મારી હીર નો સ્કુલ માં પહેલો દિવસ.. પહેલું અઠવાડિયું ... કદાચ લગ્ન બાદ વિદાય વખતે એટલું દુખ્યું નથી જેટલું આ પહેલા અઠવાડિયા માં કઠ્યું !!! કેમ? ખબર નહિ! આમ તો હીર ની નવી દુનિયા માં શુભ શરૂઆત થી ખુશી પણ થઇ , પણ દિલ ના એક ખૂણે કૈક તો અટવાયું !! નાના ભૂલકાઓ ની "માં" થી દુર, અજાણી જગા ને અજાણ્યા લોકો વચ્ચે આવી જવાની વેદના અને એ વેદનાની બાળસહજ રુદન થી અભિવ્યક્તિ વચ્ચે , મારી "મીઠ્ઠી" , મારી "હીર" , એક પણ આંસુ પાડ્યા વગર , હસતા રમતા , પહેલા જ દિવસથી નવી દુનિયા માં સમાઈ ગઈ એનું અચરજ ને ખુશી બંને થઇ! પણ હજુ દિલ માં એ ચચરાટ છે અને કદાચ એનું કારણ પણ હવે સમજાયું છે! શું? મારા શબ્દો માં નહિ પણ કોઈ અજાણ્યા લાગણીભીના દિલ માંથી આ "સમ-વેદના" પહેલા જ લખાઈ ગઈ છે .... .................................................................................................................................. "She started school this morning, And she seemed so very small. As I walked there beside her In the Kindergarten hall. And as she took...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)