Skip to main content

"સ્લોગન ટી-શર્ટ" :: યુથ ફ્રીડમ મંત્ર !!

 "મોમ , આ ફેશન છે, ઇટ્સ ઇન , તને શું ખબર પડે? " - એક નવા સવા  ટીન્સ ક્રોસ કરી , યુવાની ના પહેલા પગથીયે અટવાતા ,  કોલેજ અને  ગ્રુપ માં "ફેશન સેવી" ને "હેપ" થવા મથતા એવા   "મમ્મા'સ બોયે"  એની મમ્મી આગળ છણકો કર્યો! 

"ફ્રીડમ ઓફ એક્સપ્રેશન  મોમ , તને ના ખબર પડે... ! " – 
તાજી તાજી આઉટ ઓફ ફેશન થયેલી મમ્મી એના "બાબલા" ના નવા ટી-શર્ટ પર "અભિવ્યક્તિ સ્વાતંત્ર " ના સિમ્બોલ એવા સ્લોગન ને વાંચી રહી ...
" માય મોમ થીન્ક્સ આઈ એમ વર્જિન ! 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ફ્રીડમ , લીબર્ટી , સ્વાતંત્ર્ય ... 
આજના યુથ માં છવાઈ જવા કોઈ પણ બ્રાંડ ,પ્રોડક્ટ કે કંપની માટે સીધી ને સરળ સીડી છે - "યુથ ફ્રીડમ મંત્ર "!

આજ ના યુથ ને બધું એક્સપ્રેસ કરવું છે એની સ્ટાઈલ માં -  સ્માર્ટનેસ થી કે બોલ્ડનેસ થી , નફ્ફટાઈ થી કે નફીકરાઈ થી, અલ્લડતા થી કે  સહજતાથી ...
અને પાછા દર ૫ મીનીટે આઉટ ઓફ ડેટ થઇ જતા આ યુથ ને કૈક નવું , ડીફરન્ટ અને અપીલિંગ જોઈએ ! 

ને આવો  જ એક યુથ ફેવરીટ ને અપીલિંગ આઈડિયા છે "સ્લોગન ટી-શર્ટ" નો !

સ્લોગન ટી-શર્ટ ના  ફંડા નું આટલું "ઇન" ડીમાંડ રહેવાનું કારણ ખુબ સરળ છે - સેન્સ ઓફ હ્યુમર, પોલીટીક્સ , સોશિઅલ ઈશ્યુ , પર્યાવરણ , રોજીંદી જિંદગી , રીલેશનશીપ કે પોઝીટીવ [ કે સાવ વાહિયાત]   વિચારો  ની   સહજ અને સરળ રીતે - ખુલ્લા દિલે અને દિમાગે થઇ શકતી અભિવ્યક્તિ ! 

દિમાગ ને થોડું બ્રોડ કરીને અને સેન્સ ઓફ હ્યુમર ને થોડી શાર્પ કરી ને  માણીયે  આવા "ટી- સ્લોગન્સ" જે આજકાલ "ઇન" કે "હોટ ફેવરીટ " છે ...

~"મેરે પાસ માં હૈ!! "  
~ " આઈ હેવ બ્લડ ગ્રુપ વિથ  એટીટ્યુડ -  બી પોઝીટીવ !"
~ " આઈ વોઝ બોર્ન ઈન્ટેલીજન્ટ , બટ ફેસબુક/ઓરકુટ/ટ્વીટર રુઈન્ડ મી! "
~ "ઇન્ટેલ ઇનસાઇડ , ઇડીયટ આઉટસાઈડ  .."
~ " ક્રિકેટ ઈઝ માઈ રિલિજિયન , સચિન ઈઝ માઈ ગોડ !"
~ " ૯૯% ગર્લ્સ  આર બ્યુટીફૂલ એન્ડ રીમેનીંગ ૧% આર ઇન માઈ કોલેજ ! "  
~ "ગર્લ ફ્રેન્ડસ આર લાઇક મેડીસીન્સ , ધે કમ વિથ એક્સપાઇરી ડેટ! "
~ "આઈ સ્વેર ટુ બીઅર આઈ ડોન્ટ ડ્રીંક ગોડ! "   
~" આઈ એમ અવેલેબલ !" 
 ~ "કોફી , ચોકલેટ, મેન... સમથીંગ આર જસ્ટ બેટર રીચ  ! "
~ "માઈ ગર્લ ફ્રેન્ડ ઈઝ આઉટ ઓફ ટાઉન !"
~ " બોયસ આર સ્ટુપીડ .. થ્રો રોક્સ એટ ધેમ ! "
~  "આઈ એમ કુલ , આઈ એમ હોટ... આઈ એમ એવરીથીંગ - યુ આર નોટ! "
~ " આઈ  ડોન્ટ નીડ એનસાઈકલોપીડીયા ... માઈ વાઈફ નોઝ ઓલ ! "

સ્લોગન ટી-શર્ટસ ડીઝાઈન કરાવતી વખતે ધ્યાન માં રાખવા જેવી હિન્ટસ..
-- સ્લોગન ને અનુકુળ આવે એવા ફોન્ટ્સ , ફોન્ટ કલર ની પસંદગી... ફન્ની સ્લોગન માટે ફન્ની ફિલ આવે એવા કોમિક સેન્સ ફોન્ટ સાથે પિંક, યેલ્લો કલર ની પસંદગી તો રોમેન્ટીક સ્લોગન માટે રેડ કે બ્લુ કલર સાથે સ્ટાઈલીશ ઇટાલિક ફોન્ટ ! 

-- શબ્દો અને લાઈન વચ્ચે યોગ્ય સ્પેસીંગ [ ઘણા સ્લોગન્સ ના પંચ બે શબ્દો વચ્ચે કે બે લાઇન્સ વચ્ચે  ના સ્પેસ માં સમજવાના રહે છે! ]..  
જેમકે.. 
"આઈ  એમ ગુડ ઇન બેડ ..... 
કેન સ્લીપ હોલ ડે!"

-- સ્લોગન ટી-શર્ટસ કે અભિવ્યક્તિ સ્વતંત્ર ના નામે કોઈ ધર્મ , જાતિ, જ્ઞાતિ કે વ્યક્તિ   ને મન દુખ  થાય એવા ઓફેન્સીવ સ્લોગન્સ ટાળવા હિતાવહ છે! 

--  સ્લોગન જયારે દ્વિ અર્થી હોય ત્યારે એનો અર્થ બરોબર સમજી , જે તે યોગ્ય જગા એ જ પહેરવું નહિ તો હસવા માંથી ખસવું થઇ શકે છે! 

  " ડોન્ટ યુ વિશ યોર બોય ફ્રેન્ડ શુડ બી હોટ લાઈક  મી!! " - પાર્ટી માં શોભે , એક્ઝામ હોલ માં નહિ! 

-- જો કે  સ્માર્ટ ને શાર્પ  સેન્સ ઓફ હ્યુમર , સારી પંચ લાઈન્સ કે પોઝીટીવ કે સ્માર્ટ મેસેજ  વડે એક "હટ કે" સ્લોગન ટી -શર્ટ  તમને ભીડ માં પણ યુનિક ને  હેપનિંગ લુક આપી શકે છે! 

"ફ્રીડમ ફ્રિક" એવા આજના યુવાનો  ને ભલે સ્વછંદી ગણવામાં આવે પણ "પોતાની જાત ને એક્સપ્રેસ કરવામાં" અને "બીજાના વિચારો નો આદર કરવામાં"  તેઓ એમના બાપ-દાદા ની દંભી પીઢી કરતા વધુ રીઆલીસ્ટીક અને પ્રમાણિક છે!  

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments

Aakanksha said…
Superhit chhe babes... Liked it......

Perfect description of Parent-kid situation n generation gap thingie..
agreed....i just love ur writing style...

and this article is useful too...:)
Harsh Pandya said…
મને યાદ છે ત્યાં સુધી આવો ટ્રેન્ડ અક્ષય કુમારની પેલી " ગરમ મસાલા " ફિલ્મથી આવ્યો છે.[ભૂલચૂક લેવીદેવી]

લાસ્ટ બોલ્ડ લાઈન ગમી.અને હા,લખાણમાં પણ ઝીણો ઓબ્ઝર્વેશન પાવર દેખાય રહ્યો છે હો... keep writing n keep rocking...superb subject selection...
Darshan Chande said…
Learned many new and refreshing slogans!! Thought it would be some criticism again... But good to see your open-mindedness, Bhumika :)
Parth said…
~ " ૯૯% ગર્લ્સ આર બ્યુટીફૂલ એન્ડ રીમેનીંગ ૧% આર ઇન માઈ કોલેજ ! "
~ "ગર્લ ફ્રેન્ડસ આર લાઇક મેડીસીન્સ , ધે કમ વિથ એક્સપાઇરી ડેટ! "

mari pase aa be t-shirt chhe...
jo k vachhe mane b aava t-shirt no chasko chdyo hato, jya aavu sara slogan valu tee dekhay ne maap nu hoy, to lai leto hato.. e 6-7 mahina ma me aava lagbhag 12 tee lidha hata...
krunalc said…
One more
http://bit.ly/Betn29
FaKeTrUtH said…
mam i have "No money no Girlfriend no worry life is good"
Give me your Ip I will ping you"
Snehal Gandhi said…
Nice Article.. Being College faculties we are always around the students with latest trend fashions.. A very Powerful observation on youth fashion..Keep it up..
Dumb Eagle said…
let me contribute one of my favorite ones (i used to wear this t-shirt all the time in undergrad :p)- "i don't know, i don't care and it doesn't really matter!" =))
Dipen said…
A Good One....
Keep it up Bhums.!
mOnaRk said…
I read this on one of my student's T-shirt......

"But officer, there is no blood in my alcohol.......!!"

Very hatke topic.......!!

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...