kaheso k je students 12th science pass thay ne avya hoy te loko to kari sake ne avu pan friends haji eva pan loko 6 je computer ne mand mand operate karta sikhya hoy 6 ane amne online su 6 e khabar j nathi hoti...
ane kadach apna jeva lokoni help lay ne khabar pan pade to site pan barabar chalti nathi...
kyarek kyarek to database ma choice filling kareli hova 6ata entries batavti j nathi...
ghana loko ne avi fariyado 6 jeni vat kane dharva mate koy pu6tu nathi...
badha ek sathe thoda divso ma j choice filling karta hovathi server j hang thay jay 6...

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સોશિય

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/coffee, maska bun!  maza ni life!