Skip to main content

Posts

Showing posts from October, 2012

શોધવું , મળવું અને ફરી ખોવાઈ જવું ....

"ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ આઈ એમ ટોકિંગ ટુ માય ડેડ . ગીવ મી  સ્પેસ એન્ડ પ્લીઝ લીવ ફ્રોમ હિઅર ."- આંખો થઇ શકે એટલી મોટી કરીને , ફેસ પર ગુસ્સા નો લાલ રંગ થોપી ને, અવાજ ની પીચ એકદમ હાઈ કરીને મેં કહ્યું , ખખડાવ્યા એમને।।। એમને એટલે - નામ શું ખબર ? લાસ્ટ 20 મીનીટસ થી હું ડેડ સાથે વાત કરવા એમની રાહ જોઉં છું અને આ  અજનબી ક્યારનો મને સ્ટેર કરી રહ્યો છે,  જાણું છું હું। જો બીજી કોઈ જગા એ , બીજા કોઈ પ્રસંગે આ ગુસ્તાખી કોઈએ  કરી હોત , તો સુરતી શ્લોક કે એક ટાઈટ સ્લેપ થી જ જવાબ આપ્યો હોત! ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ "પપ્પા , કેટલું મોડું  કર્યું તમે ? "- કદાચ  ગુસ્સા નો પારો ઉપર જ હતો। પણ હવે પપ્પા આવી ગયા એટલે - હું ને મારા પ્રોબ્લેમ્સ બધું સોર્ટ થઇ જશે! "મોડું કર્યું ? મને તો એમ કે તું કમ્પ્લેન કરવા આવી છે કે પપ્પા કેમ આટલી ઉતાવળ કરી? "- પપ્પા હસી રહ્યા, પેલી જલારામબાપા ની મૂર્તિ જેમ મંદ મંદ હસે છે ને  તેમ જ! "હા એ કમ્પ્લેન તો આખી જિંદગી ની જ છે ! છેલ્લા 3 વર્ષ થી કરું છું , પણ તમે ક્...