Skip to main content

Posts

Showing posts from May, 2012

"જાહેર નોટીસ" ની ટીસ ....

જાહેર નોટીસ :: ઉપરની નોટીસ વાંચીને સૌથી પહેલો શું વિચાર આવે ? -- આપણું નામ નથી ને એમાં - એ જોવાનો! { જવાબ પુરો! }  દર બીજા કે ત્રીજા દિવસે જાહેર નોટીસ ના નામે છપાતી આવી સંબંધો ની હરાજી - જોઈને લાંબા સમયથી કૈક લખવાની ઈચ્છા થઇ હતી .... -- તો હવે ભોગવો!  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ જાહેર નોટીસ :: અમો એડવોકેટ નહિ એવા { અહી કોઈ ડોક્ટર કે ઈન્જીનીયર ને સી.એ થી આગળ ક્યા કોઈ કઈ બનવા દે છે યાર! } - મતદાન ની ઉમર વિતાવ્યે પણ મુ. ને કુ. એવા - તમારા સુપુત્ર / સુપુત્રી , રહે - તમારી નીગરાની  માં ૨૪ કલાક , ની સૂચના અને માહિતી અન્વયે આ જાહેર નોટીસ થી તાકીદ કરવાની કે અમારા બાજુના ફોટોવાળા માતા/પિતા નામે - પૂજ્ય પપ્પા /મમ્મી  તેઓએ અમારી સંમતિ સિવાય અમારી  સાયન્સ/કોમર્સ લાઈન ની પસંદગી , કેરિયર , અમારી ફ્યુચર જોબ , અમારા રોજ પહેરવાના કપડા થી લઈને આજીવન સાથે જ રાખવા પડતા જીવન સાથી ની પસંદગી કરતા રહ્યા છે અને તેમના આ આપખુદ વર્તન અને દખલગીરી થી ગૂંગળાઈને અમે એમને આમારા "વાલીપણા" માંથી બેદખલ કરીએ છે! જેથી અમારા વાલીઓ ની સાથે કોઈ પણ પ્રકારન...