"કાલે અમે બધા મોઢેરા દર્શન કરવા જવાના છે , અને ત્યાંથી સાયંસ સીટી અને રિલાયન્સ મોલ ના "હોરર વર્લ્ડ" માં જવાના છે! મારું નવું જીન્સ અને ટી-શર્ટ કાઢી રાખજે ! " કેયુરે એના દિવાળી ના દિવસ માટેના પ્લાન્સ કહ્યા! "સારું... " - મેં શાંતિ થી જવાબ આપ્યો.. મને ડોકટરે ૮ માં મહિનાથી જ વધુ ટ્રાવેલિંગ કરવાની ના પાડી , એથી મારે દિવાળી ના દિવસે ઘેર જ રહેવાનું છે એ હું સમજી ગયી અને ઉદાસી ભરી એક સ્માઈલ મારા મોઢા પર ફરકી ના ફરકી.. " હું નથી આવવાની , અમે ગયા મહીને જ મેઢેરા જઈ આવ્યા , અને એમ પણ દિવાળી ના સપરમાં દિવસે ભૂમિકા ને કઈ થયું તો કોઈ તો ઘેર જોઈએ ને ... તમે બધા જઈ આવો! અને હા કેયુર તું સાંજે ૬ વગ પહેલા પાછો ઘેર આવી જજે, બીજા બધાને જ્યાં જાઉં હોય ત્યાં જાય... ભૂમિકા ને પિક્ચર જોવાનો બહુ શોખ છે તો કાલે સાંજે કોઈ નવું પિક્ચર જોવા એને લઇ જજે! દિવાળી ખાલી તમારે જ નથી! " - મમ્મી હસતા હસતા મારો પ્રશ્ન સોલ્વ કરતા ગયા , અને એક માસ મોટ્ટી સ્માઈલ મારા મોઢા પર આવી ગઈ! મમ્મી શબ્દો કરતા આંખો જલ્દી અને વધુ સારી રીતે વાંચી શકે છે! ~~~~~~~~~~~~~~~~~~~~~~~~...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)