*** રાતની ખામોશી અને મેસ્મરાઈઝ કરે એવું મ્યુઝિક- દિલની ખુશીના કારણો નાના અને એકદમ સિમ્પલ છે! આખા દિવસની દોડ-ધામ પછી પોતાની જાતને પેમ્પર કરવાની આ સ્પેશિયલ મુમેન્ટસમાં પણ આજે તમે મહિનાના બજેટની રુક્ષ ગણતરી હાથમાં લઈને બેઠા છો! આમ જોવા જઈએ તો તમારી અને પતિદેવની કમાણી સારી એવી છે પરંતુ બંને બાળકો મોટા થવાની સાથે એમની માંગણીઓ અને એમના ભવિષ્યની ચિંતા પણ મોટી થતી જાય છે. દર મહિને તમે બચત કરવાના નુસ્ખાઓ અપનાવવા મથો છો , ભોગે પરિવારને સારી જીવનશૈલીની સાથે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય આપવા! અને એ પરિવાર માટે કસર કરવામાં ધીમે ધીમે પરિવારના અણગમતા બનતા જાઓ છો. આજે જ ડીનર ટેબલ પર નવી ફરમાઈશોનું બીલ તમે રીજેક્ટ દીધું એટલે પતિદેવ સહીત બંને બાળકો વિપક્ષના સભ્યોની જેમ મોઢું ચઢાવીને બેસી ગયા. મોટેભાગે પરિવારની ફરમાઈશો તમે મોડે મોડે પણ પૂરી થાય એ ધ્યાન રાખો જ છો પણ પ્લાનિંગની બહાર તો નહિ જ! અને કદાચ એટલે જ આજે પતિદેવે પણ તમારા આ રુક્ષ અને રીજીડ ફાઈનાન્શિયલ પ્લાનિંગ સામે નારાજગી દર્શાવી છે. તમે જાતને જ પૂછી ગયા કે- શું સાચે તમે પરિવારની ઇચ્છાઓ અને સપનાઓને બચતની લ્હાયમાં હોમી ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)