"હેલો , કેન આઈ ટોક ટુ પ્રોફેસર શ્રીવાસ્તવ ? "- ફોન ના સામે છેડે થી એક સૌમ્ય અને મધુર પ્રશ્ન ડોકાય . " પ્રોફેસર સાહેબ લંચબ્રેક પર છે , કોલ કરતા પહેલા એક વાર ટાઈમ જોઈ લેતા હોવ તો ! એક મિનીટ ચાલુ રાખો." - અણગમા અને ગુસ્સો કદાચ સમા છેડે સ્પષ્ટ વર્તાઈ જ જાય એટલો વેધક. " સંભાળો છો? તમારી કોઈ સગલી નો ફોન છે! બધા કાઠા- કબાડા ઓફીસ માં જ પતાવીને આવતા હોવ તો! કોણ જાણે કઈ નવી આફત છે, અંગ્રેજી તો જાણે આખી દુનિયા માં બીજા કોઈને આવડે જ નઈ !! " - પ્રોફેસર શ્રીવાસ્તવ ને ફોન આપતા આપતા એમના ધર્મ- પત્ની એ જાણી જોઈને જ મોટેથી આખી કથા કરી, કોલ કરનાર ને શરમિંદા કરવા જ તો કદાચ! અને આટલું સાંભળ્યા પછી કોલ સામેથી કટ નાં થાય તો જ નવાઈ ! " હેલો , હેલો ... " - પ્રોફેસર શ્રીવાસ્તવ ક્ષોભ સાથે સામે છેડે થી કોલર વોઇસ ની જગ્યા એ સંભળાતી રીંગ થી એક વાર ફરી અકળાયા! " શું મઝા આવે છે તને આમ મારા પ્રોફેશનલ રીલેશન બગડવાની ? તારે જે કહેવું હોય મને કહે, બીજા ની સામે કેમ આમ ભવાઈ કરે છે! તું કહે એમ , તું કહે એટલું જ જીવું છું - તો પણ કેમ વાતે વાતે આમ ગૂંગળાવે છે! "...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)